શોધખોળ કરો
Advertisement
હિંદુ સંગઠનોના વિરોધ બાદ રાજનાથ સિંહે ચેન્નઈનો કાર્યક્રમ કર્યો રદ
રાજનાથ સિંહ પ્રસિદ્ધ તમિલ ગીતકાર વૈરમુથુને માનદ ડૉક્ટરેટની ઉપાધિ આપવા માટે આયોજીત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના હતા.
ચેન્નઈ: હિંદુ સંગઠનોના વિરોધ બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહે શનિવારે પોતાનો ચેન્નઈમાં એસઆરએમ યુનિવર્સિટીનો કાર્યક્રમ રદ કરી દીધો છે. અહીં તેઓ પ્રસિદ્ધ તમિલ ગીતકાર વૈરમુથુને માનદ ડૉક્ટરેટની ઉપાધિ આપવા માટે આયોજીત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાના હતા.
ભાજપ પ્રવક્તા એસ જી સૂર્યાના જણાવ્યા મુજબ, કાર્યક્રમમાં રાજનાથ સિંહ આવવાના સમાચારની સાથે જ હિંદુ સમુદાયો વચ્ચે વિરોધના સૂર જોવા મળી રહ્યાં હતા. સોશિયલ મીડિયા પર પણ આ મામલે અભિયાન ચલાવાયું હતું. માંગ કરવામાં આવી રહી હતી કે જે રીતે ઘણીવાર વૈરમુથુએ પોતાના ભાષણોમાં હિંદુઓની લાગણીને ભડકાવવાનો પ્રયત્ન કર્યો છે તેને ધ્યાનમાં લેતાં રક્ષામંત્રીએ આ સમારોહનો આવવાનો પ્રોગ્રામ રદ કરવો જોઈએ.
એટલુંજ નહીં કેટલાક હિંદુ સંગઠનોએ રાજનાથ સિંહ આ કાર્યક્રમમાં સામેલ થાય તો કાળા વાવટા ફરકાવવાનો નિર્ણય કર્યો હતો. જો કે આ મામલે એસઆરએમ યુનિવર્સિટી તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.
હિંદુ મુન્નાની સંગઠને આક્ષેપ લગાવ્યો છે કે, વૈરામુથુએ મહિલા વૈષ્ણવ સંત અંડાલ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેના બાદ રાષ્ટ્રી ફિલ્મ પુરસ્કાર વિજેતા ગીતકાર વિરુદ્ધ પ્રદર્શન થયું હતુ. તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement