શોધખોળ કરો

Rajnath Singh Net Worth: ભારતના સંરક્ષણ પ્રધાન પાસે છે એક રિવોલ્વર, જાણો કેટલી છે રાજનાથ સિંહની સંપત્તિ

Rajnath Singh Net Worth:નરેન્દ્ર મોદી સરકારમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સોમવારે લખનઉથી ઉમેદવારી પત્ર ભર્યું હતું

Rajnath Singh Net Worth: નરેન્દ્ર મોદી સરકારમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સોમવારે લખનઉથી ઉમેદવારી પત્ર ભર્યું હતું અને આ દરમિયાન તેમણે ચૂંટણી પંચમાં દાખલ કરેલી એફિડેવિટમાં પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો છે. તેમણે લોકસભા ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કાના મતદાન પહેલા ઉમેદવારી નોંધાવી છે. ભાજપે તેમને સતત ત્રીજી વખત આ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. એફિડેવિટ મુજબ રાજનાથ સિંહ પાસે 5 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.

બેન્ક ખાતામાં કરોડો રૂપિયા

સોમવારે લખનઉ કલેક્ટર કચેરીમાં તેમના ઉમેદવારી પત્ર દરમિયાન આપેલા સોગંદનામામાં 72 વર્ષીય રાજનાથ સિંહે જણાવ્યું છે કે તેમની પાસે અને તેમના પરિવારના સભ્યો પાસે શું છે. આ મુજબ રાજનાથ સિંહના એફિડેવિટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર રાજનાથ સિંહની કુલ સંપત્તિ કરોડોમાં છે. ચૂંટણી એફિડેવિટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, સંરક્ષણ પ્રધાન પાસે 75,000 રૂપિયાની રોકડ છે, જ્યારે તેમની પત્ની પાસે 45,000 રૂપિયાની રોકડ છે. બેન્ક ડિપોઝીટની વાત કરીએ તો લખનઉ અને દિલ્હીમાં રાજનાથ સિંહના અલગ-અલગ બેન્ક ખાતાઓમાં કુલ 3,11,32,962 રૂપિયા જમા છે. તેમની પત્નીના બેન્ક ખાતામાં 90,71,074 રૂપિયા જમા છે.

લાખની કિંમતની જ્વેલરી

ચૂંટણી એફિડેવિટ મુજબ, રાજનાથ સિંહે કોઈ પણ શેર કે બોન્ડમાં પૈસા રોક્યા નથી અને ન તો કોઈ બચત યોજનામાં રોકાણ કર્યું છે. જોકે, તેમની પત્નીએ પોસ્ટ ઓફિસના ખાતામાં રૂ. 6.51 લાખનું રોકાણ કર્યું છે. રાજનાથ સિંહ પાસે 60 ગ્રામ સોનું છે, જેની કિંમત 4.20 લાખ રૂપિયા કહેવાય છે, જ્યારે તેમની પાસે 4 લાખ રૂપિયાની કિંમતના અનેક કિંમતી રત્નો પણ છે.

રાજનાથ સિંહની પત્નીની વાત કરીએ તો તેમની પાસે 750 ગ્રામ સોનાના દાગીના છે, જેની કિંમત 52,50,000 રૂપિયા છે, જ્યારે તેમની પાસે 12.5 કિલો ચાંદી પણ છે, જેની કિંમત 9,37,500 રૂપિયા છે.

32 બોરની રિવોલ્વર અને બે બેરલ ગન

રાજનાથ સિંહની સંપત્તિમાં હથિયારોનો પણ સમાવેશ થાય છે. એફિડેવિટ મુજબ તેની પાસે 32 બોરની રિવોલ્વર છે અને તેની કિંમત 10,000 રૂપિયા હોવાનું કહેવાય છે, જ્યારે ડબલ બેરલ ગન પણ તેના નામે નોંધાયેલી છે અને તેની કિંમત પણ 10,000 રૂપિયા છે.

સ્થાવર મિલકતની વાત કરીએ તો કેન્દ્રીય સંરક્ષણ મંત્રીના નામે 1.47 કરોડ રૂપિયાની ખેતીની જમીન છે, જ્યારે લખનઉમાં એક ઘર તેમના નામે છે જેની કિંમત 1.87 લાખ રૂપિયાથી વધુ છે. ખાસ વાત એ છે કે કરોડોની સંપત્તિ હોવા છતાં રાજનાથ સિંહના નામે એક પણ કાર નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
India Weather: કાલે દેશના આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનની આગાહી 
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget