શોધખોળ કરો
Advertisement
રામ મંદિર ભૂમિ પૂજનઃ એક કલાક દેશને સંબોધિત કરશે પ્રધાનમંત્રી, જાણો PM મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ
મંદિરના ભૂમિ પૂજનનું કામ ગઇકાલથી શરૂ થયું હતું. અહેવાલ છે કે, પીએમ મોદી ભૂ્મિ પૂજન કર્યા બાદ અંદાજે એક કલાક સુધી દેશને સંબોધિત કરશે.
નવી દિલ્હીઃ અયોધ્યા રામલલાના ભવ્ય મંદિર નિર્માણના ઉલ્લાસમાં ડૂબેલી જોવા મળી રહી છે. ઘરે ઘરે તૈયારીઓ અને ઉલ્લાનો માહેલ છે. રસ્તા-ગલીઓથી લઈને ધાબા પર કેસરિયા ઝંડા જોવા મળી રહ્યા છે. પીએમ મોદી આવતીકાલે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કશે. મંદિરના ભૂમિ પૂજનનું કામ ગઇકાલથી શરૂ થયું હતું. અહેવાલ છે કે, પીએમ મોદી ભૂ્મિ પૂજન કર્યા બાદ અંદાજે એક કલાક સુધી દેશને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રીનો મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમ
- પાંચ ઓગસ્ટની સવારે દિલ્હી એરપોર્ટથી 9 35 કલાકે વિશેષ વિમાનથી નીકળી પીએમ મોદી 10 35 કલાકે લખનઉના અમૌસી એરપોર્ટ પહોંચશે.
- અહીંથી તેઓ 10-40 કલાકે હેલિકોપ્ટરથી અયોધ્યા જવા માટે નીકળશે.
- અયોધ્યા સ્થિત સાકેત મહાવિદ્યાલમાં બનેલ હેલીપેડ પર સવારે 11-30 કલાકે ઉતરશે.
- અહીંથી પાંચ મિનિટ બાદ રોડ મારફતે ચાલીને 11-40 કલાકે હનુમાનગઢી પહોંચશે.
- ત્યાં દસ મિનિટ પૂજા દર્શન કરશે અને ત્યાર બાદ 11-55 કલાકે હનુમાનગઢીથી ચાલીને પાંચ મિનિટ બાદ ઠીક 12 કલાકે રામજન્મભૂમિ પરિસર પહોંચી જશે.
- પહેલા 10 મિનિટમાં તેઓ વિરાજમાન રામલલાના દર્શન પૂજન કરશે.
- 12-15 કલાકે દસ મિનિટની વચ્ચે પરિસરમાં પરિજાત અને વૃક્ષારોપણ કરશે.
- ત્યાર બાદ 12-30 કલાકે ભૂમિપૂજન કાર્યક્રમ શરૂ થશે જે ઠીક 10 મિનિટ સુધી ચાલશે.
- ત્યાર બાદ શ્રીરામજન્મભૂમિ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમના જાહેર સમારોહમાં સામેલ થશે, જે અંદાજે સવા કલાક સુધી ચાલશે.
- અહીંથી 2-05 કલાકે સાકેત મહાવિદ્યાલય હેલિપેડ માટે રવાના થશે. ત્યાં 2-15 કલાકે પહોંચશે અને ઠીક પાંચ મિનિટ પછી 2-20 કલાકે હેલિકોપ્ટરથી લખનઉ રવાના થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion