Ramadan 2024: રમઝાનનો ચંદ્ર મુંબઈ અને અન્ય ભાગમાં જોવા મળ્યો, રમઝાન મુબારક
મુંબઈ અને દેશના અન્ય ભાગોમાં રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થયો છે કારણ કે આજે ચંદ્ર જોવા મળ્યો છે. જે મુસ્લિમો માટે રોઝાની શરૂઆતનું પ્રતિક છે.
Ramadan 2024: મુંબઈ અને દેશના અન્ય ભાગોમાં રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થયો છે કારણ કે આજે ચંદ્ર જોવા મળ્યો છે. જે મુસ્લિમો માટે રોઝાની શરૂઆતનું પ્રતિક છે. આ જાહેરાત મુંબઈમાં અર્ધચંદ્ર જોવા મળ્યા બાદ કરવામાં આવી છે. તરવીહ આજ રાતથી શરૂ થશે અને રમઝાનની બાકીની રાતો ઈદ સુધી મનાવવામાં આવશે.
Mumbai me dikha ramzan ka chand #ramzan #Ramadan #mumbai #RamzanMonth pic.twitter.com/bSuqE14Dxp
— Mujib Phoplunkar (@its_me_mujib) March 11, 2024
સમગ્ર મુંબઈમાં મુસ્લિમોને ચંદ્રમા જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પવિત્ર રમઝાન અથવા રમઝાન મહિનાની શરૂઆતનો સંકેત આપે છે. ઇસ્લામમાં ચંદ્રના દર્શનનું ખૂબ મહત્વ છે, કારણ કે તે રમઝાન સહિત મહત્વપૂર્ણ ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત નક્કી કરે છે.
સામાન્ય રીતે રમઝાનનો ચાંદ સૌપ્રથમ સાઉદી અરેબિયામાં જોવા મળે છે, ત્યારબાદ ભારતના કેટલાક ભાગો તેમજ કેટલાક પશ્ચિમી દેશોમાં એક દિવસ પછી જોવા મળે છે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અન્ય દેશોમાં ચાંદ એક જ દિવસે જોવા મળે છે.
રમઝાન શા માટે ખાસ છે ?
રમઝાન મહિનો ઇસ્લામ ધર્મમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ આખો મહિનો, મુસ્લિમ સમુદાયના લોકો રોઝા એટલે કે ઉપવાસ રાખે છે અને તેમનો મોટાભાગનો સમય અલ્લાહની ઇબાદતમાં વિતાવે છે. તેઓ અલ્લાહનો આભાર માને છે અને આ મહિનાના અંતમાં ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરે છે.
રમઝાન મહિનો મુસ્લિમ કેલેન્ડરનો નવમો મહિનો છે અને તેનું ખૂબ જ મહત્ત્વ છે. આ પવિત્ર મહિનામાં જ ઈસ્લામ ધર્મના ધાર્મિક પુસ્તક કુરાન શરીફનું અનાવરણ થયું હતું. હવે રમઝાન મહિનાનો ચાંદ દેખાઈ જતાં ત્યાં આજથી પહેલો રોજો શરૂ થઇ ગયો છે.
હિન્દુ ધર્મમાં જે પ્રકારે શ્રાવણ માસ અત્યંત પવિત્ર માનવામાં આવે છે, ઇસ્લામ ધર્મમાં એવું જ સ્થાન રમઝાન માસનું છે. આજે હિજરી સંવતનો આઠમો મહિનો શાબાન પૂર્ણ થતાં નવમા માસ રમઝાનનો ચાંદ દેખાયો એ સાથે જ મુસ્લિમ બિરાદરોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. ચંદ્રદર્શન થઈ જતાં આજ સાંજથી રમઝાન માસ શરૂ થયો છે. આજે રાત્રિની ખાસ નમાજ એવી ‘તરાવીહ’ શરૂ થઈ છે. આવતીકાલથી પવિત્ર રમઝાન માસના રોઝા (ઉપવાસ) શરૂ થશે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial