શોધખોળ કરો
Advertisement
પીળી સાડીવાળી આ અધિકારીએ બિગ બોસમાં જવાને લઈને કહી આ વાત, ફિલ્મની પણ મળી ઓફર
હાલમાં જ રીના દ્વિદેવીએ બિગ બોસમાં જવાને લઈને વાત કરી. મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું કે, લોકો મને આવીને કહી રહ્યા છે કે તમે આગામી બિગ બોસ કન્ટેસ્ટન્ટ છો.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કામાં પહોંચતા એક લેડી અધિકારી સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. આ લેડી અધિકારીને સોશિયલ મીડિયા પર પીળી સાડીવાળીના નામથી ઓળખવામાં આવી રહી છે. આ લેડી અધિકારીનું નામ રીના દ્વિવેદી છે. રીના અચાનક લાઈમલાઈટમાં આવવાથી ખુદ પણ હેરાન છે.
હાલમાં જ રીના દ્વિદેવીએ બિગ બોસમાં જવાને લઈને વાત કરી. મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું કે, લોકો મને આવીને કહી રહ્યા છે કે તમે આગામી બિગ બોસ કન્ટેસ્ટન્ટ છો. મને લાગ્યું કે તેઓ મારી મજાક કરી રહ્યા છે. હાલમાં મારી પાસે એવી કોઈ ઓફર નથી આવી. જો આવશે તો ચોક્કસ તેના વિશે વિચારીશ.
રીનાની તસવીર વાયરલ થઈ તો તેણે કહ્યું કે, પરિવારમાં બધા ખુશ છે. હાલમાં ખૂબ જ વ્યસ્ત છું. મીડિયાવાળા બધા આવીને ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે. હવે આ બધું સારું લાગી રહ્યું છે. હું એન્જોય કરી રહી છું. જણાવીએ કે, રીનાને ફિલ્મની પણ ઓફર મળી ચૂકી છે પરંતુ તેણે દીકરા માટે ઓફર ફગાવી દીધી.
રીનાએ જણાવ્યું કે, તેને ભોજપુરી ફિલ્મોની ઓફર મળી હતી પરંતુ દીકરાને કારણે તેણે ના પાડી દીધી. હવે આવી ઓફર મળશે તો વિચારીશ. નોંધનીય છે કે, રીનાના પતિનું વર્ષ 2013માં નિધન થઈ ગયું હતું. વર્ષ 2004માં તેના લગ્ન પીડબલ્યૂડી વિભાગમાં કામ કરનાર સીનિયર સહાયક સંજય દ્વિવેદી સાથે થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement