શોધખોળ કરો

EDએ પાંચ કલાક કરી રોબર્ટ વાડ્રાની પૂછપરછ, કહ્યું- લંડનમાં મારું કોઇ ઘર નથી

નવી દિલ્હીઃ રોબર્ટ વાડ્રા પોતાની પત્ની પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે મની લોન્ડરીંગ કેસમાં ઇડી સમક્ષ રજૂ થયા હતા. ઇડીએ તેમની પૂછપરછ કરી હતી. ઇડી વાડ્રાને ત્રણ તબક્કામાં પૂછપરછ કરી રહી છે. પૂછપરછ દરમિયાન રોબર્ટ વાડ્રાએ સંજય ભંડારી અને તેના કઝીન શિખર ચઢ્ઢા સાથે કોઇ પણ પ્રકારના વ્યવસાયિક સંબંધ હોવાનો ઇનકાર કર્યો હતો. વાડ્રાએ કહ્યું કે, હું મનોજ અરોરાને જાણું છું. તે મારા કર્મચારી હતી પરંતુ તેમણે અરોરાને ઇમેઇલ લખવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે વાડ્રાએ કહ્યું કે, મારી પાસે કોઇ પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રૂપથી લંડનમાં સંપત્તિ નથી. પૂછપરછના પ્રથમ તબક્કામાં વાડ્રાને મનોજ અરોરા, સુમિત ચઢ્ઢા, થમ્પી અને સંજય ભંડારી સાથે તેમના સંબંધો અંગે પૂછવામાં આવ્યું હતું. બીજા તબક્કામાં વાડ્રાને વિદેશમાં તેમની સંપત્તિઓ અંગે પૂછપરછ કરવામાં આવશે. જેમાં લંડનમાં ખરીદવામાં આવેલી આઠ-નવ સંપત્તિઓ, ત્રણ વિલાસ અને છ ફ્લેટ સામેલ છે. તમામ લેણદેણ 5-10 વચ્ચે થઇ હતી. તેની ચૂકવણી માટે એક જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્રીજા તબક્કામાં સંરક્ષણ અને પેટ્રોલિયમ કરારના દલાલોના સંબંધ અંગે પૂછપરછ કરવામાં આવશે. નોંધનીય છે કે કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા ધરપકડથી બચવા કોર્ટમાં અરજી લગાવી હતી. ગયા સપ્તાહમાં જ આ મામલામાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે તેમને રાહત આપી હતી. વાડ્રાના વકીલ કેટીએસ તુલસીએ કોર્ટમાં આશ્વાસન આપ્યું હતુ કે વાડ્રા તપાસમાં સહયોગ કરશે.

ટોપ સ્ટોરી

દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય
દિલ્હીમાં છઠ મહાપર્વની ધૂમ, લાખો શ્રદ્ધાળુઓએ અસ્ત થતા સૂર્યને અર્પણ કર્યું અર્ધ્ય
ફરી વાવાઝોડાનો ખતરો! ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં હવામાન વિભાગનું એલર્ટ
ફરી વાવાઝોડાનો ખતરો! ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં હવામાન વિભાગનું એલર્ટ
ભાગેડુ લલિત મોદીને બ્રિટને આપી નાગરિકતા, બોલ્યા, આ છે મારું નવું ઘર
ભાગેડુ લલિત મોદીને બ્રિટને આપી નાગરિકતા, બોલ્યા, આ છે મારું નવું ઘર
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે થશે ફાઇનલ ? એસ.જયશકંરે આપ્યુ મોટુ અપડેટ
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે થશે ફાઇનલ ? એસ.જયશકંરે આપ્યુ મોટુ અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોળી સમાજમાં રાજકીય કકળાટ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વ્યસન, ડાયાબિટીસને આમંત્રણ
Geniben Thakor: ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Amul Price Hike: મોંઘવારીનો વધુ એક ઝટકો! અમૂલે વધાર્યા દહીં અને લસ્સીના ભાવ
Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત
India vs New Zealand:સાત વર્ષ પછી ભારતે ન્યૂઝીલેન્ડમાં જીતી સીરિઝ, પાંચમી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની જીત
અમદાવાદમાં ડ્રગ્સની ફેક્ટરીને લઈ મોટો ધડાકો, 20 પ્રકારના કેમિકલ પોલીસે કર્યા જપ્ત
અમદાવાદમાં ડ્રગ્સની ફેક્ટરીને લઈ મોટો ધડાકો, 20 પ્રકારના કેમિકલ પોલીસે કર્યા જપ્ત
ફરી વાવાઝોડાનો ખતરો! ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં હવામાન વિભાગનું એલર્ટ
ફરી વાવાઝોડાનો ખતરો! ઓડિશા, આંધ્રપ્રદેશ અને બંગાળમાં હવામાન વિભાગનું એલર્ટ
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
અમેરિકાના મિયામી એરપોર્ટ પર મોટી દુર્ઘટના, રનવે પર બે વિમાનો વચ્ચે ટક્કર
JEE Main 2027 અરજી પ્રક્રિયામાં NTAએ જાહેર કર્યા FAQ, DigiLocker પર અપડેટ ફરજિયાત
JEE Main 2027 અરજી પ્રક્રિયામાં NTAએ જાહેર કર્યા FAQ, DigiLocker પર અપડેટ ફરજિયાત
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
U19 Asia Cup: 1 બોલમાં 3 રનની હતી જરૂર, પછી ફટકાર્યો ચોગ્ગો, ફિલ્મ જેવો હતો અંતિમ 3 ઓવરનો રમાંચ
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
શ્રેયસ અય્યરે જીત્યું દિલ! ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ જીતી ટ્રોફી આ ખેલાડીઓને સોંપી
Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન
Today's Horoscope: કર્ક સહિત આ રાશિના જાતકને થશે ધનલાભ, જાણો રવિવારનું ભવિષ્યકથન
Embed widget