શોધખોળ કરો

છેલ્લા 24 કલાકમાં જમ્મુ કાશ્મીરમાં બીજો આતંકી હુમલો, એક જવાન શહીદ

શ્રીનગરમાં ફરી આતંકી હુમલાની ઘટના સામે આવી છે, જેમા એક જવાન શહીદ થયો છે, જ્યારે એક જવાન ઈજાગ્રસ્ત થયો છે. આ તાજેતરમાં આતંકીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં સૌથી મોટો હુમલો છે.

શ્રીનગરમાં ફરી આતંકી હુમલાની ઘટના સામે આવી છે, જેમા એક જવાન શહીદ થયો છે, જ્યારે એક જવાન ઈજાગ્રસ્ત થયો છે. આ તાજેતરમાં આતંકીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં સૌથી મોટો હુમલો છે. આતંકીઓ સર્ચ ઓપરેશન કરી રહેલા સેનાના જવાનો અને પોલીસકર્મીઓને નિશાન બનાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ આતંકીઓએ બડગામ જિલ્લામાં બે પોલીસકર્મીઓની હત્યા કરી હતી, જે સગા ભાઈઓ હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે શહીદ થનાર જવાન CRPFમાં ફરજ બજાવતો હતો. આ ઘટનાના થોડા કલાકો પહેલા પુલવામાં ગેર કાશ્મીરીયો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમા બે પ્રવાસી મજૂરોના મોત થયા હતા. આજે હુમલામાં ઘાયલ થયેલા જવાનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આતંકીઓએ સુરક્ષાદળોની એક ચેકપોસ્ટ પર ફાયરિંગ કરી હતી. જવાનોએ જવાબી કાર્યવાહી કરતા આતંકીઓ ભાગી ગયા હતા.

સુરક્ષાદળોએ આ વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આતંકીઓની શોધખોળ માટે અનેક ટીમો કામે લાગી છે. આ પહેલા બિહારના રહેવાસી બે મજૂરોની આતંકીઓએ પુલવામામાં હત્યા કરી હતી. આ છેલ્લા 24 કલાકમાં પ્રવાસી મજૂરો પર આતંકીઓનો બીજો હુમલો છે. જો કે આ હુમલાની કોઈ આતંકી સંગઠને જવાબદારી લીધી નથી.

સુરક્ષાદળોનું કહેવુ છે કે, આતંકવાદી સામે સેનાની કડક કાર્યવાહીથી તેઓ ગુસ્સે થયા છે અને હુમલા શરૂ કરી દીધા છે. બડગામમાં પણ આ રણનીતિથી આતંકીઓએ પોલીસકર્મીઓને નિશાન બનાવ્યા હતા. જો કે સુત્રોના જણાવ્યા પ્રમાણે આતંકીઓને ટાર્ગેટ લીસ્ટ પ્રમાણે ઠાર કરવાનું અભિયાન ચાલું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

ઘરની છતથી લઈને અનાજ સુધી, સરકાર 2026ની વસ્તી ગણતરીમાં પૂછશે 33 સવાલો

Delhi: લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ; દિલ્હી પોલીસને મળી મોટી સફળતા

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત

વિડિઓઝ

Nitish Kumar Resignation: નીતિશ કુમારે વિધાન પરિષદથી આપ્યું રાજીનામું
Umreth by-Election: ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ મોટા સમાચાર, ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Toll Tax Increase : 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી
Hun To Bolish : હું તો બોલીશ : ફસાયા ટ્રમ્પ
Hun To Bolish : હું તો બોલીશ : વિકાસની દોડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી

ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ

Financial Changes from 1 April 2026: ટેક્સથી લઈને ટ્રેન ટિકિટ સુધી, 1 એપ્રિલથી બદલાશે આ 10 નિયમો 
Financial Changes from 1 April 2026: ટેક્સથી લઈને ટ્રેન ટિકિટ સુધી, 1 એપ્રિલથી બદલાશે આ 10 નિયમો 
Weather Update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Weather Update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
ઘરની છતથી લઈને અનાજ સુધી, સરકાર 2026ની વસ્તી ગણતરીમાં પૂછશે 33 સવાલો
ઘરની છતથી લઈને અનાજ સુધી, સરકાર 2026ની વસ્તી ગણતરીમાં પૂછશે 33 સવાલો
Gujarat Rain Forecast : રાજ્યનું ફરી બદલાશે વાતાવરણ, આ જિલ્લાઓમાં માવઠાની આગાહી

Embed widget