શોધખોળ કરો
Advertisement
મુંબઈની હોટલમાં NCPના કયા-કયા નેતાઓએ અજીત પવાર સાથે કરી મીટિંગ? જાણો વિગત
આજે મુંબઈની એક હોટલમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને એનસીપી નેતા શરદ પવાર સહિતના નેતાઓ સાથે મુલાકાત થઈ હતી.
મુંબઈ: મહારાષ્ટ્ર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મહારાષ્ટ્રની રાજનીતિક તસવીર બદલાતી હોય તેવું લાગી રહ્યું છે. આજે મુંબઈની એક હોટલમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને એનસીપી નેતા શરદ પવાર સહિતના નેતાઓ સાથે મુલાકાત થઈ હતી. જોકે પ્રફુલ્લ પટેલ, છગન ભૂજબળે અગાઉ મુલાકાત કરી હતી તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, અજીત પવાર અને અનસીપીના શરદ પવાર વચ્ચે સોફિટેલ હોટલમાં મુલાકાત થઈ હતીય જોકે આ પહેલા પ્રફુલ પટેલ, છછગન ભૂજબળ અને સુપ્રિયા સુલેએ મુલાકાત કરી હતી. તે દરમિયાન અજીત પવારને મનાવવા માટે તમામ પ્રયાસો કર્યા હતાં. જ્યારે શરદ પવારના પત્નીએ અજીત પવારને એનસીપીમાં પરત આવવા માટે અપીલ કરી હતી તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
સુપ્રીમ કોર્ટે 27 નવેમ્બરે સાંજના 5 વાગ્યા સુધી મહારાષ્ટ્ર મામલે ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એનસીપી પ્રમુખ શરદ પવારે ટ્વીટ કરી કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું હતું અને લખ્યું હતું કે, લોકતાંત્રિક મૂલ્યો અને સંવૈધાનિક સિદ્ધાંતોને જાળવી રાખવા માટે સુપ્રીમ કોર્ટનો હું આભારી છું. આ ખુબ જ ખુશીના સમાચાર છે કે, મહારાષ્ટ્રનો નિર્ણય સંવિધાન દિવસે આવ્યો.राज्यघटनेतील तत्वे व लोकशाही मूल्यांची जपणूक केल्याबद्दल सन्माननीय सर्वोच्च न्यायालयाचे मनापासून आभार!
— Sharad Pawar (@PawarSpeaks) November 26, 2019
हा निकाल योगायोगाने #संविधान_दिवस साजरा होत असताना आल्याने भारतरत्न डॉ. बाबासाहेब आंबेडकर यांचा सन्मान झाला, याचा आनंद आहे.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement