શોધખોળ કરો

Weather Update: હિમવર્ષા, કોલ્ડવેવ સાથે ગાઢ ધુ્મ્મસ, IMDએ આ રાજ્યોમાં હાડ થીજાવતી ઠંડીનું આપ્યું એલર્ટ

Weather Update:ઉત્તર ભારતમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. ગાઢ ધુમ્મસની વચ્ચે ઠંડીના પ્રકોપથી જન જીવન પ્રભાવિત થયું છે. હિમાલયના વિસ્તારમાં હિમવર્ષા તો મેદાની વિસ્તારમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડ વેવનું કહેર યથાવત છે.

Weather Update:ઉત્તર ભારતની વાત કરીએ તો, ઉત્તર ભારતમાં હાલ  દિવસોમાં ભારે ઠંડી પડી રહી છે. પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદને કારણે મેદાની વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી થોડા દિવસો માટે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ખૂબ જ ગાઢ ધુમ્મસ, શીત લહેર અને ઠંડા દિવસની ચેતવણી જાહેર  કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4-5 દિવસ માટે પંજાબ, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશામાં તીવ્ર ધુમ્મસ રહેવાની શક્યતા છે. વધુમાં, આગામી 6-7 દિવસ માટે હિમાચલ પ્રદેશ, બિહાર, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું આવવાની આગાહી કરવામાં આવી છે.

દિલ્હીનું હવામાન
નવું વર્ષ શરૂ થતાં જ રાજધાની દિલ્હીમાં ભારે ઠંડી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 જાન્યુઆરીએ આકાશ મોટે ભાગે સ્વચ્છ રહેશે. સવારે ઘણા વિસ્તારોમાં ધુમ્મસ રહેશે અને કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ રહેશે. 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

ઉત્તર પ્રદેશમાં શીત લહેરની ચેતવણી
આજે (3 જાન્યુઆરી) સવારે અને રાત્રે ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાંગાઢ ધુમ્મસની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 6 થી 9 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પ્રદેશમાં શીત લહેરની આગાહી છે. આજે, શનિવારે ઠંડી વધુ તીવ્ર બનવાની અપેક્ષા છે. ઉત્તર પ્રદેશને અડીને આવેલા બિહારમાં પણ તીવ્ર ઠંડી પડી રહી છે. રાત્રિ અને સવારે ખૂબ જ ગાઢ ધુમ્મસની આગાહી છે. 4 અને 5 જાન્યુઆરીએ બિહાર માટે ઠંડા દિવસની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

હિમાચલમાં તાપમાન માઈનસ સુધી પહોંચી ગયું છે
હિમાચલના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા જોવા મળી હતી, જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે ગયું હતું. . કુલ્લુ મનાલીની વાત કરીએ તો, હવામાન સાફ થયા પછી, ઉપરના ભાગોમાં રસ્તાઓ પર  બરફ જામવા લાગ્યો છે. આ કારણે, વહીવટીતંત્રે રોહતાંગ પાસને વાહનોની અવરજવર માટે બંધ કરી દીધો છે. લપસણા રસ્તાઓને કારણે, રોહતાંગ પાસ તરફ જતા વાહનોને ગુલાબા ખાતે રોકવામાં આવશે.

શિમલાના હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક સંદીપ શર્માના જણાવ્યા અનુસાર, 8 જાન્યુઆરી સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સ્વચ્છ રહેશે. જો કે, 6 જાન્યુઆરીએ રાજ્યના ઊંચા પર્વતો પર છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હવે ધીરે ધીરે તાપમાનનો પારો ગગડતાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છમાં રાત્રિનું તાપમાન 9થી 8 ડિગ્રી સુધી ગગડે તેવી શક્યતા છે. જેથી ઉત્તર ગુજરાતના જિલ્લામાં અને કચ્છમાં હાડ થીજાવતી ઠંડીનો અનુભવ 15 જાન્યુઆરી સુધી થઇ શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ તાપમાનનો પારો નીચે જતાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. જમ્મુ કાશ્મીરમાં હિમ વર્ષા થતાં રાજ્યમાં જાન્યુઆરી મહિનો ઠંડો રહે તેવી શક્યતા છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો અહીં આકરી ઠંડીના કોઇ સંકેત નથી પરંતુ હા રાત્રે અને વહેલી સવારે ઠંડા પવનની સાથે ઠંડીનો થોડો અનુભવ થઇ શકે છે. 

છેલ્લા કેટલાક દિવસોમાં, નવા વર્ષની શરૂઆતથી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થયા છે.  ખાસ કરીને . દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટા આવ્યાં હતા. જોકે, આ કમોસમી વરસાદ પછી, ગુજરાતમાં નવી શીત લહેર શરૂ થવાના સંકેતો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે રાજ્ય માટે પ્રમાણસર ઠંડીની આગાહી કરી છે.

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget