શોધખોળ કરો

વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો

સોનિયા ગાંધીએ હવે પ્રણવ મુખર્જીની વડાપ્રધાન બનવાની ઇચ્છાની ઔપચારિક પુષ્ટી કરી છે. સોનિયા ગાંધીએ તેમની આત્મકથા "બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ" માં આ વાતનો ખુલાસો કર્યો હતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સોનિયા ગાંધીએ પ્રણવ મુખર્જીની પીએમ બનવાની ઈચ્છા પુષ્ટિ કરી.
  • 2010માં પ્રણવે ટોચના સ્તરે પરિવર્તનનો સંકેત આપ્યો.
  • સોનિયાએ તેને ઈચ્છા ગણી; 2012માં રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા.

સોનિયા ગાંધીએ હવે પ્રણવ મુખર્જીની વડાપ્રધાન બનવાની ઇચ્છાની ઔપચારિક પુષ્ટી કરી છે. 2010માં થયેલી વાતચીતને યાદ કરતાં સોનિયા ગાંધીએ કહ્યું કે પ્રણવ મુખર્જીએ તેમને એવું સૂચન કરીને આશ્ચર્યચકિત કર્યા હતા કે કદાચ ટોચના સ્તરે પરિવર્તનનો સમય આવી ગયો છે. સોનિયા ગાંધીએ તેમની આત્મકથા "બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ" માં આ વાતનો ખુલાસો કર્યો હતો.

સોનિયા ગાંધીના મતે તેમની અને વડાપ્રધાન વચ્ચે જવાબદારીઓનું એક અસ્પષ્ટ વિભાજન હતું, જે ખૂબ જ સારી રીતે કામ કરતું હતું. પક્ષ અને સરકાર વચ્ચે સત્તાના વિભાજનનો ઉલ્લેખ કરતા સોનિયા ગાંધીએ યાદ કર્યું કે પ્રણવ મુખર્જીએ એક સમયે વડાપ્રધાન બનવાની ઇચ્છાનો સંકેત કેવી રીતે આપ્યો હતો.

કોર ગ્રુપમાં કોણ હતું?

તેમણે જણાવ્યું હતું કે સંકલન સુનિશ્ચિત કરવા માટે એક મુખ્ય જૂથ દર અઠવાડિયે વડાપ્રધાનને મળતું હતું. અન્ય સભ્યોમાં પ્રણવ મુખર્જીનો સમાવેશ થાય છે, જેમણે 1970ના દાયકામાં ઇન્દિરા ગાંધીના મંત્રીમંડળમાં મંત્રી તરીકે સેવા આપી હતી. અન્ય રાજકીય રીતે સમજદાર સભ્યોમાં મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અર્જુન સિંહ, કેરળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એકે એન્ટની અને અહેમદ પટેલનો સમાવેશ થાય છે.

પ્રણવના પી. ચિદમ્બરમ સાથે ગંભીર મતભેદો

સોનિયા ગાંધીએ કહ્યું કે તેઓ "સ્ટ્રેટેજી ગ્રુપ" ના સભ્યો તરીકે પણ નિયમિતપણે મળતા હતા, જે સંસદમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે રચાયેલ હતું. ક્યારેક ક્યારેક પ્રણવજી જેમ હું હંમેશા તેમને બોલાવતી હતી, વાતચીત માટે રોકાઈ જતા હતા. તેમણે કહ્યું કે પ્રણવ મુખર્જીને તત્કાલીન નાણામંત્રી પી. ચિદમ્બરમ સાથે ગંભીર મતભેદો હતા.

વડાપ્રધાન બનવાની ઇચ્છા

સોનિયા ગાંધીએ વધુમાં જણાવ્યું કે 2010માં એક વખત પોતાની નિરાશા વ્યક્ત કર્યા પછી તેમણે તેમને એવું સૂચવીને આશ્ચર્યચકિત કરી દીધું કે કદાચ ટોચના સ્તરે પરિવર્તનનો સમય આવી ગયો છે. મેં આને વડાપ્રધાન બનવાની તેમની લાંબા સમયથી રહેલી ઇચ્છાના સંકેત તરીકે અર્થઘટન કર્યું. સોનિયા ગાંધીએ તેમના 502 પાનાના પુસ્તકમાં આ ઘટનાનું વર્ણન કર્યું.

સોનિયા ગાંધીએ લખ્યું કે તેમણે "હળવાથી વિષય બદલ્યો હતો અને ભલે તેઓ નિરાશ થયા હતા તેમણે મને ક્યારેય એવું અનુભવવા દીધું ન હતું કે તેઓ મારાથી ગુસ્સે છે." તેમણે વધુમાં કહ્યું કે 2012માં કોંગ્રેસે મુખર્જીને રાષ્ટ્રપતિ પદ માટે યુપીએ ઉમેદવાર બનાવ્યા અને પછી તેઓ ચૂંટાયા હતા. 

Frequently Asked Questions

સોનિયા ગાંધીએ પ્રણવ મુખર્જીની વડાપ્રધાન બનવાની ઇચ્છા વિશે ક્યાં ખુલાસો કર્યો?

સોનિયા ગાંધીએ તેમની આત્મકથા 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ' માં આ ખુલાસો કર્યો હતો. તેમણે 2010ની વાતચીત યાદ કરી, જ્યાં પ્રણવ મુખર્જીએ ટોચના સ્તરે પરિવર્તનનું સૂચન કર્યું હતું.

પ્રણવ મુખર્જીએ કયા વર્ષમાં વડાપ્રધાન બનવાની તેમની ઈચ્છાનો સંકેત આપ્યો હતો?

પ્રણવ મુખર્જીએ 2010માં સોનિયા ગાંધી સાથેની વાતચીત દરમિયાન વડાપ્રધાન બનવાની તેમની ઈચ્છાનો સંકેત આપ્યો હતો. તેમણે સૂચવ્યું કે કદાચ ટોચના સ્તરે પરિવર્તનનો સમય આવી ગયો છે.

સરકારના કોર ગ્રુપમાં પ્રણવ મુખર્જીની ભૂમિકા શું હતી?

પ્રણવ મુખર્જી સરકારના એક મુખ્ય જૂથના સભ્ય હતા, જે દર અઠવાડિયે વડાપ્રધાનને મળતું હતું. આ જૂથ સંકલન સુનિશ્ચિત કરવા અને સંસદના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બનાવવામાં આવ્યું હતું.

2010 પછી પ્રણવ મુખર્જીએ કયું મહત્વનું રાજકીય પદ સંભાળ્યું?

2012માં કોંગ્રેસે પ્રણવ મુખર્જીને રાષ્ટ્રપતિ પદ માટે યુપીએના ઉમેદવાર બનાવ્યા હતા. તેઓ ચૂંટાયા અને ભારતના રાષ્ટ્રપતિ બન્યા, જે દેશનું સર્વોચ્ચ પદ છે.

Advertisement

ટોપ સ્ટોરી

'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
દીકરીના જન્મના 24 કલાકમાં જ પિતાને લાગી ₹1.5 કરોડની લોટરી, દીકરીનું નામ રાખ્યું 'બરકત'
દીકરીના જન્મના 24 કલાકમાં જ પિતાને લાગી ₹1.5 કરોડની લોટરી, દીકરીનું નામ રાખ્યું 'બરકત'
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nvidiaના પૂર્વ CEO જેન્સેન હુઆંગના રાજીનામા બાદ ત્રીજા અફેયર સાથે થયા કેટલાક ચોંકાવનારા ખુલાસા
Nvidiaના પૂર્વ CEO જેન્સેન હુઆંગના રાજીનામા બાદ ત્રીજા અફેયર સાથે થયા કેટલાક ચોંકાવનારા ખુલાસા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
Embed widget