શોધખોળ કરો
ક્રિકેટર સાથે લગ્ન કરવા માતા-પિતા બનતા હતા અડચણ, બોયફ્રેન્ડ સાથે મળીને કર્યું એવું કે....
નાગપુરના દત્તવાડી વિસ્તારમાં રહેતા શંકર ચંપાતી (ઉ.72 વર્ષ) અને તેની પત્ની સીમા ચંપાતી (ઉ.64 વર્ષ)ની રવિવારે લાશ મળી હતી. પોલીસે જ્યારે હત્યાના મામલાની તપાસ શરૂ કરી ત્યારે જે સત્ય સામે આવ્યું તે ચોંકાવનારું હતું.

નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. લગ્નમાં અડચણ રૂપ બની રહેલા માતા-પિતાને દત્તક લીધેલી દીકરીએ બોયફ્રેન્ડ સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે, નાગપુરના દત્તવાડી વિસ્તારમાં રહેતા શંકર ચંપાતી (ઉ.72 વર્ષ) અને તેની પત્ની સીમા ચંપાતી (ઉ.64 વર્ષ)ની રવિવારે લાશ મળી હતી. પોલીસે જ્યારે હત્યાના મામલાની તપાસ શરૂ કરી ત્યારે જે સત્ય સામે આવ્યું તે ચોંકાવનારું હતું. પોલીસને તપાસ દરમિયાન ખબર પડી કે ચંપાતી દંપતીની હત્યા તેની પુત્રી એશ્વર્યા (ઉ. 23 વર્ષ)એ બોયફ્રેન્ડ મોહમ્મદ ઇકલાખ ખાન સાથે મળીને કરી હતી. એશ્વર્યા અને ઇકલાખ બંને એકબીજાના પ્રેમમાં હતા. એશ્વર્યા એન્જિનિયર છે અને ઇકલાખ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે. બંને વચ્ચે અફેરની ખબર એશ્વર્યાના મા-બાપને પડી તો તેઓ આ વાતથી ખુશ નહોતા. તેઓ ઘર વેચીને પુણે શિફ્ટ થઈ જવાના હતા પરંતુ તે પહેલા જ એશ્વર્યા અને ઇકલાખે તેમની હત્યા કરી દીધી. એશ્વર્યા જ્યારે માત્ર 8 મહિનાની હતી ત્યારે તેના મા-બાપનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. જે બાદ વેસ્ટર્ન કોલ ફીલ્ડ્સમાંથી નિવૃત્ત થયેલા શંકર ચપાતીએ તેને દત્તક લીધી હતી. સાધ્વી પ્રજ્ઞા ભાજપમાં થયા સામેલ, કોંગ્રેસના આ દિગ્ગજ નેતા સામે લડી શકે છે ચૂંટણી, જાણો વિગત અબ પૂરે પીછડે સમાજ કો હી ચોર કહને લગ ગયે હૈ, અરે મુઝે ગાલી દો, લેકિન....
વધુ વાંચો



















