શોધખોળ કરો
રાષ્ટ્રપતિના સુરક્ષા કાફલાને નડ્યો અકસ્માત, 6 સુરક્ષા કર્મી ઇજાગ્રસ્ત

નવી દિલ્લીઃ પચ્છિમ બંગાળમાં દાર્જીલિંગથી બાગડોગરા જતી વખતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના કાફલાની સુરક્ષામાં લાગેલી કાર એક ખાડામાં પડી જતા અકસ્માત સર્જાયો હતો. આ કાફલા સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હતા. આ દુર્ઘટનામાં 6 સુરક્ષા કર્મી ઘાયલ થયા છે. તમામ સુરક્ષા કર્મીઓને બચાવી લેવામાં આવ્યા છે. મમતા બેનર્જી સાથે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી અને કૉંગ્રેસના નેતા શ્રર્મિષ્ઠા અને ભાઇ અભિજીત પણ સાથે હતા. જાણવા મળતી માહિતી મુજબ કાફલો દાર્જીલિંગના સોનાદાથી ગુજરી રહ્યો હતો. ત્યારે ઘુમ્મસને લીધે કાર એક વળાંક પર ખાડામાં પડી હતી. મમતા બેનર્જીના દેખરેખ નીચે બચાવ કાર્ય કરવમાં આવ્યું હતું. અને તમામ સુરક્ષા કર્મીઓને બચાવી લેવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તો સુરક્ષા કર્મીઓને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ કાર્યલય તરફથી ટ્વીટ કરીને આ અંગે માહિતી આપવામાં આવી છે. અને જણાવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ સુરક્ષિત છે. આ ઘટના બાદ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પણ રાષ્ટ્રપતિના ખબર અંતર પુછ્યા હતા.
Before You Go
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ






















