શોધખોળ કરો

CoronaVirus: શરીરમાં ધીમે ધીમે આ રીતે ફેલાય છે કોરોના, જાણી લો શું છે લક્ષણો

રિસર્ચરોએ આ ખાસ રિસર્ચ ચીનના વુહાન શહેરની બહાર લગભગ 50 વિસ્તારોમાં કર્યુ હતુ. હેલ્થ એક્સપર્ટે આ દરમિયાન લોકોને 14 દિવસ સુધી સેલ્ફ આઇસૉલેટમાં રહેવાની પણ સલાહ આપી છે

નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોનાની અસર સતત વધી રહી છે. ભારતમાં અત્યાર સુધી 147 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે, જેમાં ત્રણ વ્યક્તિએ પોતાના જીવ પણ ગુમાવી દીધા છે. કોરોના એકદમ ખતરનાક અને જીવલેણ બિમારી છે. કોરોના વાયરસના લક્ષણો વિશે કેટલાક રિસર્ચરોએ રિસર્ચ કર્યુ છે, તે પ્રમાણે ત્રણ લક્ષણો ખાસ છે. જર્નલ એનલ ઓફ ઇન્ટરનલ મેડિસિનની એક રિપોર્ટ અને રિસર્ચરોના રિસર્ચ પ્રમાણે કોરોના વાયરસ ક્યારે લાગુ પડે છે, તેના ત્રણ લક્ષણો મુખ્ય છે. શોધકર્તાઓના જણાવ્યા પ્રમાણે પાંચ દિવસની અંદર કોઇપણ વ્યક્તિને અહીં બતાવેલા ત્રણ લક્ષણો જણાય તો સમજી લેવુ કોરોનાની અસર ચાલુ થઇ ગઇ છે. CoronaVirus: શરીરમાં ધીમે ધીમે આ રીતે ફેલાય છે કોરોના, જાણી લો શું છે લક્ષણો 1. અમેરિકન રિસર્ચરો દ્વારા જાહેર કરાયેલા આ રિપોર્ટમાં કહેવાયુ છે કે કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા બાદ પહેલા પાંચ દિવસમાં વ્યક્તિને સુકી ખાંસી-ઉધરસ આવવાનુ શરૂ થઇ જાય છે. 2. દર્દીને વધારે પડતો તાવ ચઢવા લાગે છે, અને તેના શરીરનું તાપમાન એકદમ વધી જાય છે. અત્યાર સુધી ઘણાં હેલ્થ એક્સપર્ટ કોરોનાના વાયરસમાં વધારે તાવ ચઢવાનો દાવો કરી ચૂક્યા છે. 3. કોરોના વાયરસ થાય ત્યારે પહેલા પાંચ દિવસમાં માણસને શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે શ્વાસની તકલીફ ફેફસામાં લાળ ફેલાવવાના કારણે થાય છે. ખાસ વાત છે કે, નેશનલ હેલ્થ સેન્ટર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ કોરોનાના આ જ લક્ષણો બતાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રિસર્ચરોએ આ ખાસ રિસર્ચ ચીનના વુહાન શહેરની બહાર લગભગ 50 વિસ્તારોમાં કર્યુ હતુ. હેલ્થ એક્સપર્ટે આ દરમિયાન લોકોને 14 દિવસ સુધી સેલ્ફ આઇસૉલેટમાં રહેવાની પણ સલાહ આપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં નવો વળાંક: પિયુષ ગોયલે મૂકી આકરી શરત, શું અમેરિકા માનશે ભારતની શરત?
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
પેપર લીક કરનારાઓની હવે ખેર નથી: 10 વર્ષની જેલ અને 50 લાખનો દંડ, જાણો નવા નિયમો
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
Embed widget