શોધખોળ કરો

સાવધાન! ઉનાળામાં AC જ નહીં, ફ્રિજમાં પણ થઈ શકે છે બ્લાસ્ટ, જાણો બચવાના ખાસ ઉપાયો

Refrigerator Safety Tips: ઉનાળાની કાળઝાળ ગરમીમાં AC ની જેમ તમારું ફ્રિજ પણ ફાટી શકે છે. ટિપ્સથી અકસ્માત ટાળો..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઉનાળામાં ફ્રિજ વધુ ગરમ થઈ, કોમ્પ્રેસર ફાટવાનું જોખમ રહે છે.
  • વેન્ટિલેશનનો અભાવ, વોલ્ટેજ વધઘટ, ગેસ લીકેજ કારણ બની શકે.
  • ફ્રિજ દીવાલથી દૂર, ગરમીથી બચાવી, નિયમિત સર્વિસિંગ કરાવવું.
  • અવાજ, ગંધ, તણખા દેખાય તો તરત બંધ કરી ટેકનિશિયન બોલાવો.

Refrigerator Safety Tips: ઉનાળાની આ ભયંકર ગરમીમાં આપણે AC ફાટવાના અને તેને કારણે બિલ્ડીંગોમાં મોટી આગ લાગવાના ઘણા કિસ્સાઓ વિશે સાંભળ્યું છે. પણ શું તમે જાણો છો કે માત્ર AC જ નહીં, તમારા ઘરમાં મૂકેલું રેફ્રિજરેટર (ફ્રિજ) પણ ગમે ત્યારે ફાટી શકે છે? જી હા, ગરમીની ઋતુમાં ફ્રિજ બ્લાસ્ટ થવાનું જોખમ ઘણું વધી જાય છે. જો તમને આ વિશે ખ્યાલ નથી, તો આજે અમે તમને જણાવીશું કે ફ્રિજ શા માટે ફાટે છે અને કેટલીક સરળ સાવચેતીઓ રાખીને તમે આ ખતરનાક અકસ્માતને કેવી રીતે ટાળી શકો છો.

આ કારણોસર તમારું ફ્રિજ બની શકે છે બોમ્બ:

ઘરમાં રહેલું ફ્રિજ ગમે ત્યારે મોટો અકસ્માત સર્જી શકે છે, ચાલો સમજીએ તેના મુખ્ય કારણો:

વધુ પડતી ગરમી (ઓવરહીટિંગ): ઉનાળામાં તાપમાન પહેલેથી જ ખૂબ વધારે હોય છે, જેના કારણે ફ્રિજને અંદરથી ઠંડુ રાખવા તેના કોમ્પ્રેસરને બમણી મહેનત કરવી પડે છે. આનાથી કોમ્પ્રેસર વધુ ગરમ થાય છે અને ફાટવાનું જોખમ વધી જાય છે.

હવા-ઉજાસનો અભાવ (વેન્ટિલેશન): આપણે ઘણીવાર ફ્રિજને દીવાલને સાવ અડીને કે એવી સાંકડી જગ્યામાં મૂકી દઈએ છીએ જ્યાં પાછળના ભાગમાં હવા જઈ શકતી નથી. પૂરતું વેન્ટિલેશન ન મળવાથી કોમ્પ્રેસર ગરમ થાય છે.

વોલ્ટેજમાં વધઘટ: ઘરમાં આવતી વીજળીના વોલ્ટેજમાં જો વારંવાર વધઘટ થતી રહે, તો તે ફ્રિજના કોમ્પ્રેસર માટે જોખમી બની શકે છે અને બ્લાસ્ટ પણ થઈ શકે છે.

ગેસ લીકેજ: ક્યારેક ફ્રિજમાંથી ગેસ લીક થતો હોય છે અને આપણે તેના પર ધ્યાન આપતા નથી. આ લીકેજ ભયાનક વિસ્ફોટનું કારણ બની શકે છે.

ખામીયુક્ત વાયરિંગ: ઘણી વાર ફ્રિજના વાયરિંગમાં કોઈ ખામી હોય અથવા આપણે તેને એવા પ્લગ કે સોકેટમાં લગાવી દઈએ છીએ જે ફ્રિજનો લોડ ખેંચી શકતું નથી, ત્યારે શોર્ટ સર્કિટ થવાની શક્યતા વધી જાય છે.

ફ્રીજમાં રાખેલો લોટ એટલે જાણે બેક્ટેરિયાનું ઘર! ઉનાળામાં ભૂલથી પણ ના કરશો આ કામ

ઉનાળામાં આ રીતે રાખો તમારા ફ્રિજની સંભાળ:

જેવી રીતે તમે AC ને બગડતું કે ફાટતું અટકાવવા તેની કાળજી લો છો, તેવી જ રીતે ફ્રિજનું પણ ધ્યાન રાખવું જોઈએ. આ રહી કેટલીક સરળ ટિપ્સ:

દીવાલથી દૂર રાખો: ફ્રિજને હંમેશા એવી જગ્યાએ મૂકો જ્યાં હવાની સારી અવરજવર હોય. તેને દીવાલથી ઓછામાં ઓછું 4 થી 6 ઇંચ દૂર રાખવું જોઈએ.

ગરમીથી બચાવો: ફ્રિજ પર સીધો તડકો ન પડવો જોઈએ. તેને ગેસ સ્ટોવ કે અન્ય કોઈ ગરમ વસ્તુની નજીક ક્યારેય ન મૂકો.

સફાઈ જરૂરી છે: ફ્રિજની પાછળ આવેલી કન્ડેન્સર કોઇલ પર ધૂળ જામવા ન દો. ધૂળના થર જામવાથી ફ્રિજ જલ્દી ગરમ થઈ જાય છે.

ખીચોખીચ ન ભરો: ફ્રિજમાં વધુ પડતો સામાન ઠાંસી-ઠાંસીને ન ભરો. અંદર ઠંડી હવા ફરવા માટે જગ્યા હોવી જરૂરી છે, નહીં તો કોમ્પ્રેસર પર લોડ પડશે.

વારંવાર દરવાજો ન ખોલો: ફ્રિજનો દરવાજો વારંવાર ખોલ-બંધ કરવાથી અંદરની ઠંડક બહાર જતી રહે છે, જેથી તાપમાન જાળવી રાખવા કોમ્પ્રેસરે વધારે કામ કરવું પડે છે.

સ્ટેબિલાઇઝર લગાવો: વોલ્ટેજની વધઘટથી બચવા હંમેશા સારા સ્ટેબિલાઇઝર અથવા સર્જ પ્રોટેક્ટરનો ઉપયોગ કરો. અચાનક આવતો હાઈ વોલ્ટેજ ફ્રિજને બાળી શકે છે.

અવાજ અને ગંધ પર ધ્યાન આપો: જો ફ્રિજમાંથી કોઈ વિચિત્ર કે મોટો અવાજ આવે, બળવાની ગંધ આવે કે તણખા ઝરતા દેખાય, તો તેને જરાય અવગણશો નહીં. તરત જ સ્વીચ બંધ કરો અને ટેકનિશિયનને બોલાવો.

નિયમિત સર્વિસિંગ: વર્ષમાં ઓછામાં ઓછી 1 વાર ફ્રિજની સર્વિસ ચોક્કસ કરાવો. તેમાં વાયરિંગ અને ગેસ લીકેજની ખાસ તપાસ કરાવવી જોઈએ.

Frequently Asked Questions

ઉનાળામાં ફ્રિજ ફાટવાનું જોખમ શા માટે વધી જાય છે?

ઉનાળાની ગરમીમાં ફ્રિજના કોમ્પ્રેસરને વધુ મહેનત કરવી પડે છે, જેના કારણે તે વધુ ગરમ થઈ શકે છે. પૂરતું વેન્ટિલેશન ન મળવાથી પણ ગરમી વધી શકે છે.

ફ્રિજને દીવાલથી કેટલું દૂર રાખવું જોઈએ?

ફ્રિજને હંમેશા એવી જગ્યાએ મૂકવું જોઈએ જ્યાં હવાની સારી અવરજવર હોય. તેને દીવાલથી ઓછામાં ઓછું 4 થી 6 ઇંચ દૂર રાખવું જોઈએ.

ફ્રિજને કઈ વસ્તુઓની નજીક ન રાખવું જોઈએ?

ફ્રિજ પર સીધો તડકો ન પડવો જોઈએ. તેને ગેસ સ્ટોવ કે અન્ય કોઈ ગરમ વસ્તુની નજીક ક્યારેય ન મૂકવું જોઈએ.

વોલ્ટેજની વધઘટથી ફ્રિજને કેવી રીતે બચાવી શકાય?

વોલ્ટેજની વધઘટથી બચવા હંમેશા સારા સ્ટેબિલાઇઝર અથવા સર્જ પ્રોટેક્ટરનો ઉપયોગ કરવો જોઈએ. આ અચાનક આવતા હાઈ વોલ્ટેજથી ફ્રિજને બચાવી શકે છે.

ફ્રિજની નિયમિત સર્વિસિંગ શા માટે જરૂરી છે?

વર્ષમાં ઓછામાં ઓછી એક વાર ફ્રિજની સર્વિસ કરાવવી જોઈએ. તેમાં વાયરિંગ અને ગેસ લીકેજ જેવી બાબતોની ખાસ તપાસ કરાવવી જરૂરી છે.

ટોપ સ્ટોરી

Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ

Embed widget