શોધખોળ કરો

લગ્ન પહેલા શારીરિક સંબંધો બાંધવા યોગ્ય કે અયોગ્ય? સુપ્રીમ કોર્ટે આ મામલે કરી ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે લગ્ન પહેલાં શારીરિક સંબંધો બાંધતા પહેલા યુવક અને યુવતીએ સાવધાન રહેવું જોઈએ. કારણ કે તેઓ એકબીજા માટે અજાણ્યા છે.

સુપ્રીમ કોર્ટે સોમવારે (16 ફેબ્રુઆરી) શારીરિક સંબંધો અંગેના એક કેસની સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે લગ્ન પહેલાં શારીરિક સંબંધો બાંધતા પહેલા યુવક અને યુવતીએ સાવધાન રહેવું જોઈએ. કારણ કે તેઓ એકબીજા માટે અજાણ્યા છે. બળાત્કારના અને લગ્નનું વચન આપવાના આરોપ સંબંધિત એક કેસમાં જામીન અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. 

યુવકે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર લગ્ન કર્યા હોવા છતાં એક મહિલા સાથે લગ્નનું વચન આપીને શારીરિક સંબંધો બાંધવા અને પછી અન્ય મહિલા સાથે લગ્ન કરવાનો આરોપ છે. જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુયાનની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. 

લાઈવ લોના રિપોર્ટ અનુસાર, જસ્ટિસ નાગરત્નાએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે લગ્ન પહેલાં શારીરિક સંબંધો બાંધતા પહેલા સાવધાની રાખવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, "બની શકે છે અમે જૂના જમાનાના વિચારો ધરાવતા હોઈ શકીએ છીએ, પરંતુ લગ્ન પહેલા એક યુવક અને યુવતી અજાણ્યા હોય છે. તેમના સંબંધોમાં ગમે તેટલા ઉતાર-ચઢાવ હોય, અમે એ સમજવામાં અસમર્થ છીએ કે તેઓ લગ્ન પહેલાં શારીરિક સંબંધો કેવી રીતે બાંધી શકે છે."

રિપોર્ટ અનુસાર, ફરિયાદીની આરોપી સાથે મુલાકાત વર્ષ 2022માં એક મેટ્રિમોનિયલ વેબસાઇટ મારફતે થઈ હતી. એવો આરોપ છે કે આરોપીએ મહિલાને લગ્નનું ખોટું વચન આપ્યું હતું અને તેની સાથે ઘણી વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. ફરિયાદીના જણાવ્યા મુજબ, આરોપીના કહેવા પર તે દુબઈ પણ ગઈ હતી, જ્યાં લગ્નના સપના બતાવીને તેની સાથે જાતીય સંબંધો બાંધવામાં આવ્યા હતા. તેણીની સંમતિ વિના પ્રાઈવેટ વીડિયો બનાવ્યા હતા અને વિરોધ કરવા પર વાયરસ કરવાની ધમકી આપી હતી. 

ફરિયાદીના જણાવ્યા મુજબ, બાદમાં તેણીને જાણ થઈ હતી કે આરોપી પહેલાથી જ પરિણીત છે. સુનાવણી દરમિયાન, કોર્ટે ફરિયાદીને તેમના લગ્ન પહેલા દુબઈ જવા અંગે સવાલ કર્યો જેના પર કહ્યું કે બંન્ને લગ્ન કરવાનું આયોજન કરી રહ્યા હતા. જેના પર જસ્ટિસ નાગરત્નાએ ટિપ્પણી કરી હતી કે જો મહિલા લગ્ન પ્રત્યે ગંભીર હતી, તો તેણીએ લગ્ન પહેલા આરોપી સાથે ન જવું જોઈએ. નોંધનીય છે કે જિલ્લા અદાલત અને દિલ્હી હાઈકોર્ટે પહેલાથી જ આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે. આ પછી આરોપીએ સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન (SLP) દાખલ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
'અયોધ્યા જઈને કેસ કરીશ', રામ મંદિર દાન ચોરી મામલે દિગ્વિજય સિંહનું એલાન
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 
Weather Update: વીજળીના કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: આજે 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 70 કિમીની સ્પીડથી ફૂંકાશે પવન
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ
Gold- Silver Price: ફરી મોંઘું થયું સોનું, જાણો ચાંદીના શું છે હાલ, જુઓ 24K, 22K, 18K ગોલ્ડ-સિલ્વર રેટ
Gold- Silver Price: ફરી મોંઘું થયું સોનું, જાણો ચાંદીના શું છે હાલ, જુઓ 24K, 22K, 18K ગોલ્ડ-સિલ્વર રેટ
ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
પ્રાઇવેટ કારની છત પર Carrier લગાવતા પહેલાં જાણી લો નિયમ, નહીંતર ભરવો પડશે દંડ
પ્રાઇવેટ કારની છત પર Carrier લગાવતા પહેલાં જાણી લો નિયમ, નહીંતર ભરવો પડશે દંડ
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર
Embed widget