શોધખોળ કરો
Advertisement
રાષ્ટ્રીય સચિવની બેઠક દરમિયાન કૉંગ્રેસની મહિલા નેતાને માર્યો માર, વીડિયો વાયરલ
આ વીડિયો સામે આવ્યા બાદ કૉંગ્રેસ પર સવાલ ઉભા થઇ રહ્યા છે, આ સાથે જ લોકો આ ઘટનાની નિંદા કરી રહ્યા છે. રાષ્ટ્રીય સચિવની બેઠક દરમિયાન આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
લખનઉ: ઉત્તર પ્રદેશના દેવરિયામાં કોંગ્રેસના એક કાર્યક્રમનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં કૉંગ્રેસ નેતા એક મહિલા સાથે દુર્વ્યવહાર કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ કૉંગ્રેસ પર સવાલ ઉભા થઇ રહ્યા છે, આ સાથે જ લોકો આ ઘટનાની નિંદા કરી રહ્યા છે. રાષ્ટ્રીય સચિવની બેઠક દરમિયાન આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.
ઉત્તર પ્રદેશના દેવરિયામાં કૉંગ્રેસના એક કાર્યક્રમમાં મહિલા નેતા સાથે કાર્યકર્તાઓએ મારઝૂડ કરી હોવાનો મામલો સામે આવી રહ્યો છે. કોંગ્રેસ કાર્યકર્તા તારા યાદવે આરોપ લગાવ્યો છે કે પાર્ટીના કાર્યકર્તાઓએ તેમની સાથે હાથચાલાકી કરી કારણ કે તે પાર્ટીના નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા હતા. આ મામલે તેમણે પ્રિયંકા ગાંધી પાસે જવાબ માંગ્યો છે.
દેવરિયામાં પેટાચૂંટણીમાં કૉંગ્રેસે મુકુન્દ ભાસ્કરને ટિકિટ આપી છે. પાર્ટીની નેતા તારા યાદવ ભાસ્કરને ઉમેદવાર બનાવવા સામે વાંધો ઉઠાવી રહી હતી જે બાદ પાર્ટીના એક કાર્યક્રમમાં તેમની સાથે આવો દુર્વ્યવહાર કરવામાં આવ્યો. તારા યાદવનો આરોપ છે કે પાર્ટીના કાર્યકર્તાઓએ તેમની સાથે મારઝૂડ કરી કારણ કે તે ટિકિટ આપવા પર સવાલ ઉઠાવી રહી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion