શોધખોળ કરો
મને 50 કરોડ મળે તો હું મોદીની હત્યા કરાવી દઉં, આ આઘાતજનક નિવેદન અંગે શું કરાયો ખુલાસો?
સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહેલા વીડિયોમાં તેજ બહાદુર યાદવની સાથે બેઠેલા એક વ્યક્તિ તેમને કહેતા દેખાઇ રહ્યા છે કે તમે 24 કલાકમાં મોદીને મારી દઇશ.

નવી દિલ્હીઃ બીએસએફમાંથી બરતરફ કરવામાં આવેલ તેજ બહાદુર યાદવ પીએમ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ વારાણસીમાંથી ઉમેદવારી રદ્દ થયા બાદ એક નવા વિવાદમાં ફસાઈ ગયા છે. તેજ બહાદુરના 2 વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેમાં તેજ બહાદુર કોઈને કહી રહ્યા છે કે, 50 કરોડ રૂપિયા મળવા પર તે મોદીની હત્યા કરાવી દેશે.
સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહેલા વીડિયોમાં તેજ બહાદુર યાદવની સાથે બેઠેલા એક વ્યક્તિ તેમને કહેતા દેખાઇ રહ્યા છે કે તમે 24 કલાકમાં મોદીને મારી દઇશ. આ અંગે તેજ બહાદુર કહે છે કે 50 કરોડ અપાવી દો તો મારી દઇશ. ત્યાર બાદ બીજો વ્યક્તિ કહી રહ્યો છે કે ભારતમાં તો કોઇ પૈસા નહી આપે, પાકિસ્તાનથી મળી શકે છે. તેનાં જવાબમાં તેજ બહાદુરે કહ્યું કે, હું મારા દેશ માટે વફાદાર છું. દેશ સાથે ગદ્દારી નહી કરુ. જો અહીંથી કોઇ 50 કરોડ આપશો તો એકાઉન્ટમાં પૈસા આવ્યાનાં 72 કલાક બાદ મોદીને મારી દઇશ.
જોકે તેજબહાદુરે આ મામલે ખુલાસો કર્યો હતો કે, તેણે દારૂ તો પીથો હતો પરંતુ 50 કરોડમાં મોદીની હત્યાની વાત ષડયંત્ર ગણાવી હતી. તેમણે દાવો કર્યો હોત કે, આ ભાજપના આઈટી સેલના કારનામા છે. તેમણે કહ્યું કે, ટૂંકમાં જ તે આ મામલે ફરિયાદ નોંધાવશે. ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે વાયરલ વીડિયો પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, પીએમ મોદી વિરૂદ્ધ વિપક્ષની આવી હિંસક યોજનાઓ જોઈને અમે સ્તબ્ધ છીએ.
સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહેલા વીડિયોમાં તેજ બહાદુર યાદવની સાથે બેઠેલા એક વ્યક્તિ તેમને કહેતા દેખાઇ રહ્યા છે કે તમે 24 કલાકમાં મોદીને મારી દઇશ. આ અંગે તેજ બહાદુર કહે છે કે 50 કરોડ અપાવી દો તો મારી દઇશ. ત્યાર બાદ બીજો વ્યક્તિ કહી રહ્યો છે કે ભારતમાં તો કોઇ પૈસા નહી આપે, પાકિસ્તાનથી મળી શકે છે. તેનાં જવાબમાં તેજ બહાદુરે કહ્યું કે, હું મારા દેશ માટે વફાદાર છું. દેશ સાથે ગદ્દારી નહી કરુ. જો અહીંથી કોઇ 50 કરોડ આપશો તો એકાઉન્ટમાં પૈસા આવ્યાનાં 72 કલાક બાદ મોદીને મારી દઇશ.
જોકે તેજબહાદુરે આ મામલે ખુલાસો કર્યો હતો કે, તેણે દારૂ તો પીથો હતો પરંતુ 50 કરોડમાં મોદીની હત્યાની વાત ષડયંત્ર ગણાવી હતી. તેમણે દાવો કર્યો હોત કે, આ ભાજપના આઈટી સેલના કારનામા છે. તેમણે કહ્યું કે, ટૂંકમાં જ તે આ મામલે ફરિયાદ નોંધાવશે. ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે વાયરલ વીડિયો પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, પીએમ મોદી વિરૂદ્ધ વિપક્ષની આવી હિંસક યોજનાઓ જોઈને અમે સ્તબ્ધ છીએ. Before You Go
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ





















