શોધખોળ કરો
જમ્મુ-કાશ્મીરમાં ફરી થયો આતંકી હુમલો, ગંગૂ વિસ્તારમાં અથડામણ દરમિયાન એક જવાન ઘાયલ
પુલવામાના ગંગૂલ વિસ્તારમાં આ હુમલો થયો છે. જાણકારી અનુસાર હુમલામાં એક જવાન ઘાયલ થઇ ગયો છે. હાલ સુરક્ષાદળોનુ ઓપરેશન ચાલુ છે, આતંકીઓની શોધખોળ ચાલી રહી છે

પ્રતિકાત્મક તસવીર
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો પર આતંકીઓએ હુમલો કર્યો છે. પુલવામાના ગંગૂલ વિસ્તારમાં આ હુમલો થયો છે. જાણકારી અનુસાર હુમલામાં એક જવાન ઘાયલ થઇ ગયો છે. હાલ સુરક્ષાદળોનુ ઓપરેશન ચાલુ છે, આતંકીઓની શોધખોળ ચાલી રહી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, પુલવામા જિલ્લાના ગંગૂમાં પોલીસ અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમ પર આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. ઘાયલ સીઆરપીએફ જવાનને હોસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યુ કે, ઘટના વિશે વિસ્તૃત જાણકારી હજુ આવી શકી નથી.
Before You Go
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય






















