શોધખોળ કરો

આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા

Tomorrow weather forecast India: હવામાન વિભાગે (IMD) દિલ્હી, યુપી, બિહાર અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં વરસાદ, કરા અને તોફાની પવનની ચેતવણી આપી; જાણો 31 મેના રોજ ક્યાં કેવું રહેશે હવામાન.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 10 રાજ્યોમાં 70 કિમી/કલાકની ઝડપે પવન સાથે વરસાદ.
  • દિલ્હી, યુપી, બિહાર, રાજસ્થાનમાં ભારે વરસાદ, કરા.
  • હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબમાં તોફાની પવન, વરસાદની આગાહી.
  • પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુમાં વાવાઝોડું, ધોધમાર વરસાદ.

Tomorrow weather forecast India: શું તમે પણ આ કાળઝાળ ગરમી અને બફારાથી કંટાળી ગયા છો? તો તમારા માટે એક સારા સમાચાર છે. હવામાન વિભાગે (IMD) લોકોને ગરમીમાંથી બહુ મોટી રાહત આપતી આગાહી કરી છે. IMD ના લેટેસ્ટ અપડેટ મુજબ, આગામી 15 કલાકની અંદર દેશના 10 જેટલા રાજ્યોમાં હવામાનમાં અચાનક મોટો પલટો આવવાની પૂરેપૂરી સંભાવના છે. આ રાજ્યોમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની સાથે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી (એલર્ટ) જાહેર કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાનથી લઈને ઉત્તર ભારત અને દક્ષિણના કેટલાક રાજ્યોમાં આ તોફાની હવામાનની અસર જોવા મળશે, જેનાથી તાપમાનનો પારો ગગડશે અને સામાન્ય જનતાને ગરમીથી મોટો હાશકારો મળશે.

આ 10 રાજ્યોમાં જારી કરાયું છે એલર્ટ

હવામાન વિભાગે જે 10 રાજ્યો માટે વરસાદ, તોફાન અને વાવાઝોડાની આગાહી કરી છે તેમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તમિલનાડુનો સમાવેશ થાય છે.

ક્યાં કેવું રહેશે હવામાન?

દિલ્હી (યલો એલર્ટ): 31 મેના રોજ દિલ્હીનું વાતાવરણ એકદમ ખુશનુમા રહેશે. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અને જોરદાર પવન ફૂંકાઈ શકે છે. 1 જૂને લોકોને ગરમીથી સારી એવી રાહત મળશે (મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લઘુત્તમ 25 ડિગ્રી આસપાસ રહેશે). જોકે, 2 જૂનથી ફરી પારો ઊંચકાશે અને 4 જૂન સુધીમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

ઉત્તર પ્રદેશ (વરસાદ અને તોફાન): યુપીમાં આગામી બે દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. સહારનપુરમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે લખનૌ, વારાણસી અને પ્રયાગરાજ સહિત 20 જિલ્લાઓમાં 80 કિમી/કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની અને કરા પડવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ

બિહાર (કરા અને વાવાઝોડું): 31 મેના રોજ પટણા, રાજગીર, સિવાન અને ભાગલપુરમાં વાવાઝોડા સાથે વરસાદ અને કરા પડવાની ચેતવણી છે. પટણામાં પવનની ઝડપ 100 કિમી/કલાક સુધી પહોંચી શકે છે, જેથી લોકોએ ખાસ સાવચેત રહેવું.

રાજસ્થાન (આંધી અને વરસાદ): પૂર્વ રાજસ્થાનના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ (આંધી) ઉડશે, જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં વરસાદ અને કરા પડી શકે છે. આ વરસાદી માહોલના કારણે તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ (પહાડી રાજ્યો): હિમાચલ પ્રદેશમાં 4 જૂન સુધી તોફાની પવન (40-50 કિમી/કલાક) અને કરા સાથે વરસાદનો સિલસિલો ચાલુ રહેશે. ઉત્તરાખંડમાં પણ હળવો વરસાદ અને ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી છે. લોકોને વીજળી પડવા અંગે ચેતવણી આપવામાં આવી છે.

પંજાબ (વરસાદની આગાહી): પંજાબના ચંદીગઢ, મોહાલી, પઠાણકોટ અને ગુરદાસપુર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે, જે લોકોને ગરમીથી મોટી રાહત આપશે.

આ પણ વાંચોઃ આગામી 4 દિવસ ગુજરાતના આ 12 જિલ્લાઓમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ; હવામાન વિભાગની મોટી આગાહી

પશ્ચિમ બંગાળ અને ઓડિશા: બંગાળના દરિયાકાંઠે 40 થી 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, આથી માછીમારોને દરિયામાં ન જવાની કડક સૂચના અપાઈ છે. ઓડિશાના સુંદરગઢ, સંબલપુર જેવા વિસ્તારોમાં વાવાઝોડાની આગાહી છે, જ્યારે પુરી, કટક અને ભદ્રકમાં ગરમી અને બફારો યથાવત રહેશે.

તમિલનાડુ (ભારે વરસાદ): દક્ષિણના આ રાજ્યના 14 જિલ્લાઓમાં (જેમ કે કોઈમ્બતુર, નીલગિરી, સાલેમ, તિરુપુર) આગામી બે દિવસ સુધી ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડવાની આગાહી છે. અહીં સળંગ એક અઠવાડિયા સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.

Frequently Asked Questions

ભારતના કયા રાજ્યોમાં હવામાનમાં પલટો આવશે?

દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તમિલનાડુ જેવા 10 રાજ્યોમાં હવામાન બદલાવવાની સંભાવના છે.

આ રાજ્યોમાં હવામાનની આગાહી શું છે?

આ રાજ્યોમાં 70 કિમી/કલાકની ઝડપે પવન, વરસાદ અને વાવાઝોડાની આગાહી છે, જેનાથી ગરમીથી રાહત મળશે.

દિલ્હીમાં હવામાન કેવું રહેશે?

દિલ્હીમાં 31 મેના રોજ હળવો વરસાદ અને પવન ફૂંકાશે. 1 જૂને ગરમીથી રાહત મળશે, પરંતુ 2 જૂનથી ફરી તાપમાન વધશે.

ઉત્તર પ્રદેશ અને બિહારમાં હવામાન કેવું રહેશે?

યુપીમાં આગામી બે દિવસ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. બિહારમાં પણ વાવાઝોડા સાથે વરસાદ અને કરા પડી શકે છે.

રાજસ્થાનમાં હવામાનની શું આગાહી છે?

પૂર્વ રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ ઉડશે, જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં વરસાદ અને કરા પડી શકે છે, જેનાથી તાપમાન ઘટશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિના જ કેમ માની ગયા સોનમ વાંગચુક? જાણો શું કરી સ્પષ્ટતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિના જ કેમ માની ગયા સોનમ વાંગચુક? જાણો શું કરી સ્પષ્ટતા
Advertisement

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી, આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ, 15માં ઓરેન્જ એલર્ટ
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 
Patan Rain: પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ, સાંતલપુરના બરારા ગામમાં 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા

Embed widget