શોધખોળ કરો

બિહારમાં મોટી દુર્ઘટના ટળી, ટ્રેનના થઇ ગયા બે ભાગ, જીવ બચાવવા મુસાફરો મગધ એક્સપ્રેસમાંથી કૂદ્યા

13 કોચ એન્જિન સાથે આગળ ગયા હતા, જ્યારે 9 પાછળ રહી ગયા હતા. લોકો પાયલટને આ વાતની જાણ થતાં જ તેણે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેનને રોકી દીધી. ટ્રેન લગભગ 70 મીટર દૂર જઈને થંભી હતી,

બિહારથી મોટી ટ્રેન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. રવિવારે બપોરે પટના જઈ રહેલી મગધ એક્સપ્રેસને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી અનુસાર  ટ્રેનનું કપલિંગ તૂટવાને કારણે ટ્રેન બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. સારી વાત એ છે કે આ અકસ્માતમાં કોઈનું મોત થયું નથી. તેમજ કોઈને ગંભીર ઈજાપણ  થઈ નથી.

મગઘ એક્સપ્રેસ ટ્રેનનો અકસ્માત રઘુનાથપુર અને ટુડીગંજ સ્ટેશન વચ્ચે થયો હતો.

આ ટ્રેન દુર્ઘટના રઘુનાથપુર અને તુડીગંજ સ્ટેશન વચ્ચે થઈ હતી, જ્યાં ટ્રેનનું કપલિંગ અચાનક તૂટી ગયું હતું. આ પછી, એન્જિન પાછળના કેટલાક કોચ સિવાય બાકીના કોચ સાથે આગળ વધ્યું. અકસ્માત થતાં જ મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને છૂટી પડેલી  બોગીમાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. તેણે ચીસો પાડવા માંડી. આગળ આવેલી બોગી થોડે દૂર ટ્રેક પર દોડ્યા પછી અટકી ગઈ હતી.

મગધ એક્સપ્રેસ ટ્રેનના 13 ડબ્બા આગળ ગયા અને 9 પાછળ રહી ગયા

13 કોચ એન્જિન સાથે આગળ ગયા હતા, જ્યારે 9 પાછળ રહી ગયા હતા. લોકો પાયલટને આ વાતની જાણ થતાં જ તેણે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી અને ટ્રેનને રોકી દીધી. ટ્રેન લગભગ 70 મીટર દૂર જઈને થંભી ગઈ હતી, ત્યારબાદ રેલવે અધિકારીઓને દુર્ઘટનાની જાણકારી આપવામાં આવી. જેના કારણે ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ ટ્રેનની ખામીઓ સુધારી હતી અને થોડા સમય બાદ ટ્રેનને આગળ મોકલવામાં આવી હતી.

અકસ્માત થતાં જ મુસાફરોએ બારીમાંથી કૂદવાનું શરૂ કરી દીધું હતું.

દુર્ઘટનાના સમાચાર મળતા જ ટ્રેનમાં બેઠેલા ઘણા મુસાફરો એટલા ડરી ગયા કે તેઓ બારીમાંથી કૂદવા લાગ્યા. આ દરમિયાન કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જેથી ગેટમાંથી બહાર નીકળતી વખતે અનેક મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, સમાચાર મળતાં જ રેલવે પ્રોટેક્શન ફોર્સના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર દીપક કુમારે પોલીસ ટીમને સ્થળ પર મોકલી અને લોકોને શાંત કર્યા હતા.

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
સહારા રિફંડ પોર્ટલ ફરી ખુલ્યું: ફસાયેલા પૈસા પાછા મેળવવા આ રીતે કરો અરજી, 45 દિવસમાં ખાતામાં આવશે રકમ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
IMD Weather Alert: ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, વાંચો હવામાન અપડેટ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ
ઉજ્જૈનમાં શાહી મસ્જિદના ભાગને હટાવવાને લઈ હોબાળો, પથ્થરમારા બાદ પોલીસ એક્શનમાં; આખા શહેરમાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડની મદદ,ખજુરભાઈએ માન્યો સૌનો આભાર
Gandhinagar Election: ગાંધીનગર ચૂંટણીમાં ગરમાવો, BJPની ટિકિટ ન મળતા નીલાબેન શુક્લાની અપક્ષ ઉમેદવારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
આવતીકાલનું હવામાન એલર્ટ: 2 ચક્રવાત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મચાવશે તબાહી, IMDની ચેતવણી
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
શેરબજારના રોકાણકારો એલર્ટ: BSE અને NSE સતત 3 દિવસ બંધ રહેશે, જાણો તારીખો
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
તમે જે ઘી ખાઓ છો તે અસલી છે? અમદાવાદમાં નકલી ઘીનું મસમોટું કૌભાંડ પકડાયું, AMC એ કરી મોટી કાર્યવાહી
Embed widget