શોધખોળ કરો
Advertisement
બૉયફ્રેન્ડે લગ્ન કરવાની ના પાડી તો ટીવી એન્કરે પી લીધુ ઝેર, વીડિયો થયો વાયરલ
સુડડાગુનડેપલ્યા પોલીસે દિનેશ અને તેના પરિવાર વિરુદ્ધ આત્મહત્યા માટે ઉકસાવવાનો કેસ નોંધ્યો છે. પોલીસે દિનેશના પિતા લોકપ્પા ગૌડા, મા ગાયત્રી, બહેન શીલા અને અંકલ સ્વામી ઉર્ફે દયાનંદ વિરુદ્ધ કેસ નોંધ્યો છે
નવી દિલ્હીઃ એક ટીવી એન્કર ચાંદના વીકેએ આત્મહત્યા કરી લીધી છે. એન્કરે બૉયફ્રેન્ડ દિનેશે લગ્ન કરવાની ના પાડી ત્યારબાદ 28 મેએ તેને આત્મહત્યા કરી લીધી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આત્મહત્યા માટે આત્મહત્યા માટે ઉકસાવવાના આરોપમાં દિનેશ હવે ફરાર થઇ ગયો છે.
સુડડાગુનડેપલ્યા પોલીસે દિનેશ અને તેના પરિવાર વિરુદ્ધ આત્મહત્યા માટે ઉકસાવવાનો કેસ નોંધ્યો છે. પોલીસે દિનેશના પિતા લોકપ્પા ગૌડા, મા ગાયત્રી, બહેન શીલા અને અંકલ સ્વામી ઉર્ફે દયાનંદ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
ચાંદના વીકેએ સુસાઇડ કરતા પહેલા એક વીડિયો બનાવ્યો અને પોતાની મોતના જવાબદાર દિશને ગણાવ્યો હતો. વીડિયો બનાવ્યા બાદ ચાંદના વીકેએ ઝેર પી લીધુ હતુ. વીડિયોમાં તે કહી રહી છે કે તે કહ્યું હતુ કે જો હુ મરી જાઉં, તો તારા માટે સારુ હશે., એટલા માટે, હું મારી જિંદગીને ખતમ કરી રહી છું અને આ માટે તુ જ જવાબદાર છે... દિનેશ. ચાંદના વીકેના પિતાએ પોલીસમાં આ કેસ નોંધાવ્યો છે. તેમનુ કહેવુ છે કે દિનેશ અને તેની દીકરી છેલ્લા પાંચ વર્ષથી રિલેશનશીપમાં હતા.
ચાંદનાના પિતાએ કહ્યું કે દિનેશે તેની દીકરી સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો. પણ પાંચ લાખ રૂપિયા લીધા બાદ તેની દીકરીથી દુર બનાવી લીધી હતી.
તેના પિતાનુ કહેવુ છે કે લૉકડાઉન અને તમામ શૂટ કેન્સલ થવાથી તે પરેશાન હતી, વળી ટીવી એક્ટર મનમીત ગ્રેવાલે પણ આત્મહત્યા કરી હતી, તેના પર પણ મોટુ દેવુ હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement