શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના કુપવાડામાં કર્યો સીઝફાયરનો ભંગ, બે જવાન શહીદ
આ દરમિયાન ભારતના બે જવાનો શહીદ થયા હતા. ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો.
કાશ્મીરઃ પાકિસ્તાને એકવાર ફરી નાપાક હરકત કરી છે.પાકિસ્તાની રેન્જર્સે કુપવાડામાં આજે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. પોલીસે કહ્યું કે, પાકિસ્તાની સૈન્યએ સીઝફાયરનો ભંગ કરતા જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ફાયરિંગ કરી હતી જેમાં બે જવાનો શહીદ થયા હતા અને એક નાગરિકનું મોત થયું હતું.
ન્યૂઝ એજન્સી એએનઆઇના સૂત્રોના મતે તંગધાર સેક્ટર (જમ્મુ અને કાશ્મીર)માં નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેના ઘૂસણખોરોને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવા માટે મદદ કરી રહી હતી. આ દરમિયાન ભારતના બે જવાનો શહીદ થયા હતા. ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો.
નોંધનીય છે કે પાકિસ્તાને 15 ઓક્ટોબરના રોજ સંઘર્ષ વિરામનો ભંગ કર્યો હતો. જેનો ભારતીય જવાનોએ જવાબ આપ્યો હતો. આ વર્ષે સીઝફાયરની 2300થી વધુ ઘટનાઓ નોંધાઇ ચૂકી છે. ગુપ્ત રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૌઇબાના આતંકવાદીઓ નિયંત્રણ રેખા પર એકઠા થયા છે જેથી તક મળતા તેઓ ભારતીય સરહદમાં પ્રવેશ કરી શકે.Indian Army sources: Two Indian soldiers killed in ceasefire violation, along the Line of Control in Tangdhar sector (Jammu and Kashmir), when Pakistan Army was pushing infiltrators into Indian territory. Indian Army is retaliating strongly in the entire sector. pic.twitter.com/xIhej3hizo
— ANI (@ANI) October 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આરોગ્ય
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion