શોધખોળ કરો

Udhampur Encounter: જમ્મુ-કાશ્મીરમાં સેનાની મોટી કાર્યવાહી, એન્કાઉટરમાં બે આતંકવાદી ઠાર

Udhampur Encounter: સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના બ્રટ્ટલ વિસ્તારમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. પ્રતિકૂળ હવામાન, દુર્ગમ ભૂપ્રદેશ અને ઓછી વિઝિબિલિટી હોવા છતાં આ આતંકવાદ-વિરોધી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઉધમપુરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા.
  • ગુપ્ત માહિતી પર મધ્યરાત્રિએ ઓપરેશન શરૂ કરાયું હતું.
  • પ્રતિકૂળ હવામાન અને મુશ્કેલ ભૂપ્રદેશ છતાં અભિયાન ચાલ્યું.
  • વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજુ પણ સક્રિયપણે ચાલુ છે.

Udhampur Encounter: સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના બ્રટ્ટલ વિસ્તારમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. પ્રતિકૂળ હવામાન, દુર્ગમ ભૂપ્રદેશ અને ઓછી વિઝિબિલિટી હોવા છતાં આ આતંકવાદ-વિરોધી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન હાલમાં ચાલુ છે અને વિસ્તારમાં સર્ચ તથા દેખરેખની કામગીરી ચાલી રહી છે.

 

સિક્રેટ માહિતી મળ્યા બાદ શરૂ થયું ઓપરેશન

સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, 16 અને 17 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ ગુપ્ત માહિતી મળી હતી કે ઉધમપુરના બ્રત્તલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા છે. ત્યારબાદ આ વિસ્તારમાં લક્ષિત આર્મી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો....PM Modi Birthday: પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે જાણો ભારતની ડિજિટલ યાત્રા બદલનારી 7 પહેલ

હવામાન ખરાબ હોવાની સાથે વિસ્તારની ભૌગોલિક સ્થિતિ પણ પડકારજનક હતી. ઓછી વિઝિબિલિટી હોવા છતાં વ્હાઇટ નાઇટ કોર્પ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના જવાનોએ સંયુક્ત રીતે ઓપરેશન ચલાવ્યું હતું.

 

ઓપરેશન દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા

સુરક્ષા દળોએ જણાવ્યું કે ઓપરેશન દરમિયાન બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જોકે, માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ અને તેઓ કયા સંગઠન સાથે જોડાયેલા હતા તેની માહિતી હજુ સુધી સત્તાવાર રીતે સામે આવી નથી.

સ્થાનિક રિપોર્ટો અનુસાર, ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર પણ થયો હતો. વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન હથિયારો અને દારૂગોળો પુષ્કળ પ્રમાણમાં જપ્ત કરવામાં આવ્યો હોવાની માહિતી પણ સામે આવી છે.

વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ

સુરક્ષા દળોએ જણાવ્યું કે ઓપરેશન હજુ પૂર્ણ થયું નથી. વિસ્તારમાં અન્ય કોઈ ખતરાની હાજરી તપાસવા માટે સતત સર્ચ અને સર્વેલન્સ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળો સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન સાથે કડક નજર રાખી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો વર્ષ 2026 માં જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં 15 આતંકવાદી ઘટનાઓ બની છે. જેમાં 15 આતંકવાદીઓ ઠાર થયા છે, જ્યારે 2 સુરક્ષાકર્મીઓએ પણ શહાદત વહોરી છે. એટલું જ નહીં, 3 નાગરિકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Frequently Asked Questions

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં શું ઘટના બની?

સુરક્ષા દળોએ ઉધમપુરના બ્રટ્ટલ વિસ્તારમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા. આ અભિયાન પ્રતિકૂળ હવામાન અને દુર્ગમ ભૂપ્રદેશ છતાં હાથ ધરવામાં આવ્યું હતું.

આ ઓપરેશન કઈ માહિતીના આધારે શરૂ કરવામાં આવ્યું હતું?

સુરક્ષા દળોને 16 અને 17 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ ગુપ્ત માહિતી મળી હતી કે ઉધમપુરના બ્રટ્ટલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયેલા છે.

આતંકવાદ-વિરોધી અભિયાનમાં કયા સુરક્ષા દળોએ ભાગ લીધો?

વ્હાઇટ નાઇટ કોર્પ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના જવાનોએ સંયુક્ત રીતે આ ઓપરેશન ચલાવ્યું હતું.

શું ઉધમપુર ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે?

ના, સુરક્ષા દળોએ જણાવ્યું કે ઓપરેશન હજુ પૂર્ણ થયું નથી. વિસ્તારમાં અન્ય કોઈ ખતરાની હાજરી તપાસવા માટે સર્ચ અને સર્વેલન્સ ઓપરેશન ચાલુ છે.

Advertisement

ટોપ સ્ટોરી

કુલગામની મસ્જિદમાં છુપાયેલો છે આતંકી, સુરક્ષાદળોએ વીડિયો કૉલ પર આપી ચેતવણી- 'સરેન્ડર કરી દો'
કુલગામની મસ્જિદમાં છુપાયેલો છે આતંકી, સુરક્ષાદળોએ વીડિયો કૉલ પર આપી ચેતવણી- 'સરેન્ડર કરી દો'
'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત
'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત
PM મોદીના ફિલિપાઇન્સ પ્રવાસની મોટી ઉપલબ્ધિઓ, Quadમાં શરૂ થશે નવી પહેલ
PM મોદીના ફિલિપાઇન્સ પ્રવાસની મોટી ઉપલબ્ધિઓ, Quadમાં શરૂ થશે નવી પહેલ
Lalit Modi British Citizenship: લલિત મોદી બન્યા બ્રિટિશ નાગરિક, શું હવે તેમને ભારત લાવી શકાશે નહીં?
Lalit Modi British Citizenship: લલિત મોદી બન્યા બ્રિટિશ નાગરિક, શું હવે તેમને ભારત લાવી શકાશે નહીં?
Advertisement

વિડિઓઝ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ
તમારે માફી માંગવી હોય તો સમાજની માંગો, જેને 14 દીકરા ગુમાવ્યાં :લલિત કગથરા
સ્નેહમિલનમાં માત્ર દિનેશભાઇએ રંજ વ્યક્ત કર્યો હતો: અલ્પેશ કથીરિયા
Hun To Bolish : હું તો બોલીશ : પાવર પોલીટિક્સ
Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ
Vande Bharat Train: સુરતમાં ચાલુ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થતાં મુસાફરોમાં ગભરાટ, રેલવે પોલીસે નોંધી ફરિયાદ
abp અસ્મિતાના કાર્યક્રમ ‘હું તો બોલીશ’ની મોટી અસર: રાજ્યભરમાં આરોગ્ય વિભાગનું ‘ઓપરેશન હેલ્થ’ શરૂ
abp અસ્મિતાના કાર્યક્રમ ‘હું તો બોલીશ’ની મોટી અસર: રાજ્યભરમાં આરોગ્ય વિભાગનું ‘ઓપરેશન હેલ્થ’ શરૂ
'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત
'દેશના 40 ટકા પ્રદૂષણ માટે હું જવાબદાર છું' -પ્રદૂષણ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની કબૂલાત
ColdWave: ગુજરાતમાં બે દિવસ બાદ ઠંડી વધશે, તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની આગાહી
ColdWave: ગુજરાતમાં બે દિવસ બાદ ઠંડી વધશે, તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની આગાહી
કુલગામની મસ્જિદમાં છુપાયેલો છે આતંકી, સુરક્ષાદળોએ વીડિયો કૉલ પર આપી ચેતવણી- 'સરેન્ડર કરી દો'
કુલગામની મસ્જિદમાં છુપાયેલો છે આતંકી, સુરક્ષાદળોએ વીડિયો કૉલ પર આપી ચેતવણી- 'સરેન્ડર કરી દો'
PM મોદીના ફિલિપાઇન્સ પ્રવાસની મોટી ઉપલબ્ધિઓ, Quadમાં શરૂ થશે નવી પહેલ
PM મોદીના ફિલિપાઇન્સ પ્રવાસની મોટી ઉપલબ્ધિઓ, Quadમાં શરૂ થશે નવી પહેલ
Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા
Cricket News: ગુરનૂર બરારને અગ્રેશન બતાવવું પડ્યુ ભારે, ICCએ આપી કડક સજા
"ફેન્સે મને ખોટો સાબિત કરી દીધો", IPLમાંથી સંન્યાસ લીધા બાદ બોલ્યો MS Dhoni; શેર કર્યો વીડિયો
Embed widget