શોધખોળ કરો

Aadhaar New Rules: UIDAI એ શરૂ કરી 5 નવી સેવાઓ, રાશન માટે ફેસ ઓથેન્ટિકેશન શરૂ!

આધાર કાર્ડ સંબંધિત કામગીરીને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 17મા આધાર દિવસ નિમિત્તે 5 મોટા અને મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • UIDAI એ નાગરિકો માટે પાંચ નવી સેવાઓ શરૂ કરી.
  • રાશન માટે ચહેરાની ઓળખ, કચેરી ટોકન સિસ્ટમ અમલમાં.
  • ઓછા ઉપયોગવાળી સંસ્થાઓ માટે નવું માળખું રજૂ કરાયું.
  • SWIK પોર્ટલ 2.0, નવી વેબસાઇટ સુવિધાઓ સાથે લૉન્ચ.

UIDAI new Aadhaar services: જો તમે આધાર કાર્ડ સંબંધિત સેવાઓનો નિયમિત ઉપયોગ કરો છો, તો તમારા માટે એક ખૂબ જ ઉપયોગી અને રાહતના સમાચાર છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા આધાર સેવાઓને સામાન્ય નાગરિકો માટે પહેલા કરતાં વધુ સરળ, ઝડપી અને અનુકૂળ બનાવવાના ઉદ્દેશ્યથી 5 નવી અને આધુનિક સેવાઓ શરૂ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે તાજેતરમાં 17મા આધાર દિવસ નિમિત્તે આયોજિત 'આધાર સંવાદ' કાર્યક્રમમાં આ નવી પહેલની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ ફેરફારોનો મુખ્ય હેતુ છેવાડાના માનવી સુધી ડિજિટલ સેવાઓની પહોંચ સુધારવાનો છે.

જાણો આ 5 નવી સેવાઓ અને તેના ફાયદાઓ વિશે વિગતવાર માહિતી:

1. રાશન મેળવવા માટે ચહેરાની ઓળખ (Face Authentication)

UIDAI દ્વારા ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ (DFPD) તેમજ રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર (NIC) ના સહયોગથી e-PDS લાભાર્થીઓ માટે એક ક્રાંતિકારી સુવિધા શરૂ કરવામાં આવી છે. હવેથી રાશન લેતી વખતે અમુક કિસ્સાઓમાં ફિંગરપ્રિન્ટ (આંગળીઓની છાપ) ને બદલે ચહેરાની ઓળખથી પણ પ્રમાણીકરણ થઈ શકશે. ખાસ કરીને શ્રમિકો કે વૃદ્ધો જેમને ફિંગરપ્રિન્ટ મેચ થવામાં મુશ્કેલી પડે છે, તેમના માટે આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે. આ એક સંપૂર્ણપણે સંપર્ક રહિત અને ગ્રાહકની સંમતિ પર આધારિત સિસ્ટમ છે, જેને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પોતાની ઈ-પીડીએસ (e-PDS) સિસ્ટમમાં સાંકળી શકે છે.

2. કચેરીની મુલાકાત માટે નવી ટોકન સિસ્ટમ

જે નાગરિકોને આધાર કાર્ડના કામકાજ માટે UIDAI ની પ્રાદેશિક કે રાજ્ય કક્ષાની કચેરીઓની રૂબરૂ મુલાકાત લેવાની જરૂર પડે છે, તેમના માટે 'નવી ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ' અમલમાં મૂકવામાં આવી છે. આનાથી ઓફિસમાં થતી ભીડનું યોગ્ય સંચાલન થશે અને ઓફલાઇન સેવાઓનો લાભ લેવો નાગરિકો માટે ખૂબ જ સરળ બની જશે.

3. ઓછો ઉપયોગ કરતી સંસ્થાઓ માટે નવું ફ્રેમવર્ક

UIDAI એ સબ-AUA / સબ-KUA (લાઇટ) નામનું નવું ફ્રેમવર્ક પણ રજૂ કર્યું છે. આ સુવિધા મુખ્યત્વે એવી સરકારી અને લાયક બિન-સરકારી સંસ્થાઓ માટે છે, જેમને બહુ ઓછી માત્રામાં આધાર પ્રમાણીકરણની જરૂર પડતી હોય છે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે આવી સંસ્થાઓએ પોતાનું અલગ પ્રમાણીકરણ માળખું વિકસાવવું પડશે નહીં, પરંતુ તેઓ હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જ ઉપયોગ કરી શકશે.

4. અત્યાધુનિક SWIK પોર્ટલ 2.0 લોન્ચ

આધાર પ્રમાણીકરણ પ્રક્રિયામાં સામેલ સંસ્થાઓની સુવિધા માટે SWIK પોર્ટલ 2.0 શરૂ કરવામાં આવ્યું છે. લાયકાત ધરાવતી બિન-સરકારી સંસ્થાઓ હવે આ પોર્ટલ મારફતે સંબંધિત સરકારી વિભાગ કે મંત્રાલયને પોતાની દરખાસ્તો સીધી ઓનલાઈન સબમિટ કરી શકશે. આ પોર્ટલનો મુખ્ય હેતુ આધાર પ્રમાણીકરણના ઉપયોગ માટેની અરજી પ્રક્રિયાને અત્યંત સરળ બનાવવાનો છે.

5. નવી સુવિધાઓથી સજ્જ વેબસાઇટ

નાગરિકોની સરળતા માટે UIDAI ની સત્તાવાર વેબસાઇટને નવી ડિઝાઇન સાથે લોન્ચ કરવામાં આવી છે. આ નવી વેબસાઇટ પર આધાર સંબંધિત માહિતી, જરૂરી દસ્તાવેજો અને સહાય ઝડપથી મળી રહેશે. દિવ્યાંગો અને વયોવૃદ્ધ નાગરિકોને ધ્યાનમાં રાખીને તેમાં 'સ્ક્રીન રીડર સપોર્ટ', ફોન્ટની સાઈઝ પોતાની અનુકૂળતા મુજબ નાની-મોટી કરવાની સુવિધા, સુધારેલો રંગ કોન્ટ્રાસ્ટ અને 'કીબોર્ડ નેવિગેશન' જેવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. હાલમાં આ વેબસાઇટ હિન્દી અને અંગ્રેજી સહિત કુલ 13 ભાષાઓને સપોર્ટ કરે છે, જેને ભવિષ્યમાં વધારીને 23 ભાષાઓમાં વિસ્તારવાની સરકારની યોજના છે.

Frequently Asked Questions

UIDAI દ્વારા કઈ નવી સેવાઓ શરૂ કરવામાં આવી છે?

UIDAI એ આધાર સેવાઓને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે 5 નવી સેવાઓ શરૂ કરી છે, જેમાં રાશન માટે ચહેરાની ઓળખ અને નવી ડિઝાઇન કરેલી વેબસાઇટનો સમાવેશ થાય છે.

રાશન મેળવવા માટે ચહેરાની ઓળખની સુવિધા કોના માટે ફાયદાકારક છે?

આ સુવિધા ખાસ કરીને શ્રમિકો કે વૃદ્ધો માટે આશીર્વાદરૂપ છે, જેમને ફિંગરપ્રિન્ટ મેચ થવામાં મુશ્કેલી પડે છે. આ એક સંપર્ક રહિત અને સંમતિ આધારિત સિસ્ટમ છે.

UIDAI ની નવી વેબસાઇટની મુખ્ય સુવિધાઓ શું છે?

નવી વેબસાઇટ પર આધાર સંબંધિત માહિતી ઝડપથી મળે છે. તેમાં દિવ્યાંગો માટે સ્ક્રીન રીડર સપોર્ટ, ફોન્ટ સાઈઝ એડજસ્ટમેન્ટ અને 13 ભાષાઓનો સપોર્ટ જેવી સુવિધાઓ છે.

Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી
સસ્તી હોમ લોન જોઈએ છે? આ 12 સરકારી બેંકોમાં 7% થી વ્યાજ દર શરૂ, જુઓ યાદી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget