શોધખોળ કરો

Nirav Modi: નીરવ મોદીનો બચવાનો પ્રયાસ નિષ્ફળ, લંડન હાઈકોર્ટે પ્રત્યાર્પણની અરજી ફગાવી

Nirav Modi: લંડનની હાઈકોર્ટે નીરવ મોદીની અરજી ફગાવી દીધી છે. નીરવ મોદીએ ભારતમાં પ્રત્યાર્પણનો કેસ ફરીથી ઓપન કરવાની માંગ કરી હતી.

Nirav Modi: લંડનની હાઈકોર્ટે નીરવ મોદીની અરજી ફગાવી દીધી છે. નીરવ મોદીએ ભારતમાં પ્રત્યાર્પણનો કેસ ફરીથી ઓપન કરવાની માંગ કરી હતી. ભારતમાં તેના પર 13,000 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડમાં સંડોવણીનો આરોપ છે. ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીએ તેના પ્રત્યાર્પણને પડકારવા માટે કિંગ્સ બેન્ચ ડિવિઝનના હાઇકોર્ટમાં અરજી કરી હતી.

આ મામલા પર ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના વકીલોએ કેસની જોરદાર દલીલો કરી હતી, જેને સમર્પિત CBI ટીમનો સહયોગ મળ્યો હતો. જેમાં તપાસ અધિકારીઓ પણ સામેલ હતા જેઓ સુનાવણી માટે ખાસ લંડન ગયા હતા. મોદીની અરજી હથિયાર ડીલર સંજય ભંડારીના કેસમાં આવેલા ચુકાદા પર આધારિત હતી. જોકે, CBIના સંકલિત પ્રયાસોએ સફળતાપૂર્વક આ પડકારને પાર કર્યો. કોર્ટે ચુકાદો આપ્યો કે મોદીની અરજી અને તેની આસપાસના સંજોગો એટલા અસાધારણ નહોતા કે કેસ ફરીથી ખોલવામાં આવે.

CBI 2018થી મોદીના પ્રત્યાર્પણની માંગ કરી રહી છે.

CBI 2018થી મોદીના પ્રત્યાર્પણની માંગ કરી રહી છે, જેમાં જાહેર ક્ષેત્રની બેન્ક સાથે સંકળાયેલા મોટા નાણાકીય કૌભાંડમાં તેની સંડોવણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2019માં ધરપકડ બાદ યુકેની અદાલતોએ તેના પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી અને ત્યારથી તેણે અગાઉની બધી અપીલો ફગાવી દીધી છે. તેણે કાનૂની અવરોધો દૂર કર્યા છે અને ભારતમાં તેની સારવાર અંગેની ખાતરીઓ સ્વીકારી છે.

નીરવ મોદી સામે કયા આરોપો છે?

નીરવ મોદી પર તેના મામા મેહુલ ચોક્સી સાથે મળીને પંજાબ નેશનલ બેન્ક (PNB) સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. એકલા મોદી પર જ ₹6498.20 કરોડની ઉચાપતનો આરોપ છે. આ કાનૂની લડાઈનું સકારાત્મક પરિણામ ભારત સરકારના સતત પ્રયાસો અને તેને ન્યાય અપાવવા માટેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. નીરવ મોદી 13,000 કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનો મુખ્ય આરોપી છે. નીરવ મોદી 19, માર્ચ, 2019થી લંડનની જેલમાં બંધ છે. મોદીએ કિંગ્સ બેન્ચ ડિવિઝનના હાઇકોર્ટ ઓફ જસ્ટિસમાં અરજી દાખલ કરી હતી. અહીં જાહેર કરાયેલા એક નિવેદનમાં સીબીઆઈના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "આ સમીક્ષા અરજી હથિયાર ડીલર સંજય ભંડારીના કેસમાં નિર્ણયના આધારે દાખલ કરવામાં આવી હતી, પરંતુ સીબીઆઈના સતત અને સંકલિત પ્રયાસોને કારણે આ પડકાર સફળતાપૂર્વક પાર કરવામાં આવ્યો."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
Embed widget