![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
UP : માફિયાઓને યોગીની ખુલ્લી ચેતવણી, કાયદો હાથમાં લીધો તો...
તેમણે હુંકાર ભરતાની સાથે કહ્યું હતું કે, યુપીના લોકો ગુનેગારો અને માફિયાઓ સામે કાર્યવાહી ઈચ્છે છે. યોગી આદિત્યનાથે મણિપુર હિંસાને લઈને પણ મત વ્યક્ત કર્યો હતો.
![UP : માફિયાઓને યોગીની ખુલ્લી ચેતવણી, કાયદો હાથમાં લીધો તો... UP : Aarti Performed Illegally Grabbed Government Property : UP CM Yogi Adityanath UP : માફિયાઓને યોગીની ખુલ્લી ચેતવણી, કાયદો હાથમાં લીધો તો...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/31/0a38334361c812cc05ae466b0940811c1690814041301724_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Yogi Adityanath Aarti Statement: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં ગુનેગારો અને માફિયાઓ સામે બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, શું મારે એવા લોકોની આરતી કરવી જોઈએ જેમણે ગેરકાયદેસર રીતે સરકારી સંપત્તિ હડપ કરી છે? તેમણે હુંકાર ભરતાની સાથે કહ્યું હતું કે, યુપીના લોકો ગુનેગારો અને માફિયાઓ સામે કાર્યવાહી ઈચ્છે છે. યોગી આદિત્યનાથે મણિપુર હિંસાને લઈને પણ મત વ્યક્ત કર્યો હતો.
ન્યૂઝ એજન્સી ANIના પોડકાસ્ટ ઈન્ટરવ્યુમાં વાત કરતા સીએમ યોગીએ કહ્યું છે કે, હું સાડા 6 વર્ષથી વધુ સમયથી ઉત્તર પ્રદેશનો મુખ્યમંત્રી છું. 2017થી રાજ્યમાં કોઈ જ રમખાણો નથી થયા. છેલ્લા 6 વર્ષમાં કોઈ કર્ફ્યુ નથી, કોઈ તોફાનો નથી અને તમામ તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યા હતા. અમે ઢોંગ કે દંભનો આશરો લીધો નથી. દરેકને ચૂંટણી લડવાનો અધિકાર છે. જો તેઓ સક્ષમ હશે તો જીતશે. જો અમે સક્ષમ હોઈશું તો અમે જીતીશું. જો અમે સક્ષમ નહીં હોઈએ, તો અમે હારી જઈશું. જો વ્યક્તિ હરીફ હોય અને જીતવા સક્ષમ હોય તો તેણે જીતવું જોઈએ. તે લોકતાંત્રીક અધિકાર છે. આપણે તેને આનાથી વંચિત રાખી શકીએ નહીં. પશ્ચિમ બંગાળમાં વિરોધ પક્ષના કાર્યકરોની હત્યા કરવામાં આવી હતી. આના પર કોઈ બોલતું નથી..બધા ચૂપ છે.
સીએમ યોગીએ કહ્યું હતું કે, જો કોઈએ સરકારી સંપત્તિ પર અતિક્રમણ કર્યું હોય તો શું કરવું? તમે તેની આરતી ઉતારશો? થાળી સજાવશો? આપણે અહીં એ સમજવું પડશે કે, ઉત્તર પ્રદેશના લોકો શું ઈચ્છે છે? ઉત્તર પ્રદેશના લોકો માત્ર એટલું જ ઈચ્છે છે કે તેમને સુરક્ષા મળવી જોઈએ અને આ તમામ માફિયાઓ પર કડકાઈ લાદવામાં આવે. ભાજપને મળેલો જનાદેશ દર્શાવે છે કે, જનતા અમારા દરેક નિર્ણય સાથે છે. રાજ્યમાં 19 થી 20 ટકા મુસ્લિમ વસ્તી હોય કે 100 ટકા, કાયદો બધા માટે સમાન છે. કાયદાનું શાસન દરેક સમયે પ્રવર્તવું જોઈએ અને દરેક વ્યક્તિને સુરક્ષાની ખાતરી આપવી જોઈએ.
કોઈને પણ કાયદાને હાથમાં લેવા નહીં દેવામાં આવે
યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, તેઓ સજ્જનો માટે જેટલા સંવેદનશીલ છે, તો દુષ્ટો માટે એટલા જ કઠોર. આ સરકારની રણનીતિ પણ છે. આ સિસ્ટમ દરેકની સુરક્ષા માટે જરૂરી છે. રાજ્યમાં કાયદાનું શાસન રહેશે પરંતુ કોઈને પણ કાયદાને હાથમાં લેવાની મંજૂરી આપવામાં નહીં આવે. સજાની જોગવાઈ સિસ્ટમની જોગવાઈ છે. આ વ્યવસ્થાઓ અને જોગવાઈઓ કાયદા અનુસાર લાગુ કરવામાં આવે છે.
મણિપુરને લઈને કહ્યું કે...
મણિપુર મુદ્દે યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, મણિપુરમાં ફરીથી શાંતિ સ્થાપિત થશે અને ત્યાંની ભાજપ સરકાર દ્વારા જે વિકાસ પ્રક્રિયાને આગળ વધારવામાં આવી રહી છે તે ઝડપથી આગળ વધશે. આ સિવાય તેમણે જ્ઞાનવાપી મામલે કહ્યું હતું કે, જો આપણે તેને મસ્જિદ કહીશું તો વિવાદ થશે. તો આપણે તેને જ્ઞાનવાપી કહીએ.
આ સાથે જ યોગી આદિત્યનાથે સણસણતો સવાલ કર્યો હતો કે, 'ત્રિશૂલ' મસ્જિદની અંદર શું કરે છે? અમે તો તેને ત્યાં રાખ્યું નથી ને. અંદર સુરક્ષા છે, કેન્દ્રીય બળ તેનાત છે, 'જ્યોર્તિલિંગ' છે, દેવતાઓની મૂર્તિઓ છે. તમે ઇતિહાસને તોડ-મરોડી જરૂર શકો છો, પરંતુ દિવાલો પરના ઐતિહાસિક પુરાવાઓને નહીં. મને લાગે છે કે, મુસ્લિમ પક્ષ તરફથી પણ એક પ્રસ્તાવ આવવો જોઈએ કે, ઐતિહાસિક ભૂલ થઈ છે અને તેઓએ તેનો ઉકેલ શોધવો જોઈએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)