UP Elections: ચૂંટણી અગાઉ અખિલેશ યાદવની મોટી જાહેરાત, જો તેમની સરકાર બનશે તો આટલા યુનિટ મફત વિજળી આપશે

દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને આડે હજુ બે મહિના બાકી છે. એવામાં તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે

Continues below advertisement

UP Elections 2022: દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને આડે હજુ બે મહિના બાકી છે. એવામાં તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. તે સિવાય લોકોને લલચાવવા માટે મોટી મોટી જાહેરાત  કરવામાં આવી રહી છે. આજે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીએ જાહેરાત કરી છે કે તેમની સરકાર બનવા પર રાજ્યની પ્રજાને 300 યુનિટ્સ સુધીની વિજળી મફતમાં આપવામાં આવશે.

Continues below advertisement

સમાજવાદી પાર્ટીએ ટ્વિટર પર લખ્યું કે સ્થાનિક વિજળી ગ્રાહકોને 300 યુનિટ વિજળી સમાજવાદી સરકાર મફતમાં આપશે. તે સિવાય પાર્ટી તરફથી જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને સિંચાઇ માટે મફતમાં વિજળી મળશે.

અખિલેશ યાદવે ટ્વિટમાં કહ્યું કે નવા વર્ષની હાર્દિક અભિનંદન અને શુભકામના. હવે 2022માં ‘ન્યૂ યુપી’માં નવી રોશનીથી નવું વર્ષ હશે. લોકોને 300 યુનિટ વિજળી ફી અને સિંચાઇ બિલ માફ થશે. નવું વર્ષ તમામ માટે ખુશી લાવે. સમાજવાદી સરકાર આવશે તો સ્થાનિકોને 300 યુનિટ વિજળી અને સિંચાઇની વિજળી મફતમાં મળશે.

નોંધનીય છે કે અખિલેશ યાદવની આ જાહેરાત બાદ ગ્રામીણોને સરેરાશ 1200 રૂપિયા અને શહેરી ગ્રાહકોને સરેરાશ 1700 રૂપિયાનો દર મહિને ફાયદો થશે. આ અગાઉ સમાજવાદી પાર્ટીએ ટ્વિટ કરી દુર્ઘટનામાં માર્યા ગયેલા સાઇકલ સવારોને 5-5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. પાર્ટીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે સાઇકલ સવારોનું અકસ્માતમાં મોત થાય છે તેના પર એસપી સરકાર પાંચ લાખ રૂપિયાનું વળતર આપશે. હવે સમાજવાદી પાર્ટીએ મફતમાં વિજળી આપવાનું વચન આપ્યું છે.  

 

વૉટ્સએપ વાપરનારાઓ માટે ખુશખબર, 2022માં આ પાંચ કામના ફિચર્સ આવી રહ્યાં છે તમારા માટે, જુઓ લિસ્ટ..........

Low Price Sunroof Cars: આ છે સનરૂફવાળી સસ્તી કાર્સ, તમારા માટે હોઇ શક છે બેસ્ટ ઓપ્શન

New Year 2022: નવા વર્ષમાં શનાયા કપૂર સહિતના આ સ્ટાર કિડસ કરશે બોલિવૂડમાં ડેબ્યૂ

વેબસીરીઝના શોખીનો થઇ જાઓ તૈયાર, 2022માં ધૂમ મચાવવા આવી રહી છે આ પાંચ ખતરનાક Web Series, જાણી લો રિલીઝ ડેટ.............

 

Continues below advertisement
Sponsored Links by Taboola