9 સપ્ટેમ્બરથી, 50+ કર્મચારીઓ ધરાવતી અને 50% થી વધુ H-1B/L-1 સ્ટેટસ ધરાવતી કંપનીઓએ H-1B માટે $4000 અને L-1 માટે $4500 વધારાની ફી આપવી પડશે.
અમેરિકા-કેનેડા જવું હવે બનશે મોંઘું! સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના આ 5 મોટા નિયમો બદલાયા
યુએસ, કેનેડા, બેલ્જિયમ અને સાયપ્રસના વિઝા નિયમો બદલાયા; વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સે વધારાની ફી, તબીબી તપાસ અને નવા ફોર્મ અંગે ખાસ ધ્યાન રાખવું પડશે.

- અમેરિકામાં H-1B/L-1 વિઝા એક્સટેન્શન, વિદ્યાર્થીઓ માટે નવા નિયમો.
- ગ્રીન કાર્ડ માટે ૧૮ સપ્ટેમ્બરથી 'પબ્લિક ચાર્જ' નિયમો કડક.
- કેનેડામાં વિદ્યાર્થીઓને વધુ આર્થિક પુરાવા; બેલ્જિયમ-સાયપ્રસમાં નવા નિયમો.
US Canada immigration rules: સપ્ટેમ્બર મહિનામાં વિદેશ પ્રવાસ કે ત્યાં સ્થાયી થવાનું આયોજન કરી રહેલા ભારતીયો માટે અગત્યના સમાચાર છે. અમેરિકા, કેનેડા, બેલ્જિયમ અને સાયપ્રસ જેવા દેશોએ પોતાના ઇમિગ્રેશન નિયમોમાં મહત્વના ફેરફારો કર્યા છે, જેની સીધી અસર વિદ્યાર્થીઓ, વર્કિંગ પ્રોફેશનલ્સ અને ગ્રીન કાર્ડ અરજદારો પર પડશે. નવા નિયમોની વિગતવાર માહિતી નીચે મુજબ છે:
અમેરિકા (USA) માં H-1B અને L-1 વિઝાના નિયમો
અમેરિકામાં 9 સપ્ટેમ્બરથી H-1B અને L-1 વિઝાના સ્ટેટસ એક્સ્ટેંશન (મુદત વધારવા) માટે વધારાની ફી ચૂકવવી પડશે. આ નિયમ એવી કંપનીઓને લાગુ પડશે જ્યાં ઓછામાં ઓછા 50 કર્મચારીઓ કામ કરે છે અને તેમાંથી 50 ટકા કરતા વધુ કર્મચારીઓ H-1B, L-1A અથવા L-1B સ્ટેટસ ધરાવે છે. આવી કંપનીઓએ H-1B ના એક્સટેન્શન માટે $4000 અને L-1 માટે $4500 ની વધારાની ફી આપવી પડશે. જો કર્મચારી સમાન કંપનીમાં કામ ચાલુ રાખે તો પણ આ ફી લાગુ થઈ શકે છે.
અમેરિકામાં વિદ્યાર્થીઓ માટેના નવા નિયમો
15 સપ્ટેમ્બરથી F-1 વિદ્યાર્થીઓ અને J-1 એક્સચેન્જ વિઝિટર્સના સ્ટેટસ સમયગાળામાં બદલાવ આવશે. વિદ્યાર્થીઓને તેમના I-94 ફોર્મ પર હવે એક નિશ્ચિત તારીખ મળશે, જે તેમના પ્રોગ્રામના સમયગાળા જેટલી (વધુમાં વધુ 4 વર્ષ) રહેશે. વધુ રોકાણ માટે નવેસરથી અરજી કરવી પડશે. આ ઉપરાંત, 15 સપ્ટેમ્બરથી ફોર્મ I-539 અને I-765 ના નવા વર્ઝન ફરજિયાત બનશે; જૂના ફોર્મ USCIS દ્વારા સીધા નકારી કાઢવામાં આવશે.
ગ્રીન કાર્ડની કડક ચકાસણી
18 સપ્ટેમ્બરથી 'પબ્લિક ચાર્જ' ના નિયમો વધુ કડક બનશે. ગ્રીન કાર્ડ માટે અધિકારીઓ હવે અરજદારની ઉંમર, આરોગ્ય, પારિવારિક સ્થિતિ, શિક્ષણ, કુશળતા અને નાણાકીય સ્થિતિનું વધુ બારીકાઈથી મૂલ્યાંકન કરશે. સરકારી લાભો લીધા હશે તો તેની પણ નોંધ લેવાશે. અરજદારોએ હવે નવું ફોર્મ I-485 ભરવું પડશે અને આવક તથા રોજગારના રેકોર્ડ તૈયાર રાખવા પડશે.
કેનેડામાં સ્ટડી પરમિટના આર્થિક નિયમો
કેનેડા જવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓએ 1 સપ્ટેમ્બરથી પોતાની આર્થિક સદ્ધરતાના વધુ પુરાવા આપવા પડશે. સ્ટડી પરમિટની અરજી કરતી વખતે અરજદારે પૂરતું ભંડોળ હોવાના નક્કર દસ્તાવેજો રજૂ કરવા પડશે.
બેલ્જિયમ અને સાયપ્રસમાં ફેરફારો
બેલ્જિયમના ફ્લેન્ડર્સ પ્રાંતમાં 1 સપ્ટેમ્બરથી સિંગલ પરમિટની અરજી અને રિન્યુઅલ માટે 180 યુરોની નવી ફી દાખલ કરવામાં આવી છે, જે સામાન્ય રીતે અરજદારે ચૂકવવાની રહેશે. બીજી તરફ, સાયપ્રસમાં 1 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશન પરમિટ મેળવવા માટે આરોગ્યના કડક નિયમો લાગુ કરાયા છે. અરજદારોએ હેપેટાઇટિસ B, હેપેટાઇટિસ C, HIV અને સિફિલિસના રક્ત પરીક્ષણના રિપોર્ટ તથા ટીબીની તપાસ માટે છાતીનો એક્સ-રે રજૂ કરવો ફરજિયાત છે. દસ્તાવેજોનું કાયદેસર પ્રમાણીકરણ પણ જરૂરી બની શકે છે. (જોકે, ચોક્કસ સમયથી રેસિડન્સ પરમિટ ધરાવતા લોકોને આમાંથી મુક્તિ મળશે).
Before You Go
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
Frequently Asked Questions
અમેરિકામાં H-1B અને L-1 વિઝાના એક્સટેન્શન માટે કઈ કંપનીઓને વધારાની ફી ચૂકવવી પડશે?
અમેરિકામાં F-1 વિદ્યાર્થીઓ અને J-1 વિઝિટર્સ માટે નવા નિયમો શું છે?
15 સપ્ટેમ્બરથી, I-94 ફોર્મ પર નિશ્ચિત તારીખ મળશે, વધુમાં વધુ 4 વર્ષની. વધુ રોકાણ માટે નવેસરથી અરજી કરવી પડશે અને I-539/I-765 ના નવા વર્ઝન ફરજિયાત બનશે.
ગ્રીન કાર્ડ માટે 'પબ્લિક ચાર્જ' નિયમો ક્યારથી કડક બનશે અને તેમાં શું ચકાસાશે?
18 સપ્ટેમ્બરથી 'પબ્લિક ચાર્જ' નિયમો કડક બનશે. અરજદારની ઉંમર, આરોગ્ય, કુશળતા, નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન થશે અને સરકારી લાભો લીધા હોય તો તેની નોંધ લેવાશે.
કેનેડામાં સ્ટડી પરમિટ માટે અરજી કરતા ભારતીય વિદ્યાર્થીઓએ શું ધ્યાન રાખવું પડશે?
1 સપ્ટેમ્બરથી ભારતીય વિદ્યાર્થીઓએ સ્ટડી પરમિટની અરજી કરતી વખતે પૂરતું ભંડોળ હોવાના નક્કર દસ્તાવેજો રજૂ કરવા પડશે. આર્થિક સદ્ધરતાના વધુ પુરાવા આપવા ફરજિયાત છે.






















