શોધખોળ કરો
યોગી રાજમાં ફરી ગેંગ રેપઃ યુપીના બારાબંકીમાં 15 વર્ષની છોકરીને 5 નરાધમે બનાવી હવસનો શિકાર, કઈ રીતે મારી નાંખી ?
બુધવારે મોડી સાંજે સતરિખ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગામમાં ખેતરમાંથી એક શબ મળ્યું હતું.

બારાબંકીઃ ઉત્તર પ્રદેશમાં બારાબંકીના સતરિખ ગામમાં દલિત યુવતીનું શબ પાડોશીના ખેતરમાં મળી આવ્યું હતું. આ મામલે પ્રભારી પોલીસ અધિક્ષક અને એએસપી આરએસ ગૌતમે પોસ્ટમોર્ટમર રિપોર્ટથી ખુલાસો થયો છે કે આ યુવતીની ગેંગરેપ બાદ હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ મામલે પાંચ લોકોની અટકાયત કરી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પાક કાપવા ગઈ હતી દલિત યુવતી
અપર પોલીસ અધિક્ષક આર એસ ગૌતમે જણાવ્યું કે, એક વ્યક્તિએ બુધવારે સાંજે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી કે લગભગ ચાર કલાકે તેની દીકરી પાક કાપવા ગઈ હતી અને મોડી સાંજ સુધી પરત ફરી ન હતી તેને શોધવા ગયા ત્યારે ખેતરમાં તેનો મૃતદેહ મળ્યો.
હત્યાની સાથે દુષ્કર્મની કલામ લગાવવામાં આવી- પોલીસ
એસપી આર. એસ. ગૌતમે જણાવ્યું હતું કે બુધવારે મોડી સાંજે સતરિખ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગામમાં ખેતરમાંથી એક શબ મળ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમા રેપની પુષ્ટિ થયા પછી એફઆઈઆરમાં હત્યા ઉપરાંત દુષ્કર્મની કલમો વધારવામાં આવી. તપાસ માટે અપર એસપીની આગેવાનીમાં ટીમની રચના કરવામાં આવી છે. તમામ પુરાવાઓ એકત્રિત કરવામાં આવશે અને તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement