શોધખોળ કરો
Advertisement
વારાણસીઃ ભાજપના ટોચના નેતાએ પૌત્રીની ઉંમરની વિદ્યાર્થીનીની સાથે કરી અશ્લીલ હરકત, લોકોએ બેફામ ધોયા ને....
જાહેરમાં માર પડ્યા પછી ભાજપના પૂર્વ ધારાસભ્ય માયાશંકર પાઠકે માફી માગી હતી. માયા શંકર સામે વિદ્યાર્થિનીએ છેડતીનો આક્ષેપ કરતાં લોકોમાં ગુસ્સો ફાટી નિકળ્યો હતો.
વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર ઉત્તર પ્રદેશના વારાણસીમાં બનેલી એક શરમજનક ઘટનામાં પૌત્રીની ઉંમરની એક વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકતત કરીને છેડતી કરનારા ભાજપના પૂર્વ ધારાસભ્ય માયાશંકર પાઠકની લોકોએ બેફામ દોલાઈ કરી હતી. જાહેરમાં માર પડ્યા પછી ભાજપના પૂર્વ ધારાસભ્ય માયાશંકર પાઠકે માફી માગી હતી. માયા શંકર સામે વિદ્યાર્થિનીએ છેડતીનો આક્ષેપ કરતાં લોકોમાં ગુસ્સો ફાટી નિકળ્યો હતો.
ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા માયાશંકર હાલ ભગતુઆ ગામમાં એમપી ઇંસ્ટીટયૂટ એંડ કંપ્યૂટર કોલેજ નામેઇંટર કોલેજ ચલાવી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો બે દિવસ પહેલાંનો હોવાનમુ મનાય છે. છે માયા શંકરે પોતાની ઓફિસમાં બોલાવીને એક વિદ્યાિર્થની સાથે અશ્લિલ હરકતો કરી છેડતી કરી હતી એવો આક્ષેપ છે.
વિદ્યાિર્થનીએ આ નીચ હરકતની જાણકારી પરિવારજનોને આપતા ટોળુ કોલેજ પહોંચી ગયું અને ત્યાં હાજર માયાશંકર ધોલાઇ કરી નાખી હતી. લોકોએ આ ધોલાઈનો વીડિયો બનાવી વાઇરલ કર્યો હતો. લોકોનો ગુસ્સો જોઇને માયાશંકરે માફી માગવી પડી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement