શોધખોળ કરો
ગેંગસ્ટર દુબેને સલમાનની હીરોઈન એવી આ એક્ટ્રેસ સાથે છે ગાઢ સંબંધ? બંનેએ સાથે મળીને કોનો ચૂંટણી પ્રચાર કરેલો?
આ વાતોમાં એક વાત એવી છે કે, દુબેને બોલીવુડની એક અભિનેત્રી સાથે નજીકના સંબંધો હતા અને દુબેના કહેવાથી આ અભિનેત્રી 2017ની વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે પણ આવી હતી
લખનૌઃ ઉત્તર પ્રદેશમાં 8 પોલીસોની હત્યા કરનારો ગેંગસ્ટર વિકાસ દુબે હત્યાકાંડ કરીને ફરાર છે. ઉત્તર પ્રદેશ પોલીસ છેલ્લા પાંચ દિવસથી દુબેને શોધી રહી છે પણ દુબે હાથ લાગતો નથી. બીજી તરફ દુબે વિશે અનેક નવી નવી વાતો બહાર આવી રહી છે. આ વાતોમાં એક વાત એવી છે કે, દુબેને બોલીવુડની એક અભિનેત્રી સાથે નજીકના સંબંધો હતા અને દુબેના કહેવાથી આ અભિનેત્રી 2017ની વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે પણ આવી હતી.
આ અભિનેત્રી બીજી કોઈ નહીં પણ ભાગ્યશ્રી છે. સલમાન ખાનની પહેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ની હીરોઈન ભાગ્યશ્રી અને દુબેએ બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર કમલેશ દિવાકરના સમર્થનમાં મંધાનાથી બિલ્હોર સુધી રથયાત્રા પણ કાઢી હતી. આ રથયાત્રા દરમિયાન દુબે અને ભાગ્યશ્રી સતત સાથે રહ્યાં હતાં. દુબે સાથે જેની નિકટતા હોવાનો વીડિયો વાયરલ થયો છે એ ભાજપના ધારાસભ્ય ભગવતી સાગરે પણ ભાગ્યશ્રી અને દુબેએ રથયાત્રા કાઢી હોવાની વાતને સમર્થન આપ્યું છે.
જો કે બીજી તરફ એવું પણ કહેવાય છે કે, દુબેને ભાગ્યશ્રી સાથે કોઈ સંબધ નથી પણ બસપાના ઉમેદવારે જ પોતાના પ્રચાર માટે ભાગ્યશ્રીને બોલાવી હતી. દુબેનો આ વિસ્તારમાં પ્રભાવ હોવાથી તે રથયાત્રામાં જોડાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement