Indian Visa: આ દેશોમાં વિના વિઝા ભારતીયો કરી શકે છે યાત્રા, નથી લેવી પડતી કોઇની પણ મંજૂરી, જાણો
દુનિયામાં ઘણા એવા દેશો છે જેમાં કેટલાક અન્ય દેશોના લોકોને જવા આવવા માટે વિઝાની જરૂર નથી પડતી, અથવા તો ઘણા દેશો એવા છે જેમાં વિઝા ઓન અરાઇવલ મળી જાય છે.
India's Ranking In Henley Passport Index: સામાન્ય રીતે મોટાભાગના લોકોનુ સપનુ હોય છે કે દુનિયાના દરેક દેશોની સફર જલદી થઇ જાય, પરંતુ ઘણીવાર યાત્રાઓ નથી થઇ શકતી. એક દેશમાંથી બીજા દેશમાં જવુ અને ત્યાં રહીને મોજ કરવી આસાન નથી હોતી, ઘણીબધી પરિસ્થિતિઓ પ્રતિકુળ રહે છે. જોકે, હવે પહેલાની સરખામણીમાં એક દેશમાંથી બીજા દેશમાં સફર કરવી બહુજ આસાન થઇ ગઇ છે. દુનિયામાં ઘણા એવા દેશો છે જેમાં કેટલાક અન્ય દેશોના લોકોને જવા આવવા માટે વિઝાની જરૂર નથી પડતી, અથવા તો ઘણા દેશો એવા છે જેમાં વિઝા ઓન અરાઇવલ મળી જાય છે. ભારતના નાગરિકોને ઘણા દેશમાં આવી ફેસિલિટી છે, તો ઘણા દેશમાં વિઝા વિના યાત્રા નથી કરી શકાતી. જાણો વિગતે.........
આટલા દેશોમાં વિઝા વિના નથી કરી શકાતી યાત્રા -
હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2022 અનુસાર ભારતના લોકો 60 દેશોમાં વિઝા મુક્ત યાત્રા કરી શકે છે. કુલ 199 દેશોમાં ભારતનુ સ્થાન 87મું છે. વર્ષ 2021ની સરખામણીમાં ભારતના રેન્કિંગમાં 2022માં સુધારો થયો છે. 2021 માં ભારતનુ સ્થાન 90મું હતુ, કોઇપણ દેશનો નાગરિક કેટલા દેશોની યાત્રા વિઝા મુક્ત કરી શકે છે, તેના આધારે તે દેશના પાસપોર્ટને શક્તિશાળી માનવામાં આવે છે.
આ દેશ છે ટૉપ પર -
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2022 અનુસાર જાપાનનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે. જાપાની નાગરિકો વિના વિઝાએ દુનિયાના 193 દેશોની સફર કરી શકે છે. આ ઉપરાંત સિંગાપુર અને દક્ષિણ કોરિયાના લોકો પણ આ લિસ્ટામાં જાપાન બાદ સંયુક્ત રીતે બીજા સ્થાન પર છે. આ બન્ને દેશોના લોકો 192 દેશોની વિઝા મુક્ત યાત્રા કરી શકે છે.
આ દેશોમાં કરી શકો છો વિઝા મુક્ત યાત્રા -
દુનિયાના કેટલાક મુખ્ય દેશોએ અપણા દેશના લોકો માટે વિઝા મુક્ત યાત્રાની જોગવાઇ કરી છે. આમાં મુખ્ય રીતે માલદીવ, શ્રીલંકા, નેપાલ, મ્યાંનમાર, બોલિવિયા, માડાગાસ્કર, ટ્યૂનીશિયા, ઝિમ્બાબ્વે, તંજાનિયા, બ્રિટિશ વર્ઝિન આઇલેન્ડ, ઇરાન, ઓમાન, કતર, જૉર્ડન, ભૂટાન, અને અન્ય. જોકે, વિઝા મુક્ત યાત્રાના મામલામાં આપણી રેન્કિંગ ખુબ સારી નથી અને આમાં હજુ ઘણોબધો સુધારો થશે. યૂરોપ સહિત દુનિયાના કેટલાય મુખ્ય દેશોમાં જવા માટે ભારતીયોને લાંબી વિઝા પ્રૉસેસમાંથી પસાર થવુ પડે છે.