શોધખોળ કરો

Weather Update: દેશના વાતાવરણમાં આવશે પલટો, વાવાઝોડા અને તેજ પવન સાથે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

દેશભરમાં પ્રી-મોન્સૂનની અસર જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 23 માર્ચથી 26 માર્ચ દરમિયાન અનેક રાજ્યોમાં વરસાદ, જોરદાર પવન અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ રાજસ્થાન, બિહાર, ઝારખંડ, હિમાચલ, ઉત્તરાખંડમાં વરસાદ લાવશે.
  • દેશના અનેક ભાગોમાં 23-26 માર્ચ દરમિયાન વરસાદ, પવન, વાવાઝોડાની ચેતવણી.
  • રાજસ્થાનમાં કમોસમી વરસાદથી રવિ પાક, ખાસ કરીને ઘઉં, જીરુંને નુકસાન.
  • ઓડિશા, પશ્ચિમ બંગાળમાં 24-28 માર્ચ દરમિયાન ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા.

IMD Heavy Rain Alert: દેશભરમાં પ્રી-મોન્સૂનની અસર જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ 23 માર્ચથી 26 માર્ચ દરમિયાન અનેક રાજ્યોમાં વરસાદ, જોરદાર પવન અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ ખાસ કરીને રાજસ્થાનમાં અનુભવાશે, જેમાં બિહાર, ઝારખંડ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાન બદલાવાની ધારણા છે.

રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ સક્રિય

સક્રિય વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ રાજસ્થાનમાં હવામાન સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. જેસલમેર, બિકાનેર અને જોધપુર જેવા પશ્ચિમી જિલ્લાઓ સહિત અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આજે (સોમવાર) શ્રી ગંગાનગર, હનુમાનગઢ, ઝુનઝુનુ, ચુરુ, સીકર અને નાગૌર સહિત આસપાસના જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. આ ઉપરાંત, બીજા નબળા વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરને કારણે, 25 અને 26 માર્ચે રાજ્યના ઘણા ભાગોમાં હળવો વરસાદ અને ઝરમર વરસાદ ચાલુ રહી શકે છે.

દેશના ઘણા ભાગોમાં ફરી એકવાર હવામાન બદલાવાની તૈયારીમાં છે. દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન માટે પણ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. દેશના હવામાન વિભાગે આગાહી કરી છે કે અનેક રાજ્યોના વતાવરણમાં પલટો આવશે અને વરસાદની શક્યતા છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 માર્ચ સુધી પશ્ચિમ બંગાળ, ઓડિશા, સિક્કિમ અને ઉત્તરપૂર્વ ભારતમાં છૂટાછવાયા વરસાદ અને વાવાઝોડા સાથે વીજળી પડવાની શક્યતા છે.

23 માર્ચે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં 30 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને પવન ફૂંકાય તેવી શક્યતા છે. મધ્ય ભારત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદ અને તેજ પવન પણ શક્ય છે.

રાજસ્થાનમાં કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન 

રાજસ્થાનના 10 થી વધુ જિલ્લાઓમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ ચાલુ છે. કમોસમી વરસાદ અને કરા પડવાથી જીરું, ઘઉં અને સરસવ સહિતના રવિ પાકને નુકસાન થયું છે. જેસલમેર અને જોધપુર જિલ્લામાં જીરુંનો પાક કાળો થઈ ગયો છે. અલવર, જયપુર, દૌસા સહિત ઘણા જિલ્લાઓમાં ઘઉંના પાકને 90 ટકા સુધી નુકસાન થયું છે.

આ રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 થી 28 માર્ચ દરમિયાન રાજસ્થાન, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વીજળી અને વાવાઝોડાની સંભાવના છે. દરમિયાન, પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનોમાં, 24, 27 અને 28 માર્ચે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વાવાઝોડા અને ભારે વરસાદની શક્યતા છે.

ટોપ સ્ટોરી

નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Trending Video: લડતા-લડતા આવ્યા બે સાંઢ અને કરી દીધો કાંડ, ક્ષણભરમાં જ ચકનાચૂર થઇ ગઇ KWID
Trending Video: લડતા-લડતા આવ્યા બે સાંઢ અને કરી દીધો કાંડ, ક્ષણભરમાં જ ચકનાચૂર થઇ ગઇ KWID

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ
Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Idar: ઈડરની PTC કૉલેજમાં ઘોર બેદરકારી, પાણીની ટાંકીમાં મૃત શ્વાન મળતા ખળભળાટ, 30થી વધુ વિદ્યાર્થિનીઓ હૉસ્પિટલ ખસેડાઈ
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Dwarka Mandir: દ્વારકા જગત મંદિરમાં મંજૂરી વિના ફોટોગ્રાફી પર રોક, ભોગ-મનોરથ-ધજાજી ઉત્સવની ફોટોગ્રાફી માટે 2500 ફી
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Cold Wave: રાજ્યમાં ઠંડીનો ચમકારો, 11.4 ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ, નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Surat: સુરતમાં 6 કિમી ખાડી પહોળી કરવાનું અભિયાન શરૂ, 2.45 લાખ ઘનમીટર માટી બહાર કઢાઈ
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
Ahmedabad: અમદાવાદમાં 'નૉ ડ્રગ્સ' મેગા ડ્રાઈવ, એક જ રાતમાં પોલીસે ગાંજાની હેરાફેરી કરતા ત્રણને દબોચ્યા
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
એનાલોગ પનીર પર પ્રતિબંધ તો ફ્રોઝન ડેઝર્ટ પર કેમ નહીં? MLA કુમાર કાનાણીએ ઉઠાવ્યો સવાલ
Embed widget