શોધખોળ કરો

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

આવતીકાલથી ચોમાસું વધુ આક્રમક બનશે; ગુજરાત, યુપી અને બિહાર સહિતના રાજ્યોમાં 30 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો તમારા રાજ્યની સ્થિતિ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • IMD એ 2 ઓગસ્ટથી 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી.
  • ચોમાસાની સ્થિતિને કારણે દક્ષિણ ભારતમાં પૂરનો મોટો ખતરો.
  • ગુજરાત, યુપી, બિહાર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા.

IMD rain alert August 2: જો તમે આગામી દિવસોમાં ક્યાંય બહાર મુસાફરી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો જરા થોભી જજો! હવામાન વિભાગ (IMD) દ્વારા એક મોટી અને મહત્વની ચેતવણી આપવામાં આવી છે. અત્યારે દેશભરમાં મેઘરાજા જાણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે અને અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિએ ચિંતા વધારી છે. આ બધાની વચ્ચે, 2 ઓગસ્ટથી ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત દેશના 13 જેટલા રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન 30 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે અને વીજળી પડવાની પણ પૂરી સંભાવના છે. ચાલો વિગતે જાણીએ કે દેશના અલગ-અલગ રાજ્યોમાં આવતીકાલથી હવામાનનો મિજાજ કેવો રહેશે.

ચોમાસાની વર્તમાન સ્થિતિ શું છે?

હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલમાં ચોમાસાનો પશ્ચિમ છેડો તેની સામાન્ય સ્થિતિ કરતાં થોડો દક્ષિણ તરફ છે, જ્યારે પૂર્વ છેડો ઉત્તર તરફ ખસી ગયો છે. આ સિસ્ટમના કારણે જ ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત, દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે કેરળ, દરિયાકાંઠાના કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે પવન સાથે પૂર અને ભૂસ્ખલનનો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. દરિયામાં પણ ભારે કરંટ હોવાથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં માછીમારોને ન જવાની ખાસ સલાહ આપવામાં આવી છે.

આવતીકાલે એટલે કે 2 ઓગસ્ટના રોજ ખાસ કરીને પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, ગુજરાત, આંધ્રપ્રદેશ, લક્ષદ્વીપ, પૂર્વી રાજસ્થાન, કર્ણાટક, કેરળ, મણિપુર, મેઘાલય અને આસામ સહિતના 13 રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. જોકે રાહતની વાત એ છે કે ત્યારબાદ ધીમે ધીમે વરસાદનું જોર ઘટી શકે છે.

વિવિધ રાજ્યોમાં આગામી દિવસોની આગાહી:

દિલ્હી-NCR: ગરમીથી મળશે રાહત (2 થી 5 ઓગસ્ટ)

દિલ્હીવાસીઓ માટે ખુશખબર છે કે આગામી અઠવાડિયે વાતાવરણ એકદમ ખુશનુમા રહેશે. 2 થી 5 ઓગસ્ટ વચ્ચે વાદળછાયા વાતાવરણ સાથે હળવો કે ઝરમર વરસાદ પડી શકે છે. 2 ઓગસ્ટે મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. સતત વાદળો રહેવાથી લોકોને આકરા તાપ અને બફારામાંથી રાહત મળશે.

ઉત્તર પ્રદેશ: ભારે વરસાદનું એલર્ટ (2 થી 7 ઓગસ્ટ)

યુપીમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે. 2 થી 7 ઓગસ્ટ સુધી પૂર્વી યુપીના લખનૌ, સીતાપુર, અયોધ્યા, ગોંડા, બહરાઇચ, ગોરખપુર, બલિયા અને ગાઝીપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે પશ્ચિમ યુપીના મેરઠ, મુઝફ્ફરનગર, ગાઝિયાબાદ, મથુરા અને આગ્રા પંથકમાં પણ 3 થી 7 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

બિહાર: તોફાની પવન સાથે મેઘમહેર (2 થી 6 ઓગસ્ટ)

બિહારમાં 2 થી 6 ઓગસ્ટ દરમિયાન પટના, ગયા, નાલંદા, ભોજપુર, મુઝફ્ફરપુર અને કિશનગંજ સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી છે. આ દિવસોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે.

પહાડી રાજ્યો (હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ): (2 થી 7 ઓગસ્ટ)

હિમાચલ પ્રદેશના શિમલા, મંડી, કુલ્લુ અને કાંગડા જેવા જિલ્લાઓમાં 2 થી 7 ઓગસ્ટ વચ્ચે વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી છે. તેવી જ રીતે ઉત્તરાખંડના દહેરાદૂન, નૈનીતાલ, હરિદ્વાર અને ચમોલી સહિતના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ તૂટી પડી શકે છે.

જમ્મુ અને કાશ્મીર: વહીવટીતંત્ર સતર્ક (2 થી 4 ઓગસ્ટ)

અહીં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. તાજેતરમાં શોપિયાં જિલ્લાના પેહલીપોરામાં વાદળ ફાટવાની ઘટના બની હતી. નદી-નાળાઓ તોફાને ચડ્યા છે, જેને પગલે 4 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ અને ક્યાંક ભારે વરસાદની આગાહી વચ્ચે વહીવટીતંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ

રાજસ્થાન: ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ

લો-પ્રેશર સિસ્ટમના કારણે 1 અને 2 ઓગસ્ટે દક્ષિણ રાજસ્થાનના ઉદયપુર અને જોધપુર વિસ્તારમાં અતિભારે વરસાદ થઈ શકે છે. જોકે 3 ઓગસ્ટથી દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ ઘટશે, પરંતુ બિકાનેર, જયપુર અને ભરતપુર પંથકમાં 5 ઓગસ્ટ સુધી હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.

તમિલનાડુ: કાંઠા વિસ્તારોમાં ભારે પવન

દક્ષિણમાં તમિલનાડુના કોઈમ્બતુર, નીલગિરિ અને કન્યાકુમારી જેવા પહાડી જિલ્લાઓમાં 1 થી 6 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડશે. ઉત્તરી દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના હોવાથી લોકોને સતર્ક રહેવા જણાવાયું છે.

Frequently Asked Questions

કયા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે?

2 ઓગસ્ટથી ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 13 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે. 30 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ચોમાસાની વર્તમાન સ્થિતિ શું છે અને કયા વિસ્તારો પ્રભાવિત છે?

ચોમાસાનો પશ્ચિમ છેડો સામાન્ય કરતાં દક્ષિણ તરફ છે, જ્યારે પૂર્વ છેડો ઉત્તર તરફ ખસ્યો છે. આના કારણે ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ છે. દક્ષિણ ભારતમાં પૂર અને ભૂસ્ખલનનો ખતરો છે.

મુસાફરી અંગે કોઈ ખાસ ચેતવણી છે?

હા, આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી હોવાથી મુસાફરી ટાળવાની સલાહ છે. દરિયાઈ વિસ્તારોમાં માછીમારોને પણ ન જવાની ખાસ સૂચના છે.

ગુજરાતમાં વરસાદની કેવી આગાહી છે?

2 ઓગસ્ટથી ગુજરાત સહિત 13 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે. 30-60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વીજળી પડવાની સંભાવના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
Train News: ટ્રેનોમાં મંજૂરી વિના પાણી અને ખાદ્ય પદાર્થો વેચવા વિરુદ્ધ કડક વલણ, IRCTCનો મોટો નિર્ણય
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Advertisement

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Embed widget