હવામાન વિભાગે 24 ઓગસ્ટના રોજ 22 રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. આ દરમિયાન પવનની ગતિ 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે દેશભરમાં ચોમાસું ફરી સક્રિય. દિલ્હી, યુપી અને બિહાર સહિતના રાજ્યોમાં મુશળધાર વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો તમારા શહેરનું તાપમાન.

- હવામાન વિભાગે ૨૪ ઓગસ્ટે ૨૨ રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું.
- ભારે વરસાદ, વાવાઝોડા સાથે ૮૫ કિમી/કલાક પવન ફૂંકાશે.
- ભૂસ્ખલન, પાક નુકસાન, વીજળી પડવા-કરા પડવાની ભીતિ છે.
Weather Forecast 24 August: દેશભરમાં ચોમાસાએ ફરી એકવાર અત્યંત આક્રમક રૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આવતીકાલ એટલે કે 24 ઓગસ્ટ માટે એક ભયંકર ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગાહી મુજબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના 22 રાજ્યોમાં મુશળધાર વરસાદ ખાબકવાની અને વાવાઝોડાની શક્યતા છે. આ દરમિયાન પવનની ઝડપ 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આટલા ભારે પવનને કારણે મોટા વૃક્ષો ધરાશાયી થવાની અને ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો
પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને ખતરનાક ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) અંગે સતર્ક કરવામાં આવ્યા છે. પૂર્વી ભારતના ઘણા રાજ્યોમાં વીજળી પડવાથી મોટું નુકસાન થઈ શકે છે, જ્યારે કેટલાક રાજ્યોમાં મોટા કરા પડવાની પણ ચેતવણી છે. માછીમારોને દરિયા અને નદીઓથી દૂર રહેવા કડક સૂચના આપવામાં આવી છે. જો તમે ગીચ જંગલવાળા વિસ્તારોમાંથી પસાર થવાના છો, તો ભારે વરસાદમાં ડ્રાઇવિંગ કરવાનું ટાળજો.
બંગાળની ખાડી પરથી આવતા ભારે પવનો લોકોની મુશ્કેલી વધારી શકે છે. વધુમાં, ઉત્તર હરિયાણા અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું હોવાથી ત્યાં અસર વધુ જોવા મળશે. તેથી ઘરની બહાર નીકળતા પહેલા હવામાનનું લેટેસ્ટ અપડેટ તપાસી લેવું અને સાથે છત્રી અચૂક રાખવી.
24 ઓગસ્ટે આ 22 રાજ્યોમાં છે એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 ઓગસ્ટના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, મિઝોરમ, તમિલનાડુ, કેરળ અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. અહીં 85 kmph ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ચાલો વિગતવાર જાણીએ કયા રાજ્યમાં કેવું રહેશે હવામાન:
દિલ્હી: રાજધાની દિલ્હીમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. 50 થી 60 kmph ની ઝડપે પવન ફૂંકાશે. મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
ઉત્તર પ્રદેશ: મેરઠ, ગૌતમ બુદ્ધ નગર (નોઈડા), ગાઝિયાબાદ, મુરાદાબાદ, અલીગઢ, આગ્રા, ઝાંસી, મથુરા, કાનપુર, ગોરખપુર, અયોધ્યા, પ્રયાગરાજ, બદાયૂં, આઝમગઢ, ઇટાવા, લલિતપુર, વારાણસી, મહોબા, સોનભદ્ર અને બિજનૌરમાં જોરદાર વરસાદ-વાવાઝોડાનું એલર્ટ છે. લખનૌમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ 28 ડિગ્રી રહેશે.
બિહાર: ગોપાલગંજ, સારણ, સિવાન, પટના, ગયા, પશ્ચિમ અને પૂર્વ ચંપારણ, જહાનાબાદ, બક્સર, ભોજપુર, વૈશાલી, સમસ્તીપુર, દરભંગા, મધુબની, સહરસા, સુપૌલ, પૂર્ણિયા, કિશનગંજ, અરરિયા, ભાગલપુર, મુંગેર, લખીસરાય અને બેગુસરાયમાં 50 થી 60 kmph ની ઝડપે પવન ફૂંકાશે. પટનાનું તાપમાન 34 થી 28 ડિગ્રીની વચ્ચે રહેશે.
ઝારખંડ (24-25 ઓગસ્ટ): હજારીબાગ, જમશેદપુર, બોકારો, ધનબાદ, સરાયકેલા, પલામુ, ગુમલા, દુમકા, સિમડેગા, રામગઢ, ચતરા, દેવઘર, પશ્ચિમ અને પૂર્વ સિંહભૂમમાં 70 kmph ની ઝડપે તોફાની પવન ફૂંકાશે. રાંચીમાં તાપમાન 27 થી 24 ડિગ્રી વચ્ચે નોંધાઈ શકે છે.
ઉત્તરાખંડ: અલ્મોરા, ચમોલી, રુદ્રપ્રયાગ, પિથોરાગઢ, નૈનિતાલ, હરિદ્વાર, ઋષિકેશ, પૌરી ગઢવાલ, ઉત્તરકાશી, ચંપાવત અને ટિહરી ગઢવાલમાં 40 થી 50 kmph ની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદની આગાહી છે. દેહરાદૂનમાં તાપમાન 29 થી 24 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.
હિમાચલ પ્રદેશ: કુલ્લુ, મંડી, સિરમૌર, કાંગરા, હમીરપુર, ઉના, કિન્નૌર, સોલન, બિલાસપુર અને લાહૌલ-સ્પિતિમાં 60 થી 65 kmph ની સ્પીડે પવન ફૂંકાશે. મનાલીમાં ઠંડક વધશે, મહત્તમ તાપમાન 17 ડિગ્રી અને લઘુત્તમ 8 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.
જમ્મુ અને કાશ્મીર: મીરપુર, જમ્મુ, રિયાસી, રાજૌરી, બાંદીપોરા, ગાંદરબલ, પૂંચ, કુપવાડા, કિશ્તવાર, અનંતનાગ, બારામુલ્લા અને ઉધમપુરમાં 70 થી 75 kmph ની ઝડપે પવનો ફૂંકાશે. શ્રીનગરમાં તાપમાન 29 ડિગ્રી (મહત્તમ) અને 17 ડિગ્રી (લઘુત્તમ) આસપાસ રહેશે.
પશ્ચિમ બંગાળ: માલદા, હાવડા, કોલકાતા, અલીપુરદુઆર, દાર્જિલિંગ, પૂર્વ બર્ધમાન, પશ્ચિમ મેદિનીપુર, કૂચ બિહાર, બાંકુરા, કાલિમપોંગ, જલપાઇગુડી અને દુર્ગાપુરમાં 60 થી 65 kmph ની ઝડપે તોફાનની ચેતવણી અપાઈ છે. કોલકાતામાં તાપમાન 32 થી 28 ડિગ્રી વચ્ચે રહેશે.
પંજાબ (24-25 ઓગસ્ટ): અમૃતસર, ભટિંડા, ચંદીગઢ, લુધિયાણા, ફરીદકોટ, ફિરોઝપુર, હોશિયારપુર, કપૂરથલા, સંગરુર, ફાઝિલ્કા, જલંધર, મોગા અને માનસામાં વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ છે. પવનની ઝડપ 60 થી 65 kmph રહેશે.
રાજસ્થાન: ઝાલાવાડ, બારન, બિકાનેર, કોટા, જયપુર, ચુરુ, અજમેર, ઉદયપુર, ભરતપુર, જેસલમેર, જાલોર, કરૌલી, શ્રીગંગાનગર, ચિત્તોડગઢ, હનુમાનગઢ, પાલી, રાજસમંદ, બાલોત્રા અને ડીગમાં 40 થી 50 kmph ની ઝડપે જોરદાર પવન ફૂંકાશે. જયપુરમાં તાપમાન 34 થી 27 ડિગ્રીની વચ્ચે રહેશે.
મધ્ય પ્રદેશ: મંડલા, હોશંગાબાદ, ખંડવા, સિઓની, ખરગોન, સિદ્ધિ, અલીરાજપુર, ધાર, ગ્વાલિયર, અશોકનગર, ઉજ્જૈન, આગર માળવા, મંદસૌર, રતલામ, નરસિંહપુર, ભોપાલ, ઇન્દોર, દતિયા અને શિવપુરીમાં 50 kmph ની ઝડપે પવન અને ભારે વરસાદની આગાહી છે. ભોપાલનું મહત્તમ તાપમાન 28 ડિગ્રી અને લઘુત્તમ 24 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
Before You Go
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન
Frequently Asked Questions
24 ઓગસ્ટ માટે હવામાન વિભાગની મુખ્ય ચેતવણી શું છે?
આ હવામાનને કારણે કયા સંભવિત નુકસાન થઈ શકે છે?
ભારે પવનને કારણે મોટા વૃક્ષો ધરાશાયી થઈ શકે છે અને ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે. પૂર્વી ભારતમાં વીજળી પડવાથી અને કરા પડવાથી પણ નુકસાન થઈ શકે છે.
નાગરિકોએ કઈ સાવચેતી રાખવી જોઈએ?
પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનથી સતર્ક રહેવું અને માછીમારોએ દરિયાથી દૂર રહેવું. ભારે વરસાદમાં ડ્રાઇવિંગ ટાળવું અને ઘરની બહાર નીકળતા પહેલા હવામાન તપાસી છત્રી સાથે રાખવી.
24 ઓગસ્ટના રોજ ભારતના કેટલા રાજ્યોમાં એલર્ટ છે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 24 ઓગસ્ટના રોજ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના કુલ 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કરાયું છે.





















