શોધખોળ કરો

Weather Today Update: દેશના કેટલાક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ તોફાનને લઇને ચેતવણી, અનેક રાજ્યમાં વરસશે વરસાદ

દેશના ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે

Weather Forecast Today: દેશના ઘણા રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 માર્ચ સુધી મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને તોફાનને લઇને એલર્ટ જાહેર કરાયું છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં વરસાદ પડવાની સંભાવના છે. આકાશ વાદળછાયું રહેશે. અહીં 16 માર્ચે મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી રહી શકે છે.

16 થી 20 માર્ચ દરમિયાન પૂર્વી ભારત, ઉત્તરપશ્ચિમ ભારત સહિત પશ્ચિમ હિમાલય પ્રદેશમાં વ્યાપક વરસાદી ઝાપટા સહિત હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ, વાવાઝોડા અને કરા પડવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે રાજ્યોમાં આગામી 10 દિવસમાં મધ્ય, ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં વધુ વરસાદ અને કરા પડી શકે છે. તેનાથી ઉત્પાદન ઘટી શકે છે અને ફુગાવો વધી શકે છે.

આ રાજ્યોમાં આજે વરસાદની શક્યતા

હવામાન વિભાગે 16 થી 19 માર્ચ 2023 દરમિયાન વિવિધ વિસ્તારોમાં વાવાઝોડા અને વરસાદ માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને પંજાબ, હરિયાણા, દિલ્હી એનસીઆર અને હિમાલયન ક્ષેત્ર સહિતના ઘણા વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પહાડી રાજ્યોમાં વરસાદ સાથે જોરદાર પવન

આ સિવાય તેલંગણા, છત્તીસગઢ, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં 16 થી 19 માર્ચ વચ્ચે વરસાદ થવાની સંભાવના છે. પહાડી રાજ્યોની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. આ સિવાય પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 17 થી 19 માર્ચ દરમિયાન વરસાદ, તોફાન અને વીજળી પડવાની ઘટનાઓ બની શકે છે.

Mango Crop: કેરી રસિયા માટે માઠા સમાચાર, કમોસમી વરસાદથી કેરીમાં ઇયળની શક્યતા

Agriculture News: વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે કેરી પકવતા ખેડૂતો મુશ્કેલી મુકાયા છે. તિથલ અને હાલાર વિસ્તારમાં વીજળીના કડાકા સાથે મધ્યરાત્રીએ વરસાદ પડ્યો હતો. જેને લઇને ખૂબ સારો કેરીનો પાક આ વખતે મળશે એવી આશા સાથે ખેડૂતોને મુશ્કેલી વધી છે, કારણ કે વરસાદને કારણે ઘણા ફંગસ ડીસીઝ થવાની શક્યતા છે.તો બીજી તરફ મોટી કેરીમાં ઈયળ પડવાની શક્યતા વધી જતી હોય છે. વલસાડના ખેડૂતો હાલ સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે વરસાદને લઈને થતી નુકસાનીનો સર્વે કરવામાં આવે.

વલસાડ જિલ્લામાં  ખૂબ સારો કેરીનો પાક આ વખતે મળશે એવી આશા સાથેના ખેડૂતોને ટેન્શન વધ્યું છે કારણ આ કમોસમી વરસાદને કારણે જે બીજા ફાલની કેરી જેના થકી મબલખ પાક મળે તેવી શક્યતા હતી તેને નુકસાન થઈ રહ્યું છે. વલસાડના ખેડૂતો હાલ સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે વરસાદને લઈને થતી નુકસાની નો સર્વે કરવામાં આવે અને સાથે કેવા પ્રકારની દવાથી વરસાદને લઈને થતા ઉપદ્ર ઉપર નિયંત્રણ મેળવી શકાય તે બાબતે અધ્યયન પણ થવું જોઈએ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Embed widget