શોધખોળ કરો

Weather Update: ઉત્તર ભારત માટે આગામી 48 કલાક ભારે, આજે દિલ્હી-યુપી સહિત આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

Weather Update: ધીમે ધીમે હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ઘણી જગ્યાએ ગાઢ ધુમ્મસ અને શીતલહેરથી લોકોને રાહત મળી છે. માત્ર સવારે અને સાંજે વધુ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

Weather In India: ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી હવે પૂરી થઈ ગઈ છે. હવામાન વિભાગ (IMD)ની તાજેતરની આગાહી મુજબ, આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની સંભાવના છે. IMD એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં 29 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. રાજધાની દિલ્હીમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે જ સમયે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 29 અને 30 તારીખે પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. પશ્ચિમ હિમાલય પ્રદેશ, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 29 અને 30મીએ છૂટાછવાયા બરફના કરા પડશે અને 29મી જાન્યુઆરીએ એટલે કે આજે પશ્ચિમ અને પૂર્વ રાજસ્થાનમાં કરા પડવાની શક્યતા છે.

દિલ્હી અને યુપીમાં વરસાદનું એલર્ટ

આ સાથે જ આ બે દિવસમાં પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે. દિલ્હીમાં 29 જાન્યુઆરી એટલે કે આજે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. વરસાદ પછી, મહત્તમ તાપમાન ઘટીને 17 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.

તાપમાન વધવાની ધારણા છે

ભારતીય હવામાન વિભાગ (IMD) શહેરમાં હળવા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા રાખે છે. આ દરમિયાન IMDના કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રવિવારથી તાપમાન વધશે અને ઘણી જગ્યાએ હળવો વરસાદ જોવા મળશે.

પહાડી રાજ્યોમાં હિમવર્ષા

હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં અટલ ટનલ નજીકના વિસ્તારમાં ભારે હિમવર્ષા બાદ વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રસ્તા પરથી બરફ હટાવવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પણ હિમવર્ષા ચાલુ છે. પહાડો પર થયેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: રાજ્યમાં ભરશિયાળે વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરશિયાળે વરસાદી માહોલ છવાયો છે.  મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. સુરત, વડોદરા, ખેડા, મહીસાગર, અરવલ્લી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે.  માવઠાના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે.  હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભરશિયાળામાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. 

ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 48 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મહીસાગર સામાન્ય વરસાદની આગાહી છે, આવતી કાલે સાબરકાઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, દાહોદ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. 

ભરૂચમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.  જંબુસર અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.  કપાસ, તુવેર, મગ, મઠ સહિતના પાકમાં નુકસાનની સંભાવનાથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે.  

ટોપ સ્ટોરી

ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
Embed widget