શોધખોળ કરો

આગામી બે દિવસ આ રાજ્યમાં મુશળધાર વરસાદ તુટી પડશે? હવામાન વિભાગે શું આપી મોટી ચેતવણી? જાણો

આઈએમડીએ મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની ચેતવણી આપી છે અને કહ્યું છે કે, અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

ઉત્તર ભારતના વિસ્તારોમાં મંગળવારે વરસાદ ખાબક્યો હતો તો મેઘાલયના પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લામાં પુરથી 89000 લોકો પ્રભાવિત થયા છે. ત્યારે આઈએમડીએ મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટની ચેતવણી આપી છે અને કહ્યું છે કે, અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે મુંબઈમાં ખાબકેલા વરસાદથી કેટલાય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી ત્યારે આજે પણ ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત લોકોને ઘરમાં જ રહેવા હવામાન વિભાગે સૂચના આપી છે. આઈએમડીએ મુંબઈ, ઠાણે, પાલઘર અને મહારાષ્ટ્રના દરિયા વિસ્તારોમાં અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના દર્શાવી છે. મુંબઈમાં ઓરેન્જ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે જે રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગની સાથે સાથે પશ્ચિમ મહારાષ્ટ્રના પુણે માટે પણ છે. કોલ્હાપુર, સતારા, ઔરંગાબાદ અને જાલના માટે યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. આઈએમડીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઓરેન્જ અને યલો એલર્ટ મંગળવારે અને બુધવાર માટે મહારાષ્ટ્રના મરાઠવાડા અને કોંકણ વિસ્તાર માટે જાહેર કરવામાં આવ્યું છે. બુધવારે મુંબઈ, ઠાણે, રાયગઢ, પાલઘર, રત્નાગિરી, સિંધુદુર્ગમાં ભારે વરસાદની સંભાવના છે. મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના ઘણાં વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ પડે તેવી સંભાવના છે. મૂશળધાર વરસાદની આગાહીને લઈને આજે મુંબઈમાં ઓરેંજ અલર્ટ જાહેર કરાયું છે. મુંબઈમાં મૂશળધાર વરસાદની ચેતવણીને પગલે વીજળી અને પાણીની સપ્લાયને પણ અસર પહોંચી શકે છે. લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં ઠાણે, કલ્યાણ, નવી મુંબઈ સહિત તમામ ક્ષેત્રોમાં ભારે વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ શકે છે. આજે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મૂશળધાર વરસાદ પડી શકે છે. અતિભારે વરસાદની આશંકાને પગલે મહારાષ્ટ્રનું પ્રશાસન પણ અલર્ટ બન્યું છે. મુંબઈના કેટલાક વિસ્તારોમાં ગઈકાલથી જ વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ફરિયાદો પણ મળી છે.

ટોપ સ્ટોરી

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ
સંસદનું વિશેષ સત્ર બોલાવવાની તૈયારી, સરકારે મહિલા અનામત અને સીમાંકન બિલ માટે ઘડી રણનીતિ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
આજીવન કેદની સજા પામેલા કેદીઓ જેલમાં કેટલા વર્ષ વિતાવે છે? જાણો નિયમ
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો
'દિલ્હી પોલીસ મારી અટકાયત કરી શકે છે', CJPના તિરંગા માર્ચ અગાઉ દીપકેનો દાવો

વિડિઓઝ

Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
Mangal Gochar 2026: દિવાળી બાદ ચમકશે 4 રાશિઓની કિસ્મત! મંગળ પ્રગતિની આપશે તક 
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
RBI એ બેંકો માટે લાગુ કર્યો નવો નિયમ, શું તમારા ખાતા પર પડશે અસર?
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
Vi એ લોન્ચ કર્યો શાનદાર ફેમિલી પ્લાન, રિચાર્જ પર મળશે ડેટા શેર કરવાની મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને શું જાન્યુઆરી 2026 થી એરિયર્સ મળશે? જાણો
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Embed widget