શોધખોળ કરો

West Bengal Assembly Election: પશ્ચિમ બંગાળમાં BJP એ જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી, રુપા ગાંગુલીને મળી ટિકિટ  

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) એ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.

West bengal assembly election 2026 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) એ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 111 ઉમેદવારોના નામનો સમાવેશ થાય છે. રૂપા ગાંગુલી પણ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે બીજી યાદીમાં 111 ઉમેદવારોના નામનો સમાવેશ કર્યો છે. ભૂતપૂર્વ રાજ્યસભા સાંસદ રૂપા ગાંગુલી સોનાપુર દક્ષિણથી ચૂંટણી લડશે. 

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 111 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. પાર્ટીએ બિશુનપુર વિધાનસભા બેઠક માટે પોતાના ઉમેદવાર બદલ્યા છે. આ સિવાય   જોયપુરથી એક એવા ઉમેદવારનું નામ પણ ભાજપે પોતાની યાદીમાં જાહેર કર્યું છે જેને ભાજપ સમર્થન કરી રહ્યું છે. 

ભૂતપૂર્વ સાંસદ અર્જુન સિંહ ભાજપની ટિકિટ પર નોઆપારા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. વધુમાં, પહેલી યાદીમાંથી એક નામ બદલાયું છે. બિશ્વજીત ખાનને બિષ્ણુપુર (SC) બેઠક માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અગાઉ, પાર્ટીએ અગ્નિશ્વર નાસ્કરને ટિકિટ આપી હતી. ભાજપે જોયપુર બેઠક પર બિશ્વજીત મહતોને ટેકો આપવાની જાહેરાત કરી છે. તેઓ ભાજપ સમર્થિત ઉમેદવાર હશે. થોડા દિવસો પહેલા, તૃણમૂલ કોંગ્રેસે પણ 291 બેઠકો માટે તેના તમામ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

ભાજપે પોતાની પહેલી યાદીમાં 144 નામ જાહેર કર્યા હતા

ભાજપે પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે પોતાની પહેલી યાદીમાં 144 નામ જાહેર કર્યા હતા.  ભારતીય જનતા પાર્ટી (BJP) એ  સુવેન્દુ અધિકારી અને દિલીપ ઘોષને મેદાનમાં ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ નંદીગ્રામ અને ભવાનીપુર બેઠક પરથી શુભેંદુ અધિકારીને બે બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

બંગાળમાં ચૂંટણી ક્યારે યોજાશે?

ચૂંટણી પંચે 15 માર્ચે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દીધો છે. નોંધનીય છે કે, લાંબા સમય પછી બંગાળમાં આઠ તબક્કા (જેમ કે 2021 માં હતું) ને બદલે માત્ર બે જ તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે:

પ્રથમ તબક્કો: 23 એપ્રિલના રોજ મતદાન થશે.

બીજો તબક્કો: 29 એપ્રિલના રોજ મતદાન થશે.

પરિણામ: બધી જ 294 બેઠકોના પરિણામ 4 મેના રોજ એકસાથે જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પંચે દેશના 5 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ) ની વિધાનસભા ચૂંટણીઓનો કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરી દીધો છે. 2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી 4 મેના રોજ થશે. આસામ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે. 2024 ની બંગાળ વિધાનસભા ચૂંટણીમાં, મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ કોંગ્રેસે 215  બેઠકો જીતી હતી, જ્યારે ભારતીય જનતા પાર્ટી 77 બેઠકો સાથે મુખ્ય વિપક્ષી પક્ષ તરીકે ઉભરી આવી હતી. ચૂંટણીની તારીખોની જાહેરાત થતાંની સાથે જ આ તમામ રાજ્યોમાં આદર્શ આચારસંહિતા (Model Code of Conduct) લાગુ થઈ ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Embed widget