શોધખોળ કરો

બંગાળમાં મમતા દીદીનો જાદુ ઓસર્યો? ઓપિનિયન પોલમાં ભાજપને ફાયદો થવાનું અનુમાન! જાણો કેટલી બેઠક મળશે

સર્વે મુજબ TMC ફરી સત્તામાં આવી શકે છે પણ બેઠકોમાં મોટો ઘટાડો જોવા મળશે; પશ્ચિમ બંગાળની 294 બેઠકો પર 23 અને 29 એપ્રિલે બે તબક્કામાં થશે મતદાન.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પશ્ચિમ બંગાળમાં TMC ની બેઠકો ઘટશે, BJP ને ફાયદો.
  • MATRIZE-IANS પોલ મુજબ TMC ને 155-170 બેઠકો મળશે.
  • BJP ને 100-115 બેઠકો મળવાનો અંદાજ, AIMIM ને 5-6.
  • 23 અને 29 એપ્રિલે મતદાન, 4 મેના રોજ પરિણામ આવશે.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન MATRIZE-IANS નો એક ચોંકાવનારો ઓપિનિયન પોલ સામે આવ્યો છે, જે મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે ખતરાની ઘંટડી સમાન છે. આ સર્વે મુજબ, બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી TMC ભલે ફરી સત્તામાં આવતી દેખાઈ રહી હોય, પરંતુ તેમની બેઠકોમાં મોટો ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ, ભાજપ (BJP) નો ગ્રાફ ઊંચે જઈ રહ્યો છે અને પાર્ટીને ગત ચૂંટણી કરતા વધુ બેઠકો મળવાનો અંદાજ છે. બંગાળમાં આ વખતે માત્ર બે જ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, જેના પરિણામો 4 મેના રોજ આવશે.

બંગાળમાં કોની સરકાર બનશે?

મમતા બેનર્જી 2011 થી બંગાળના મુખ્યમંત્રી છે અને તેઓ સતત ચોથી વખત સત્તામાં આવવા માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે. સામે પક્ષે, બંગાળમાં પહેલીવાર પોતાની સરકાર બનાવવા માટે ભાજપ પણ કોઈ કસર છોડી રહી નથી.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની કુલ 294 બેઠકો છે. કોઈપણ પક્ષને સરકાર બનાવવા માટે જાદુઈ આંકડો એટલે કે બહુમતી માટે 148 બેઠકો જીતવી જરૂરી છે. તમામ રાજકીય પક્ષોએ મતદાતાઓને રીઝવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે બંગાળની જનતા કોના હાથમાં સત્તાની કમાન સોંપે છે.

ઓપિનિયન પોલના આંકડા શું કહે છે?

ચૂંટણી પરિણામો તો મતગણતરી પછી જ ખબર પડશે, પરંતુ તે પહેલાં MATRIZE-IANS ના ઓપિનિયન પોલના આંકડા ટીએમસી માટે ચિંતા વધારનારા છે:

TMC: સર્વે મુજબ, ચૂંટણીમાં TMC ને 155 થી 170 બેઠકો મળી શકે છે. ભલે તેઓ સરકાર બનાવે, પણ 2021 ની વિધાનસભા ચૂંટણીમાં મળેલી 213 બેઠકોની સરખામણીમાં આ આંકડો ઘણો ઓછો છે.

BJP: ભાજપ માટે સારા સમાચાર છે. સર્વે દર્શાવે છે કે ભાજપ જબરદસ્ત કાંઠું કાઢી રહ્યું છે. 2021 માં 77 બેઠકો જીતનાર ભાજપને આ ચૂંટણીમાં 100 થી 115 બેઠકો મળવાનો અંદાજ છે.

અન્ય પક્ષો: આ ઉપરાંત, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ને 5 થી 6 બેઠકો અને અન્યના ફાળે 0 થી 1 બેઠક જવાની શક્યતા છે.

બંગાળમાં ચૂંટણી ક્યારે યોજાશે?

ચૂંટણી પંચે 15 માર્ચે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દીધો છે. નોંધનીય છે કે, લાંબા સમય પછી બંગાળમાં આઠ તબક્કા (જેમ કે 2021 માં હતું) ને બદલે માત્ર બે જ તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે:

પ્રથમ તબક્કો: 23 એપ્રિલના રોજ મતદાન થશે.

બીજો તબક્કો: 29 એપ્રિલના રોજ મતદાન થશે.

પરિણામ: બધી જ 294 બેઠકોના પરિણામ 4 મેના રોજ એકસાથે જાહેર કરવામાં આવશે.

Frequently Asked Questions

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે અને સરકાર બનાવવા માટે કેટલી બેઠકોની જરૂર છે?

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની કુલ 294 બેઠકો છે. સરકાર બનાવવા માટે બહુમતીનો જાદુઈ આંકડો 148 બેઠકો છે.

MATRIZE-IANS ના ઓપિનિયન પોલ મુજબ, TMC અને BJP ને કેટલી બેઠકો મળવાનો અંદાજ છે?

MATRIZE-IANS ના સર્વે મુજબ, TMC ને 155 થી 170 બેઠકો મળી શકે છે, જ્યારે BJP ને 100 થી 115 બેઠકો મળવાનો અંદાજ છે.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે અને પરિણામ ક્યારે જાહેર થશે?

પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન થશે: પ્રથમ તબક્કો 23 એપ્રિલે અને બીજો તબક્કો 29 એપ્રિલે. તમામ બેઠકોના પરિણામ 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget