શોધખોળ કરો

બંગાળ એક્ઝિટ પોલ 2026: મમતા બેનર્જીનો જાદુ બરકરાર, 2 સર્વેમાં TMC ને સ્પષ્ટ બહુમતી મળી

પીપલ્સ પલ્સ અને જનમત એક્ઝિટ પોલના આંકડા મુજબ પશ્ચિમ બંગાળમાં TMC 177 થી 187 બેઠકો જીતીને સતત ચોથી વખત સરકાર બનાવી શકે છે. મહિલાઓ માટેની 'લક્ષ્મી ભંડાર' યોજના દીદી માટે ગેમ-ચેન્જર સાબિત થઈ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મમતા બેનર્જીની TMC ફરી બહુમતી મેળવી રહી છે.
  • ભાજપને 95-110 બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત.
  • લક્ષ્મી ભંડાર યોજના TMCની જીતનું મુખ્ય કારણ.
  • 92% થી વધુ મતદાન, લોકોનો મમતા પર વિશ્વાસ.

West Bengal Exit Poll 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 ના એક્ઝિટ પોલના આંકડાઓ રાજકીય માહોલમાં ગરમાવો લાવી રહ્યા છે. એક તરફ કેટલાક સર્વેમાં ભાજપ આગળ દેખાઈ રહ્યું હતું, ત્યાં હવે 'પીપલ્સ પલ્સ' અને 'જનમત' નામના 2 મોટા એક્ઝિટ પોલે આખું ચિત્ર જ પલટી નાખ્યું છે. આ બંને સર્વેના લેટેસ્ટ આંકડા મુજબ, પશ્ચિમ બંગાળમાં 'બંગાળની દીકરી' એટલે કે મમતા બેનર્જીનો જાદુ હજુ પણ બરકરાર છે અને તેમની પાર્ટી TMC (તૃણમૂલ કોંગ્રેસ) 177 થી 187 બેઠકો સાથે ફરી એકવાર સ્પષ્ટ બહુમતી મેળવતી દેખાઈ રહી છે. આ પરિણામો દર્શાવે છે કે 15 વર્ષથી સત્તામાં હોવા છતાં જનતાનો મમતા દીદી પરનો વિશ્વાસ અકબંધ છે અને તેઓ સતત ચોથી વખત બંગાળના મુખ્યમંત્રીની ખુરશી સંભાળી શકે છે.

ભાજપ અને અન્ય પક્ષોની શું છે સ્થિતિ?

પીપલ્સ પલ્સ અને જનમત એક્ઝિટ પોલના આંકડાઓ પર નજર કરીએ તો, આ વખતે ભાજપને 95 થી 110 બેઠકો મળવાનો અંદાજ છે. આ આંકડો સ્પષ્ટ કરે છે કે ભાજપ રાજ્યમાં એક મજબૂત વિપક્ષ તરીકે તો ચોક્કસ ઉભરી રહ્યું છે, પરંતુ સત્તાની ખુરશી સુધી પહોંચવામાં તેઓ હજુ પણ પાછળ રહી ગયા છે. આ સિવાય કોંગ્રેસને માત્ર 1 થી 3 બેઠકો અને ડાબેરી પક્ષોને 0 થી 1 બેઠકથી જ સંતોષ માનવો પડે તેવી શક્યતા છે. અન્ય પક્ષોનું તો આ વખતે ખાતું પણ ખુલતું નથી દેખાઈ રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પહેલા આવેલા કેટલાક ઓપિનિયન પોલ્સમાં પણ TMC ને 195 થી 205 બેઠકો અને ભાજપને 80 થી 90 બેઠકો મળવાની મોટી આગાહી કરવામાં આવી હતી.

રેકોર્ડબ્રેક મતદાન અને મમતા દીદીનો પ્રભાવ

તમને જણાવી દઈએ કે 2026 ની આ ચૂંટણીમાં બંગાળમાં રેકોર્ડબ્રેક 92 ટકાથી પણ વધુ જંગી મતદાન નોંધાયું છે, જે તાજેતરના વર્ષોમાં સૌથી વધુ છે. શહેરોથી લઈને ગામડાઓ સુધી લોકોએ ભારે ઉત્સાહથી વોટિંગ કર્યું છે. રાજકીય પક્ષો આ બમ્પર મતદાનનો પોતપોતાની રીતે અર્થ કાઢી રહ્યા છે. ભાજપ જેવા વિપક્ષી દળો તેને પરિવર્તનની લહેર ગણાવી રહ્યા છે, જ્યારે સત્તાધારી TMC તેને લોકોના સમર્થનની મહોર માની રહ્યું છે.

આ પણ વાંચોઃ એક્ઝિટ પોલ 2026: ભાજપ માટે ક્યાં ખુશી અને ક્યાં ગમ? આ આંકડા જોઈને તમે પણ ચોંકી જશો

'લક્ષ્મી ભંડાર' યોજના બની ગઈ ગેમ-ચેન્જર

આ એક્ઝિટ પોલમાં મમતા બેનર્જીની જીત પાછળનું સૌથી મોટું અને મુખ્ય કારણ તેમની કલ્યાણકારી યોજનાઓ, ખાસ કરીને 'લક્ષ્મી ભંડાર' યોજનાને માનવામાં આવી રહી છે. મહિલાઓને દર મહિને સીધી આર્થિક મદદ પૂરી પાડતી આ યોજના ચૂંટણીમાં ખરા અર્થમાં ગેમ-ચેન્જર સાબિત થઈ છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની મહિલા મતદારોએ મમતા દીદી પર પૂરો ભરોસો મૂક્યો છે, જેના લીધે ચૂંટણીનું પલડું સંપૂર્ણપણે TMC તરફ ઝૂકી ગયું. સાથે જ, મમતા બેનર્જીની 'બંગાળની દીકરી' તરીકેની છબી અને લોકોની વચ્ચે રહીને લડાયક નેતા તરીકે પ્રચાર કરવાની તેમની રીત પણ ભાજપના આક્રમક પ્રચાર પર ભારે પડી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

Frequently Asked Questions

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 ના એક્ઝિટ પોલ શું દર્શાવે છે?

પીપલ્સ પલ્સ અને જનમત એક્ઝિટ પોલ મુજબ, TMC 177 થી 187 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી રહી છે. આ મમતા બેનર્જીની સતત ચોથી જીત સૂચવે છે.

2026 માં પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ભાજપને કેટલી બેઠકો મળવાની ધારણા છે?

એક્ઝિટ પોલ મુજબ, ભાજપને 95 થી 110 બેઠકો મળવાનો અંદાજ છે. આ તેને એક મજબૂત વિપક્ષ તરીકે સ્થાપિત કરશે.

પશ્ચિમ બંગાળમાં 'લક્ષ્મી ભંડાર' યોજનાનું ચૂંટણી પર શું અસર થઈ?

'લક્ષ્મી ભંડાર' યોજના, જે મહિલાઓને આર્થિક મદદ પૂરી પાડે છે, તે ચૂંટણીમાં ગેમ-ચેન્જર સાબિત થઈ છે. ખાસ કરીને ગ્રામ્ય મહિલા મતદારોનો તેને ભારે ટેકો મળ્યો છે.

2026 ની પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં મતદાન કેટલું થયું?

આ ચૂંટણીમાં રેકોર્ડબ્રેક 92% થી વધુ મતદાન નોંધાયું છે, જે તાજેતરના વર્ષોમાં સૌથી વધુ છે.

ટોપ સ્ટોરી

Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા
Car Accident: યુપીમાં મોટી દુર્ઘટના, દિવાળીની રાત્રે ડિવાઈડર સાથે ટકરાઈ કાર, 6 લોકો જીવતા સળગ્યા
Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?
Diwali: દેશભરમાં દિવાળીની ધૂમ, જાણો દિલ્હીથી લઈ યુપી સુધી કેટલી ઘટી દુર્ઘટના, કેટલા થયા મોત ?
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
Air Pollution: ગેસ ચેમ્બર બન્યુ દિલ્હી-NCR, દિવાળીની રાત સુધી વધુ ખરાબ થશે સ્થિતિ, ક્યાં કેટલું છે AQI
Air Pollution: ગેસ ચેમ્બર બન્યુ દિલ્હી-NCR, દિવાળીની રાત સુધી વધુ ખરાબ થશે સ્થિતિ, ક્યાં કેટલું છે AQI

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ
Surat Protest News: સુરતમાં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોનો આક્રોશ! રસ્તા પર ઉતરી કર્યો ચક્કાજામ
Junagadh News: ગીરમાં 7થી 15 નવેમ્બર સુધી RED ALERT જાહેર! વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
જૂનાગઢના દાત્રાણા ગામે દીપડાનો આતંક, 7 વર્ષના બાળકને ફાડી ખાધો
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
New Year 2026: દિવાળી પછી ગુજરાતમાં કેમ બદલાઈ જાય છે વર્ષ? ‘શુભ-લાભ’ સાથે જોડાયેલો છે વેપારનો ઈતિહાસ
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
Facebook Monetization: 1 મિલિયન વ્યુઝ પર કેટલા ડોલર આપે છે ફેસબુક? જાણો દરેક માહિતી
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
IPL 2027 ઓક્શન પહેલા સૂર્યકુમાર યાદવને મળી મુંબઈની કેપ્ટનશીપ, 16 સભ્યોની ટીમ જાહેર
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
હેમિલ્ટનમાં રમાશે ત્રીજી વનડે, જાણો ન્યુઝીલેન્ડ સામે કેવો છે ભારતનો રેકોર્ડ
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
BMW F 450 GS Sport: BMWની નવી ધાંસૂ બાઈક લોન્ચ, ફીચર્સ એવા કે જોતા જ રહી જશો
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
રેલવે સ્ટેશન ફોન ચાર્જિંગ કરો છો તો સાવધાન! ખાલી થઈ શકે છે તમારુ બેંક એકાઉન્ટ, જાણો શું છે Juice Jacking
Embed widget