શોધખોળ કરો
Advertisement
પશ્ચિમ બંગાળનું નામ બદલાશે, વિધાનસભામાં પ્રસ્તાવ પાસ
કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભાએ પશ્ચિન બંગાળનું નામ બદલવાના પ્રસ્તાવને પાસ કરી દીધો છે. વિધાનસભાએ પશ્ચિમ બંગાળનું નામ બદલવાને પરમિશન આપી દીધી છે. સૂબેના સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે બહુ જલ્દીથી આ પ્રસ્તાવ કેંદ્રની પાસે મોકલવામાં આવશે.
જે પ્રસ્તાવ પાસ થયો છે તેના પ્રમાણે પશ્ચિમ બંગાળનુ નામ બદલીને બંગાળીમાં બાંગ્લા, ઈંગ્લિશમાં બેંગાલ અને હિંદીમાં બંગાળ હશે. સદનમાં તેને મંજૂરી આપી દીધી છે. સીએમ મમતા બેનર્જીએ આ પ્રસ્તાવ પર ખુશી વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે વિધાનસભામાં પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. આ પ્રસ્તાવને જલ્દીથી કેંદ્ર પાસે મોકલવામાં આવશે, જેથી સંસદમાં મંજૂરી મળી શકે. પ્રસ્તાવ પાસ થયા પછી મમતા બેનર્જીએ કહ્યું કે, આજનો દિવસ ઐતિહાસિક છે. આપણને આ નિર્ણય પર ગર્વ છે. જે લોકો આ પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે, તેમને ઈતિહાસમાં ક્યારેય માફ કરવામાં આવશે નહીં.
સીપીએમે કહ્યું હતું કે, દરેક ભાષામાં રાજ્યનું એક જ નામ બાંગ્લા હોવું જોઈએ. સીપીએમે આ સિવાય નામ બદલવાને લઈને કમેટી બેસાડવાની વાત કરી હતી. જેના માટે સીએમ મમતા બેનર્જીએ ઈનકાર કરી દીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ટેકનોલોજી
Advertisement