(Source: ECI/ABP News/ABP Majha)
West Bangal Election: ભાજપના આ દિગ્ગજ નેતાની હાર લગભગ નિશ્ચિત થતાં બીજેપી નેતા કૈલાશ વિજયવર્ગીયએ શું કહ્યું?
હાલ ચૂંટણીના વલણમાં બંગાળમાં ટીએમસી આગળ જોવા મળી રહી છે. આસ્થિતિ જોતા બંગાળના ભાજપ પ્રભારી વિજયવર્ગીયએ કહ્યું કે, આ મુદે હાલ વાત કરવી ઉતાવળ હશે. સ્થિતિ સાંજ સુધી સ્પષ્ટ થશે.
West Bangal Election: હાલ ચૂંટણીના વલણમાં બંગાળમાં ટીએમસી આગળ જોવા મળી રહી છે. વલણો પર બંગાળના ભાજપ પ્રભારી વિજયવર્ગીયએ કહ્યું કે, આ મુદે હાલ વાત કરવી ઉતાવળ હશે. સ્થિતિ સાંજ સુધી સ્પષ્ટ થશે.
કોરોનાની મહામારીની વચ્ચે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિતપ્રદેશમાં કુલ 822 વિધાનસભા સીટ પર ચૂંટણીની મતગણના ચાલી રહી છે. પશ્ચિમ બંગાળમાં મતદાન આઠ તબક્કામાં 27 માર્ચથી 29 એપ્રિલ થઇ હતી. એક્ઝિટ પોલના તારણ પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, મમતા બેનર્જી ત્રીજી વખત મુખ્યમંત્રી બની શકે છે પરંતુ ચૂંટણીના પરિણામ ટીએમસી અને બીજેપીની ખૂબ જ નજીક હશે.
એક્ઝિટ પોલમાં ટીએમસીની જીતનો દાવો થઇ રહ્યો છે. હાલ ચૂંટણીના પરિમાણમાં પણ બાબુલ દા પણ પાછળ ચાલી રહ્યાં છે. આ મામલે ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે, ‘હાલ કંઇ કહેવું ઉતાવળ હશે, સાંજ જ ચિત્ર સ્પષ્ટ થશે. તેમણે કહ્યું કે, લોકેટ ચેટર્જી પાછળ રહેશે તેનો અંદાજ હતો પરંતુ બાબુલ દા પાછળ હશે તેનો અંદાજ ન હતો’
કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે, ‘ચાર-પાંચ રાઉન્ડ બાદ આ લોકો આગળ હશે. તેમણે કહ્યું કે, બાબુલ દાને હારતા જોઇને આશ્ચર્ય થઇ રહ્યું છે.બાબુલ દાની હાર હજમ નથી થતી’
એક્ઝિટ પોલમાં શું થઈ આગાહી
દેશમાં વિવિધ એક્ઝિટ પોલે આગાહી કરી છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર જેવી સ્થિતિ છે. જોકે, કેટલાક સર્વે મુજબ મમતા બેનરજી બંગાળમાં સત્તા જાળવી રાખશે અને ભાજપ બીજા નંબરના પક્ષ તરીકે ઊભરી આવશે. આસામમાં ભાજપનું શાસન યથાવત્ રહેશે જ્યારે કેરળમાં ડાબેરી જોડાણ જીતી જવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. એક્ઝિટ પોલ મુજબ આસામ અને કેરળમાં કોંગ્રેસનો પનો થોડોક ટૂંકો પડશે જ્યારે પુડુચેરીમાં તે સત્તા ગુમાવે તેવી સંભાવના છે. કોંગ્રેસ માટે એકમાત્ર સારા સમાચાર તામિલનાડુમાંથી મળે છે, જ્યાં ડીએમકેના નેતૃત્વમાં વિપક્ષી જોડાણના વિજયની આગાહી કરવામાં આવી છે. અહીં ભાજપે શાસક અન્નાદ્રમુક સાથે જોડાણ કર્યું છે.