શોધખોળ કરો
Advertisement
મોદીએ લોકડાઉન ફરી લાદવા અંગે શું કરી મોટી જાહેરાત ? રાજ્યોના મુખ્યમંત્રીઓને શાની તૈયારી કરવા કહી દીધું ?
બુધવારે કોરોના સામેની લડાઈ અને લોકડાઉન ઉઠાવી લઈને જાહેર કરાયેલી અનલૉક-1ની સમીક્ષા માટે મોદીએ દેશનાં 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી.
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકાર દેશમાં ફરી લોકડાઉન લાદવા વિચારી રહી હોવાની અફવાઓ લાંબા સમયથી ચાલી રહી છે. આ અટકળોને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફગાવી દીધી છે. તેના બદલે તેમણે રાજ્યોને અનલોક-2ની તૈયારી કરવા કહી દીધું છે.
બુધવારે કોરોના સામેની લડાઈ અને લોકડાઉન ઉઠાવી લઈને જાહેર કરાયેલી અનલૉક-1ની સમીક્ષા માટે મોદીએ દેશનાં 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ લૉકડાઉન લગાવવા અંગે પુન:વિચાર કરવાની અટકળોને ફગાવી દીધી છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે તે લૉકડાઉનની અફવાથી લડવા અને અનલૉક-2ની તૈયારી શરૂ કરે. આપણે હવે અનલૉક-2 પર ધ્યાન આપવાની જરૂર છે. સાથે જ એ પણ કે લોકોને નુકસાનથી કઈ રીતે બચાવીએ. દેશમા કોરોનાથી સાજા થયા લોકોની સંખ્યા 2 લાખના નજીક પહોંચી ગઈ છે.
આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પણ લોકડાઉન નહીં લદાય તેવા સ્પષ્ટ સંકેત આપ્યા. ઉલટાનું મોદીએ વધારે છૂટછાટો આપવાનો સંકેત આપતાં આ બેઠકમાં મોદીએ કહ્યું કે, આપણે કોરોનાને જેટલો અટકાવીશું તેટલું જ આપણું અર્થતંત્ર ખૂલશે એ જોતાં હવે અનલોક-2ની તૈયારી શરૂ કરી દો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement