શોધખોળ કરો

NCLT શું છે? જેણે માફ કરી દીધી સુભાષ ચંદ્રાની 22000 કરોડની લોન!

NCLT એ સુભાષ ચંદ્રાના 22,006 કરોડ રૂપિયાના દેવાને 6.5 કરોડ રૂપિયાના ચુકવણા પર સેટલ કરવાની મંજૂરી આપી દીધી છે. NCLT ભારતમાં કંપનીઓના નાદારી અને નાણાકીય વિવાદોને ઉકેલનારી સરકારી ટ્રિબ્યુનલ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • NCLT એ સુભાષ ચંદ્રના ₹૨૨,૦૦૦ કરોડના દેવા પ્લાનને મંજૂરી આપી.
  • લેણદારોએ પોતાની કુલ બાકી રકમનો મોટો હિસ્સો જતો કર્યો.
  • મોટાભાગના લેણદારોએ દેવા પતાવટનો પ્રસ્તાવ બહુમતીથી સ્વીકાર્યો હતો.
  • કેટલીક મોટી બેંકોના વિરોધ છતાં NCLT એ યોજના મંજૂર કરી.

NCLT: ભારતીય કોર્પોરેટ જગત અને બેંકિંગ ક્ષેત્રમાંથી તાજેતરમાં જ એક એવા સમાચાર સામે આવ્યા છે, જેણે સૌને હેરાન કરી દીધા હતા. એસ્સેલ ગ્રુપ અને ઝી એન્ટરટેઈનમેન્ટના સ્થાપક સુભાષ ચંદ્રા સાથે જોડાયેલા એક મોટા દેવાની પટાવતના પ્રસ્તાવને કાનૂની મંજૂરી મળી ગઈ છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે ચંદ્રા દ્વારા આપવામાં આવેલા રીપેમેન્ટ પ્લાન પર પોતાની અંતિમ મહોર લગાવી દીધી છે. આ નિર્ણયની સૌથી ખાસ વાત એ છે કે નાણાકીય લેણદારોએ પોતાની કુલ બાકી રકમનો એક મોટો હિસ્સો જતો કરવો પડ્યો છે, જેની ચર્ચા હવે ચારેય તરફ થઈ રહી છે.

 

22,000 કરોડની દેવાદારી અને માત્ર 6.5 કરોડની ચૂકવણી

નોંધનિય છે કે, સુભાષ ચંદ્રા અને તેમના સમૂહ પર છેલ્લા ઘણા વર્ષોથી નાણાકીય સંકટનો પડછાયો મંડરાઈ રહ્યો હતો અને દેવાનો બોજ સતત વધી રહ્યો હતો. જ્યારે કંપનીઓ દેવું પરત કરવામાં અસમર્થ બની, તો મામલો અદાલત સુધી પહોંચ્યો. રિપોર્ટ અનુસાર, એસ્સેલ ગ્રુપની લગભગ 22,006 કરોડ રૂપિયાની ભારે-ભરખમ દેવાદારી બનેલી હતી. આ પૂરી રકમના સેટલમેન્ટ માટે સુભાષ ચંદ્રા તરફથી માત્ર 6.5 કરોડ રૂપિયાના ચુકવણાનો રીપેમેન્ટ પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો, જેને ટ્રિબ્યુનલે સ્વીકારી લીધો. આનો સીધો અર્થ એ છે કે ધિરાણકર્તા બેંકોએ પોતાની આપેલી રકમ પર ભારે નુકસાન સહન કરવું પડશે.

આ પણ વાંચો...પેંગુઇને સોનિયા ગાંધીનું પુસ્તક પ્રકાશિત કરવાનો કેમ કર્યો ઇનકાર? જાણો કારણ

કઈ રીતે મળ્યો આ પ્લાનને કાનૂની આધાર?

આ મોટા નિર્ણયને મંજૂરી મળવાની કાનૂની પ્રક્રિયા પણ ઘણી રસપ્રદ રહી છે. સપ્ટેમ્બર 2025 માં NCLT ની બે સભ્યોની બેંચ વચ્ચે આ મામલે બે અલગ-અલગ અભિપ્રાય સામે આવ્યા હતા. આ પછી ફેબ્રુઆરી 2026 માં આ મામલો ટ્રિબ્યુનલના ત્રીજા જ્યુડિશિયલ સભ્ય નીલેશ શર્મા પાસે મોકલવામાં આવ્યો. તેમણે પોતાનો નિર્ણાયક ચુકાદો સંભળાવતા આ પ્લાનને લીલી ઝંડી આપી દીધી. આ પહેલા નવેમ્બર 2024 માં જ લેણદારોની સમિતિએ 80.814 ટકા વોટથી તેને પાસ કરી દીધો હતો. ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડના નિયમો હેઠળ કોઈપણ પ્લાનની મંજૂરી માટે 75 ટકા બહુમતી આવશ્યક હોય છે, જેને આ પ્રસ્તાવ સરળતાથી હાંસલ કરી ગયો.

બેંકોના વિરોધ છતાં કેમ પાસ થયો પ્રસ્તાવ

આ રીપેમેન્ટ પ્લાનનો ઘણી મોટી નાણાકીય સંસ્થાઓએ ખુલ્લીને વિરોધ કર્યો હતો. એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, કેનરા બેંક અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયા જેવા મોટા ધિરાણકર્તા આ સેટલમેન્ટના પક્ષમાં નહોતા. જોકે, જ્યારે વોટિંગ કરાવવામાં આવ્યું ત્યારે વિરોધ કરનારી આ બેંકોની કુલ ભાગીદારી માત્ર 20 ટકાથી પણ ઓછી હતી. નિયમ મુજબ બહુમતીની સહમતિ મળતા જ બાકીના ધિરાણકર્તાઓની અસહમતિ નિરર્થક બની ગઈ અને ટ્રિબ્યુનલે કાનૂની નિયમોનું પાલન કરતા આ પુનર્ગઠન યોજનાને પોતાની અંતિમ સહમતિ આપી દીધી.

આખરે શું છે NCLT અને કેમ થયું હતું આનું ગઠન?

અવારનવાર લોકો ભ્રમિત થઈ જાય છે કે NCLT કોઈ કંપની છે, જ્યારે વાસ્તવમાં આ એક વિશેષ અર્ધ-ન્યાયિક સંસ્થા છે. આનું પૂરૂં નામ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ છે. કેન્દ્ર સરકારે કંપની અધિનિયમ, 2013 ની ધારા 408 હેઠળ 1 જૂન 2016 ના રોજ આની સત્તાવાર સ્થાપના કરી હતી. આ સંસ્થાનું ગઠન સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ વી. બાલકૃષ્ણ એરાડી સમિતિની ભલામણોના આધારે કરવામાં આવ્યું હતું. આનો મુખ્ય હેતુ ભારતમાં વેપાર અને કંપનીઓ સાથે જોડાયેલા વિવાદોને સામાન્ય અદાલતોના બદલે એક અલગ મંચ પર ઝડપથી ઉકેલવાનો છે.

NCLT ના પ્રમુખ અધિકારો અને કામ કરવાની પદ્ધતિ

NCLT પાસે કોર્પોરેટ જગત સાથે જોડાયેલા ઘણા પ્રકારના અધિકારો અને જવાબદારીઓ હોય છે. ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (IBC, 2016) હેઠળ આ કંપનીઓને નાદાર જાહેર કરવા અથવા તેમના દેવા સમાધાનની સુનાવણી કરે છે. આ સિવાય, બે કે તેથી વધુ કંપનીઓનું આપસમાં વિલીનીકરણ, કોઈ કંપનીનું વિભાજન કે કોર્પોરેટ પુનર્ગઠન સાથે જોડાયેલા નિર્ણયોને મંજૂરી આપવી પણ આના દાયરામાં આવે છે. જો શેરધારકો અને કંપની વ્યવસ્થાપન વચ્ચે કોઈ વિવાદ ઉભો થાય અથવા તો કોઈ ડૂબતી કંપનીને કાનૂની રીતે પૂરી રીતે બંધ કરવાની હોય, તો તેની પૂરી દેખરેખ પણ NCLT જ કરે છે.

Frequently Asked Questions

સુભાષ ચંદ્રાના રીપેમેન્ટ પ્લાનને કોણે મંજૂરી આપી?

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે (NCLT) એસ્સેલ ગ્રુપ અને ઝી એન્ટરટેઈનમેન્ટના સ્થાપક સુભાષ ચંદ્રાના દેવાની પટાવતના પ્રસ્તાવને કાનૂની મંજૂરી આપી છે.

સુભાષ ચંદ્રાના કેટલા દેવા સામે કેટલા રૂપિયાનો પ્રસ્તાવ સ્વીકારાયો?

એસ્સેલ ગ્રુપની 22,006 કરોડ રૂપિયાની દેવાદારી સામે સુભાષ ચંદ્રા દ્વારા રજૂ કરાયેલ માત્ર 6.5 કરોડ રૂપિયાનો ચુકવણાનો પ્રસ્તાવ ટ્રિબ્યુનલે સ્વીકાર્યો.

કઈ બેંકોએ આ રીપેમેન્ટ પ્લાનનો વિરોધ કર્યો હતો અને છતાં કેમ તે પાસ થયો?

એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, એચડીએફસી બેંક સહિત ઘણી બેંકોએ વિરોધ કર્યો. પરંતુ તેમનો કુલ હિસ્સો 20% થી ઓછો હોવાથી અને બહુમતી મંજૂરી મળતા, પ્રસ્તાવ પાસ થયો.

NCLT શું છે અને તેની સ્થાપના ક્યારે થઈ?

NCLT (નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ) એક વિશેષ અર્ધ-ન્યાયિક સંસ્થા છે. તેની સ્થાપના કેન્દ્ર સરકારે 1 જૂન 2016 ના રોજ કંપની અધિનિયમ, 2013 હેઠળ કરી હતી.

Advertisement

ટોપ સ્ટોરી

દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ઉત્તરપ્રદેશ ચૂંટણીને લઈ એક્શનમાં પ્રિયંકા ગાંધી, 150 બેઠકોનું બનાવ્યું લિસ્ટ 
ઉત્તરપ્રદેશ ચૂંટણીને લઈ એક્શનમાં પ્રિયંકા ગાંધી, 150 બેઠકોનું બનાવ્યું લિસ્ટ 
Dussehra 2026: ‘લંકેશની લંકા’ માં કઇ રીતે ઉજવાય છે દશેરા, શું ત્યાં પણ થાય છે રાવણ દહન ?
Dussehra 2026: ‘લંકેશની લંકા’ માં કઇ રીતે ઉજવાય છે દશેરા, શું ત્યાં પણ થાય છે રાવણ દહન ?
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
Advertisement

વિડિઓઝ

Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?
Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jio IPO: 21 ઓક્ટોબરથી ઓપન થશે ભારતનો સૌથી મોટો IPO, જાણો તેના વિશે તમામ જાણકારી
Jio IPO: 21 ઓક્ટોબરથી ઓપન થશે ભારતનો સૌથી મોટો IPO, જાણો તેના વિશે તમામ જાણકારી
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર
Embed widget