શોધખોળ કરો

International Women's Day 2025 : ક્યારે અને ક્યાં પહેલો મનાવાયો હતો વૂમન્સ ડે, જાણો 2025ની થીમ

International Women's Day 2025:1975ની વાત છે. આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષની ઉજવણી કરતી વખતે, સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ પણ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી. બે વર્ષ પછી, 1977 માં, યુએન જનરલ એસેમ્બલીએ તમામ સભ્ય દેશોને બોલાવ્યા અને 8 માર્ચને મહિલા અધિકાર દિવસ તરીકે જાહેર કર્યો. જો કે તેનો ઈતિહાસ ઘણો જૂનો છે

International Women's Day 2025:તમે 8મી માર્ચ વિશે જાણતા જ હશો. આ દિવસે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરે છે. મહિલાઓ માટે આ દિવસ ખૂબ જ ખાસ છે. જે તેમને સમાન અધિકારો અને સમાનતાને પ્રોત્સાહન આપે છે. તેમની સિદ્ધિઓ જણાવે છે અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે. આ દિવસે મહિલાઓ સાથે જોડાયેલા દરેક મુદ્દા પર ખુલીને ચર્ચા કરવામાં આવે છે. વિશ્વના તમામ વિકસિત અને વિકાસશીલ દેશોમાં મહિલાઓને સામાજિક, આર્થિક અને રાજકીય રીતે સશક્ત બનાવવા પર ભાર મૂકવામાં આવે છે. મહિલા દિવસના આ ખાસ અવસર પર, ચાલો જાણીએ આ દિવસની ઉજવણીનું કારણ, ઈતિહાસ અને થીમ...

 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે શરૂ થયો?

1975ની વાત છે. આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષની ઉજવણી કરતી વખતે, સંયુક્ત રાષ્ટ્ર (યુએન) એ પણ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી. બે વર્ષ પછી, 1977 માં, યુએન જનરલ એસેમ્બલીએ તમામ સભ્ય દેશોને બોલાવ્યા અને 8 માર્ચને મહિલા અધિકાર દિવસ તરીકે જાહેર કર્યો. જો કે તેનો ઈતિહાસ ઘણો જૂનો છે. અમેરિકન સોશ્યલિસ્ટ પાર્ટીએ પહેલીવાર 28 ફેબ્રુઆરી, 1909ના રોજ મહિલા દિવસની ઉજવણી કરી હતી.

 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો ઇતિહાસ

અહેવાલો અનુસાર, 20મી સદીમાં અમેરિકા અને યુરોપમાં કામદારોના આંદોલન વચ્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો જન્મ થયો હતો. જો કે આ દિવસને ઘણા વર્ષો પછી ઓળખ મળી છે. આંદોલનમાં મહિલાઓએ માંગ કરી હતી કે, તેમના કામના કલાકોની મર્યાદા નક્કી કરવામાં આવે. રશિયામાં મહિલાઓએ પ્રથમ વિશ્વ યુદ્ધના વિરોધમાં આ દિવસની ઉજવણી કરી હતી. આ દિવસ માટે મહિલાઓએ સ્ત્રી અને પુરુષના અધિકારો વચ્ચેના તફાવત સામે અવાજ ઉઠાવ્યો હતો.

 શા માટે 8 માર્ચને મહિલા દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો?

1909 પછી, ફેબ્રુઆરીના છેલ્લા રવિવારે મહિલા દિવસની ઉજવણી થવા લાગી. 1910 માં, સમાજવાદી આંતરરાષ્ટ્રીયની કોપનહેગન પરિષદમાં તેને આંતરરાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો. તે સમયે તેનો ઉદ્દેશ્ય મહિલાઓને મતદાનનો અધિકાર આપવાનો હતો. 1917માં રશિયામાં મહિલાઓએ ઐતિહાસિક હડતાળ કરી હતી. જેના કારણે ઝાર સત્તા છોડી અને મહિલાઓને મતદાનનો અધિકાર મળ્યો.

 તે સમયે રશિયામાં જુલિયન કેલેન્ડર પ્રચલિત હતું. જ્યારે વિશ્વના અન્ય દેશોમાં ગ્રેગોરિયન કેલેન્ડર. આ બંને કેલેન્ડરની તારીખોમાં ઘણો તફાવત હતો. જુલિયન કેલેન્ડર મુજબ, ફેબ્રુઆરી 1917નો છેલ્લો રવિવાર 23 ફેબ્રુઆરીએ હતો અને ગ્રેગોરિયન કેલેન્ડરમાં તે જ દિવસ 8 માર્ચ હતો. આ રીતે 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો.

 મહિલા દિવસનું મહત્વ

આ દિવસ દ્વારા લોકોને મહિલાઓના સંઘર્ષથી વાકેફ કરવામાં આવે છે. આ દિવસ લોકોને મહિલાઓ સાથે અન્યાયી વ્યવહાર, સમાજમાં તેમની ભૂમિકા અને તેમના અધિકારો વિશે જાગૃત કરે છે. કારણ કે આજે જ્યારે દુનિયા 21મી સદીમાં છે ત્યારે પણ મોટાભાગની મહિલાઓને પુરુષોના નિર્ણયો પર નિર્ભર રહેવું પડે છે.

મહિલા દિવસ 2025 ની થીમ શું છે

આંતરરાષ્ટ્રીય દિવસની થીમ સૌ પ્રથમ 1996 માં મૂકવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે એક ખાસ થીમ રાખવામાં આવે છે. 2024 માં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ 'ઇન્સ્પાયર ઇન્ક્લુઝન' હતી. આ વખતે 2025 માં, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ ' 'Accelerate Action'  છે. આ થીમ મહિલાઓ માટે સમાનતાને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની છે. આ થીમ દ્વારા, મહિલાઓની સમાનતામાં અવરોધ ઉભી કરતી પ્રણાલીઓને દૂર કરવાના પ્રયાસો તેજ કરવાના છે. તેનો હેતુ બધા માટે સમાન અધિકારો અને તકો પ્રદાન કરવાનો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેવા કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેવા કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
ટ્રમ્પની ફેવરિટ અને માદુરોની કટ્ટર વિરોધી... કોણ છે મારિયા કોરોના મચાડો, જેને મળી શકે છે વેનેઝૂએલાની કમાન ?
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેવા કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
શું વેનેઝુએલાના રાષ્ટ્રપતિની જેવા કોઈ પણ 'હેડ ઓફ સ્ટેટ'ની ધરપકડ કરી શકે છે અમેરિકા? જાણો શું કહે છે કાયદો?
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
ગ્રાહકોને લાગશે મોટો ઝટકો! Toyota Innova નું આ મોડેલ થવા જઈ રહ્યું છે બંધ
હોમ લોન કેમ થાય છે રિજેક્ટ? ક્યાંક તમે તો નથી કરતાને આ 4 ભૂલ? જાણો તમામ વિગતો
હોમ લોન કેમ થાય છે રિજેક્ટ? ક્યાંક તમે તો નથી કરતાને આ 4 ભૂલ? જાણો તમામ વિગતો
તમારા ઘરને Smart Home બનાવશે આ 5 ગેજેટ્સ, સમયની બચત સાથે સુરક્ષાની ગેરંટી
તમારા ઘરને Smart Home બનાવશે આ 5 ગેજેટ્સ, સમયની બચત સાથે સુરક્ષાની ગેરંટી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
Embed widget