પેટ્રોલ-ડિઝલ પર સૌથી વધુ ટેક્સ ક્યું રાજ્ય લે છે, ક્યાં રાજ્યની સૌથી વધુ છે કમાણી, જાણો
પેટ્રોલ- ડિઝલ પર સૌથી વધુ ટેક્સ રાજસ્થાનની સરકાર લે છે. જો કે સૌથી વધુ કમાણી કરતું રાજ્ય મહારાષ્ટ્ર છે.
નવી દિલ્લી: પેટ્રોલની કિંમત અનેક શહેરોમાં 100 રૂપિયા પ્રતિ લીટરની પાર પહોંચી ચૂકી છે. સામાન્ય જનતા પેટ્રોલ ડિઝલના વધતાં ભાવથી પરેશાન છે. એવી સ્થિતિમાં માંગણી ઉઠી રહી છે કે, પ્રટ્રોલ ડિઝલને જીએસટીની હેઠળ લાવવામાં આવે. તો મોઘાવારીનો બોજ થોડો ઓછો થાય. આજે જીએસટી કાઉન્સિલની થનાર બેઠકમાં પેટ્રોલ-ડિઝલને જીએસટી હેઠળ લાવવા માટે ચર્ચા થશે. જો કે કેરળ, કર્ણાટક જેવા રાજ્યોમાં પેટ્રોલ ડિઝલને જીએસટીના હેઠળ લાવવાના મુદ્દાનો વિરોધ પણ થઇ રહ્યો છે. તેનું મુખ્ય કારણ આવક છે. પેટ્રોલ-ડિઝલ પર સૌથી વધુ ટેક્સ ક્યું રાજ્ય લે છે, ક્યાં રાજ્યની સૌથી વધુ છે કમાણી, જાણીએ
પેટ્રોલ –ડિઝલ પર સૌથી વધુ ટેક્સ લેતાં રાજ્યો
પેટ્રોલ ડિઝલ પર સૌથી વધુ વેટના રૂપે ટેક્સ રાજસ્થાન વસૂલે છે. અહીં પેટ્રોલ પર 36 ટકા અને ડિઝલ પર 26 ટકા વેટ સરકાર દ્રારા લેવાય છે. ત્યારબાદ મણિપુર, કર્ણાટક, મધ્યપ્રદેશ, કેરળની સરકાર પણ સૌથી વધુ ટેક્સ લે છે.
મણિપુર પેટ્રોલ પર 36.50% VAT અને ડિઝલ પર 22.50% VAT વસૂલે છે. તો કર્ણાટક 35% સેલ્સ ટેક્સ 24% સેલ્સ ટેક્સ, મધ્યપ્રદેશમાં 33% VAT+Rs 4.5/L VAT+1% સેસ વસૂલાય છે. કેરળમાં 30.08% સેલ્સ ટેક્સ + Rs1/L એડિશનલ ટેક્સ +1% સેસ વસૂલે છે.
પેટ્રોલ-ડિઝલ પર સૌથી વધુ કમાણી કરતુ રાજ્ય
પેટ્રોલ ડિઝલ પર સૌથી વધુ કમાણી મહારાષ્ટ્ર કરે છે. વર્ષ 2020-21માં મહારાષ્ટ્રને 25,430 કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. ત્યારબાદ ઉત્તર પ્રદેશનો નંબર આવે છે. જો કે છઠ્ઠા નંબર પર રાજસ્થાન છે.
મહારાષ્ટ્ર |
25,430 |
ઉત્તર પ્રદેશ |
21,956 કરોડ રૂપિયા |
તમિલનાડુ |
17,063 કરોડ રૂપિયા |
કર્ણાટક |
15,476 કરોડ રૂપિયા |
ગુજરાત |
15,141 કરોડ રૂપિયા |
રાજસ્થાન |
15,119 કરોડ રૂપિયા |
મધ્ય પ્રદેશ |
11, 908 કરોડ રૂપિયા |
આંધ્ર પ્રદેશ |
11,041 કરોડ રૂપિયા |
GST હેઠળ આવતા VAT ખતમ થઇ જશે
જો પેટ્રોલ ડિઝલના ભાવ જીએસટી હેઠળ આવશે તો એ જનતા માટે મોટીં રાહત સમાન હશે, તેના કારણે આખા દેશમાં પેટ્રોલ ડિઝલ એક કિંમતે વેચાશે, જીએસટી લાગૂ કરાતા કેન્દ્રની એક્સાઇઝ અને રાજ્યોના વેટ ખતમ થઇ જશે. જીએસટીનો સૌથી સૌથી 28 ટકા છે. જે આજે લાગતા ટેક્સથી ઘણો ઓછો છે. દરેક રાજ્યમાં પેટ્રોલ ડિઝલ પર અલગ અલગ ટેક્સ છે. જો પેટ્રોલ ડિઝલ જીએસટી હેઠળ આવશે તો કેન્દ્ર અને રાજ્ય સરકારે 4.10 લાખ કરોડની આવકથી વંચિત રહેવું પડશે.