શોધખોળ કરો

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

CJP વડાએ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી આપઘાત કરનાર વિદ્યાર્થીઓના પરિવારને 1 કરોડનું વળતર અને પોલીસ સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ જંતર-મંતર નહીં છોડે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પણ CJPનો વિરોધ ચાલુ.
  • આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારને ૧ કરોડ વળતર આપવા માંગણી.
  • આંદોલનકારીઓ સામેના તમામ કેસો પાછા ખેંચવા જણાવ્યું.
  • પોલીસકર્મીઓ સામે કાર્યવાહી, સરકારના નિર્ણય પર જ અંત.

Dharmendra Pradhan Resignation: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સાથે દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોનો અંત આવી જશે તેવું માનનારાઓ માટે એક મોટા સમાચાર છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના નેજા હેઠળ ચાલી રહેલું આ આંદોલન હજુ સંપૂર્ણપણે સમેટાયું નથી. ભલે પ્રદર્શનકારીઓની સૌથી મોટી માંગ પૂરી થઈ ગઈ હોય, પરંતુ પાર્ટીના વડા અભિજીત દીપકે સ્પષ્ટ કર્યું છે કે તેમની અન્ય પડતર માંગણીઓ પર સરકાર કેવું વલણ અપનાવે છે, તેના આધારે જ આ આંદોલન પૂર્ણ કરવાનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.

'અમે કોકરોચ છીએ, આસાનીથી નહીં જઈએ'

આ મુદ્દે વાત કરતાં CJP ચીફ અભિજીત દીપકે પોતાની આગવી બોલચાલની શૈલીમાં હુંકાર કરતા કહ્યું હતું કે, "અમારી હજુ બીજી 2 માંગણીઓ બાકી છે. અમે એમ જ અહીંથી જવાના નથી. અમે કોકરોચ છીએ; અને જ્યાં અમે એકવાર ઘૂસી જઈએ, પછી ત્યાંથી જતા નથી." તેમની આ સ્પષ્ટ વાત પરથી લાગી રહ્યું છે કે સરકાર માટે આ આંદોલનને સંપૂર્ણપણે શાંત પાડવું હજુ પણ એક મોટો પડકાર બની રહેશે.

કઈ છે CJP ની પડતર માંગણીઓ?

અભિજીત દીપકે જણાવ્યું હતું કે પાર્ટીની અન્ય કેટલીક મહત્વની માંગણીઓ હજુ પેન્ડિંગ છે, જેના પર સરકારનો નિર્ણય આવવાનો બાકી છે.

1 કરોડનું વળતર: પરીક્ષાને લગતા કેસોમાં માનસિક તાણનો ભોગ બનીને જે વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે, તેવા તમામ પરિવારોને રૂપિયા 1 કરોડનું આર્થિક વળતર આપવામાં આવે.

કેસો પાછા ખેંચવા: આ આંદોલન દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર જે પણ કેસો દાખલ કરાયા છે, તે તમામ પાછા ખેંચવામાં આવે.

પોલીસ સામે કાર્યવાહી: પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના કેસોનો અંત લાવવામાં આવે.

પાર્ટીના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં સરકાર અને પ્રદર્શનકારીઓ વચ્ચે યોજાનારી બેઠકોમાં આ તમામ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ બેઠકોના પરિણામો અને સરકારના વલણ બાદ જ વિરોધને સંપૂર્ણપણે ખતમ કરવા અંગેનો છેવટનો નિર્ણય લેવાશે.

આ પણ વાંચોઃ CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!

"આ લોકશાહી છે, ડરવાની કોઈ જ જરૂર નથી" - દીપક

પોતાના સમર્થકોનો જુસ્સો વધારતા દીપકે વધુમાં કહ્યું હતું કે, "આપણે ડરવાની કોઈ જ જરૂર નથી. આ એક લોકશાહી છે. ધર્મેન્દ્ર પ્રધાને ભલે રાજીનામું આપી દીધું હોય, પરંતુ અમારી વધુ 2 માંગણીઓ હજુ ઊભી જ છે અને અમે આ રીતે અહીંથી નહીં જઈએ."

તેમણે ફરી ભાર મૂકતા કહ્યું કે આત્મહત્યા કરનારા બાળકોના પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર મળવું જ જોઈએ. આ સાથે જ તેમણે 20 તારીખના રોજ પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી કરનાર પોલીસકર્મીઓને આડે હાથ લેતા આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, "20 તારીખે જે પોલીસ ગુંડાઓએ કાર્યવાહી કરી હતી, તે અધિકારીઓ સામે પણ સખત પગલાં લેવાવા જોઈએ. એક વાત યાદ રાખજો, કોકરોચ સાથે ક્યારેય પંગો ન લેવો."

આ પણ વાંચોઃ ‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન

Frequently Asked Questions

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પરનું આંદોલન સમાપ્ત થઈ ગયું છે?

ના, આ આંદોલન હજુ સંપૂર્ણપણે સમેટાયું નથી. કોકરોચ જનતા પાર્ટી (CJP) એ સ્પષ્ટ કર્યું છે કે તેમની અન્ય પડતર માંગણીઓ પર સરકાર કેવું વલણ અપનાવે છે, તેના આધારે અંતિમ નિર્ણય લેવાશે.

આ આંદોલનનું નેતૃત્વ કઈ પાર્ટી કરી રહી છે?

આ આંદોલનનું નેતૃત્વ કોકરોચ જનતા પાર્ટી (CJP) કરી રહી છે. પાર્ટીના વડા અભિજીત દીપક છે, જેઓ પ્રદર્શનકારીઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

પ્રદર્શનકારીઓની કઈ મુખ્ય માંગણીઓ હજુ બાકી છે?

પ્રદર્શનકારીઓની મુખ્ય માંગણીઓમાં પરીક્ષા સંબંધિત તણાવથી આપઘાત કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને ₹1 કરોડનું વળતર, પ્રદર્શનકારીઓ સામેના કેસો પાછા ખેંચવા અને પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહીના કેસોનો અંત લાવવાનો સમાવેશ થાય છે.

આંદોલન સમાપ્ત કરવાનો અંતિમ નિર્ણય ક્યારે લેવાશે?

આગામી દિવસોમાં સરકાર અને પ્રદર્શનકારીઓ વચ્ચે યોજાનારી બેઠકોમાં આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરાશે. આ બેઠકોના પરિણામો અને સરકારના વલણ બાદ જ વિરોધને સંપૂર્ણપણે ખતમ કરવાનો છેવટનો નિર્ણય લેવાશે.

Advertisement

ટોપ સ્ટોરી

રામ મંદિર ચોરી કેસમાં મોટો ઘટસ્ફોટ: ચોરીના 105 CCTV ફૂટેજ મળ્યા, SIT દાખલ કરશે ચાર્જશીટ
રામ મંદિર ચોરી કેસમાં મોટો ઘટસ્ફોટ: ચોરીના 105 CCTV ફૂટેજ મળ્યા, SIT દાખલ કરશે ચાર્જશીટ
8મા પગાર પંચમાં HRA વધશે તો કેન્દ્રીય કર્મચારીઓનો પગાર કેટલો વધશે? જાણો આખું ગણિત
8મા પગાર પંચમાં HRA વધશે તો કેન્દ્રીય કર્મચારીઓનો પગાર કેટલો વધશે? જાણો આખું ગણિત
આવતીકાલનું હવામાનઃ 18 રાજ્યોમાં વાવાઝોડા સાથે તૂટી પડશે વરસાદ, 80 કિમીની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાનઃ 18 રાજ્યોમાં વાવાઝોડા સાથે તૂટી પડશે વરસાદ, 80 કિમીની ઝડપે પવન ફૂંકાશે
દેશના 3 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા,  બંગાળની ખાડીમાં વાવાઝોડું 'અર્નબ' ત્રાટકવાની આશંકા!
દેશના 3 રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા,  બંગાળની ખાડીમાં વાવાઝોડું 'અર્નબ' ત્રાટકવાની આશંકા!
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સ્ટન્ટનો અંત ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : પદયાત્રીઓના માર્ગ પર ઓવરસ્પીડ
Hun To Bolish : હું તો બોલીશ : નહીં ભુલાય ગુજ્જુ લવ ગુરુ
Ahmedabad Rain: અમદાવાદમાં વરસાદી માહોલ, SG હાઈવે, ગોતા અને વૈષ્ણોદેવી વિસ્તારમાં વરસાદ
Gandhinagar Municipal Election: ગાંધીનગરમાં રોડ-રસ્તાની ભાજપના જ નેતાઓએ ખોલી પોલ!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત આગકાંડ: માત્ર ₹10 હજારના વિવાદમાં એકાઉન્ટન્ટનો ખતરનાક બદલો, ₹150ના પેટ્રોલથી 14 દુકાનો સળગાવી
સુરત આગકાંડ: માત્ર ₹10 હજારના વિવાદમાં એકાઉન્ટન્ટનો ખતરનાક બદલો, ₹150ના પેટ્રોલથી 14 દુકાનો સળગાવી
આવતીકાલનું હવામાનઃ 18 રાજ્યોમાં વાવાઝોડા સાથે તૂટી પડશે વરસાદ, 80 કિમીની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાનઃ 18 રાજ્યોમાં વાવાઝોડા સાથે તૂટી પડશે વરસાદ, 80 કિમીની ઝડપે પવન ફૂંકાશે
એશિયન ગેમ્સ 2026: ત્રીજા દિવસે ભારતનો દબદબો, 4 મેડલ જીત્યા અને પાકિસ્તાન-બાંગ્લાદેશને ધૂળ ચટાડી
એશિયન ગેમ્સ 2026: ત્રીજા દિવસે ભારતનો દબદબો, 4 મેડલ જીત્યા અને પાકિસ્તાન-બાંગ્લાદેશને ધૂળ ચટાડી
IPL 2027 પહેલા ચેન્નઈ સુપર કિંગ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજ ક્રિકેટરને બનાવ્યો હેડ કોચ 
IPL 2027 પહેલા ચેન્નઈ સુપર કિંગ્સની મોટી જાહેરાત, આ દિગ્ગજ ક્રિકેટરને બનાવ્યો હેડ કોચ 
અમદાવાદ-વડોદરામાં વરસાદ શરૂ: રોડ પર ભરાયા પાણી, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અમદાવાદ-વડોદરામાં વરસાદ શરૂ: રોડ પર ભરાયા પાણી, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
ગાંધીનગર મનપા ચૂંટણી: કોણ બનશે નવા મેયર? ભાજપમાં 12 OBC બેઠકો પર જોરદાર ખેંચતાણ શરૂ
ગાંધીનગર મનપા ચૂંટણી: કોણ બનશે નવા મેયર? ભાજપમાં 12 OBC બેઠકો પર જોરદાર ખેંચતાણ શરૂ
Rain Alert: ગુજરાતમાં કેટલા દિવસ વરસશે વરસાદ, આજે ક્યાં જિલ્લામાં એલર્ટ,  જાણો લેટેસ્ટ અપડેટ  
Rain Alert: ગુજરાતમાં કેટલા દિવસ વરસશે વરસાદ, આજે ક્યાં જિલ્લામાં એલર્ટ,  જાણો લેટેસ્ટ અપડેટ  
રશિયા ચૂંટણી: પુતિનની પાર્ટીએ રચ્યો ઇતિહાસ, 355 બેઠકો જીતીને વિરોધીઓના સૂપડા કર્યા સાફ!
રશિયા ચૂંટણી: પુતિનની પાર્ટીએ રચ્યો ઇતિહાસ, 355 બેઠકો જીતીને વિરોધીઓના સૂપડા કર્યા સાફ!
Embed widget