શોધખોળ કરો
Advertisement
કોલકત્તાઃ કોરોના વાયરસ પર સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારી યુવતીની કરાઇ ધરપકડ
મહિલાએ પોસ્ટ કરી હતી કે એક ડોક્ટર રાજ્યની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયો હતો.
કોલકત્તાઃ પશ્વિમ બંગાળના કોલકત્તાની પોલીસની સાઇબર ક્રાઇમ સેલે શુક્રવારે એક 29 વર્ષની યુવતીની ધરપકડ કરી છે. યુવતી પર કથિત રીતે સોશિયલ મીડિયા પર કોરોના વાયરસને લઇને ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ છે. મહિલાએ પોસ્ટ કરી હતી કે એક ડોક્ટર રાજ્યની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયો હતો.
યુવતીએ બંગાળી અખબારના એક નકલી પેજની તસવીર અપલોડ કરી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે, નકલી ન્યૂઝ પોસ્ટ કરવા અને કોરોના વાયરસ સંબંધિત અફવાઓ ફેલાવવા મામલે પોલીસ દ્ધારા કરવામાં આવેલી આ પ્રથમ ધરપકડ છે.
આરોપી યુવતી એક સિંગર છે અને થિયેટરમાં અભિનય કરે છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, આ નકલી સમાચાર છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે તરત જ કોલકત્તા પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. રાજ્યમાં અત્યાર સુધી કોઇ પણ ડોક્ટર કે નર્સ કોરોના વાયરસનો ભોગ બન્યો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement