શોધખોળ કરો
Advertisement
મહિલાઓ માટે આ રાજ્યમાં ખુલશે અલગ લીકર શોપ? મહિલાઓને મળશે ફ્રેન્ડલી દારૂ
મધ્યપ્રદેશ સરકારનો દારૂને લઈને વધુ એક નિર્ણય લીધો હતો. મહિલાઓ માટે દારૂની અલગથી દુકાન શરૂ કરવામાં આવશે. આ દુકાનોમાં ફિમેલ ફ્રેન્ડલી દારૂ મળશે.
ભોપાલ: મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર મહિલાઓ માટે દારૂના આઉટલેટ ખોલશે. મધ્ય પ્રદેશ સરકાર મોટા શહેરોમાં મહિલાઓ માટે અલગ દારૂના આઉટ લેટ ખોલવા જઈ રહી છે. પહેલા તેમણે દારૂમાંથી આવક વધારવા માટે દારૂની ઓનલાઈન ખરીદ-વેચાણ કરવા માટે છુટ આપી હતી. તેમજ તેમણે પ્રવાસન સ્થળોએ લીકર શોપના નવા લાઈસન્સ ઈસ્યૂ કરવાની પણ પરવાનગી આપવાની વાત કરી હતી.
મધ્યપ્રદેશ સરકારનો દારૂને લઈને વધુ એક નિર્ણય લીધો હતો. મહિલાઓ માટે દારૂની અલગથી દુકાન શરૂ કરવામાં આવશે. મહિલાઓ રોકટોક વગર દારૂ ખરીદી શકે તેવો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. શરૂઆતમાં ગ્વાલિયર, ભોપાલ, જબલપુર અને ઈન્દોરમાં દુકાનો શરૂ કરવામાં આવશે. આ લીકર શોપમાં માત્ર વિદેશી દારૂ મળશે.
મહિલાઓને સ્પેશિયલ અટેન્શન આપવા માટે મધ્યપ્રદેશ સરકારે મહિલાઓ માટે દારૂના નવા આઉટ લેટ્સ બનાવવા જઈ રહી છે. આ દુકાનોમાં ફિમેલ ફ્રેન્ડલી દારૂ મળશે. આ તમામ આઉટ લેટ્સ મોલમાં ખોલવામાં આવશે. સરકારનો આ નિર્ણય સાંભળીને ભાજપે તેનો વિરોધ શરૂ કરી દીધો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
બિઝનેસ
ગુજરાત
Advertisement